________________
4. ૬. મૂ. ૨]
રસ, ભાવ, તેમનો આભાસ (= રસાભાસ, ભાવાભાસ) ભાવશાન્તિ, ભાવોદય, ભાવસ્થિતિ, ભાવસન્ધિ, ભાવશબલતા એ અર્થશક્તિમૂલ વ્યંગ્ય છે. “ચકાર પદ, વાક્ય, પ્રબંધને અહીં લાગુ કરવા માટે છે. (તેનો) અલગ ઉલ્લેખ, રસ વગેરે વ્યંગ્ય જ હોય છે, ક્યારેય પણ તે વાચ્યત્વ સહન કરતા નથી (અર્થાત્ રસ વગેરે ક્યારેય વાચ્ય ન હોઈ શકે) તે રસ વગેરેનું પ્રાધાન્ય દર્શાવવા માટે છે, કેમ કે, વસ્તુ અને અલંકાર વાચ્ય પણ બને છે.
તેમાં અર્ધશક્તિમૂલવ્યંગ્ય રસ - પદગત – જેમ કે,
ભયને લીધે સરી ગયેલા વસ્ત્રવાળી, કંપતી, તે વ્યાકુળ નેત્રો ચારે બાજુ ફેંક્તી તું, ધુમાડાને કારણે અંધ બનેલ ઉગ્ર અગ્નિ વડે ક્રૂરતાપૂર્વક એકદમ જ બાળી નંખાઈ. (૮૧) (તાપસવત્સરાજ - ૨.૧૬]
અહીં, “તે” એ પદ વડે યાદ કરવામાં આવેલાં અને કેવળ ‘અનુભવનો વિષય બનતાં અને અતિશય ચંચળ (નયનો)નું શોકભંજત્વ (જણાય છે).
ત્યાઘન્તમાં (વ્યંજકત્વ) જેમ કે,
મારો રસ્તો રોકીશ નહીં. અરે બાળક ! દૂર થા ઓહ! ક્વો નિર્લજ્જ છે? અમે પરતત્ર છીએ ને અમારું સૂનું ઘર રક્ષણ કરવા યોગ્ય છે. (૮૨)
[સપ્તશતક- ૯૬૧] અહીં ‘દિ' એ ત્યાઘન છે. તું પ્રૌઢ નથી કારણ કે તે લોકો વચ્ચે આ રીતે જાહેર થઈ જાય છે. શૂન્ય ઘર એ સંકેતસ્થાન છે. ત્યાં જ આવવું જોઈએ એમ ધ્વનિત કરે છે.
પદોનો એકભાગ પણ પદ જ (કહેવાય છે) જેમ કે, મારી પ્રિયા વડે રણક્તાં કંકણથી મધુર તાલ વડે નર્તન કરાતો તારો મિત્ર મયૂર દિવસ પૂરો થતાં, જ્યાં બેસે છે. (૮૩)
મેિઘદૂત-૨.૧૬] અહીં, “તાત્રે:” એ બહુવચન અનેક પ્રકારની વિદગ્ધતા વર્ણવતાં, વિપ્રલંભને ઉદ્દીપ્ત કરે છે
પ્રાણપ્રિય બહાર નીચા મુખે જમીન ખોતરતો બેઠો છે, સખીઓ આહાર છોડીને સતત રડવાથી સૂજેલાં નયનવાળી છે. પાંજરાના પોપટોએ હસવાનું-ભણવાનું સઘળું છોડી દીધું છે અને તારી આ અવસ્થા છે. હે કઠિન હૃદયવાળી ! હવે માન (= અભિમાન) છોડ. (૮૪)
[અમરુશતક – ૭]. અહીં, લખતો (એમ છે), ‘લખે છે' તેમ નહીં. તે રીતે ‘બેસ છે” એમ (છે), નહીં કે “બેઠેલો'. અર્થાત્ કૃપા થાય ત્યાં સુધી ‘ભૂમિ ઉપર (મૂમ) એમ નહીં પણ ‘ભૂમિને” (યૂનિE) (ખોતરે છે) (અર્થાતુ) બુદ્ધિપૂર્વક કશું લખતો નથી એવું તિલ્સ વગેરે વિભક્તિનું વ્યંજકત્વ રહેલું છે.*
* અહીં પાઠ કંઈક અંશે ભ્રષ્ટ જણાય છે. કા.પ્ર.માં (ઝળકીકર આવૃત્તિ ચોથી, પૃ. ૧૭૪) નીચે પ્રમાણે વાંચવા મળે છે :
अत्र लिखनिति न तु लिखतीति, तथा आस्ते इति, न त्वासित इति, अपि तु प्रसादपर्यन्तमास्ते इति भूमिमिति न तु भूमाविति, न हि बुद्धिपूर्वकमपरं किञ्चिल्लिखतीति तिङ्सुब्विभक्तीनां व्यङ्ग्यम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org