________________
. ૬. . ર૧]. વાક્યગત - જેમ કે,
ગાઢ આલિંગન માટે પ્રિયતમ ઉઘત થતાં જ, જાણે કે પીડાઈ જવાના ભયથી માનુનીનું માન હૃદયમાંથી તરત જ દૂર થઈ જાય છે. (૩૫)
અહીં ઉન્મેલા વડે પ્રતિ-આલિંગન વગેરે પ્રવર્તિત થાય છે. તે રૂપી વસ્તુ વ્યંજિત થાય છે. અલંકાર વડે અલંકાર (વ્યંગ્ય), પદગત – જેમ કે,
સવારે તારા પ્રિયતમનો અધર (ઓ) કરમાયેલા કમલઠલ જેવો હતો એમ સાંભળીને નવવધૂ (પોતાનું) મુખ ભૂમિ તરફ (= નીચું) કરે છે. (૭૬)
અહીં, મ્યાન કમળલ - એ રૂપક (અલંકાર) દ્વારા પ્લાનત્વ બીજી રીતે ઉપપન્ન થતું ન હોઈ, ‘તે આને વારંવાર ચુંબન ક્યું છે, એ અનુમાન (અલંકાર) વ્યંજિત થાય છે. વાક્યગત - જેમ કે,
જે, પાણીના ઘડા વડે મહાસાગરને માપવાને સમર્થ છે, તે જ હયગ્રીવમાં રહેલા બધા જ ગુણોને કહેવાને શક્તિમાન બને. (૭૭)
અહીં નિદર્શન (અલંકાર) વડે હયગ્રીવના ગુણોની અવર્ણનીયતાના પ્રતિપાદનરૂપ અસાધારણ એવા એના વિશેષ (ગુણ)ના પ્રકાશનપરક આક્ષેપ (અલંકાર) વ્યંજિત થાય છે.
પ્રબંધમાં અર્થશક્તિમૂલ વ્યંગ્ય જેમ કે, ગૃધગોમાયુ સંવાદમાં, વળી,
આ ગીધ અને રિયાળથી ભરેલા સ્મશાનમાં રોકાવાથી બસ (કરો) (= રહેવું યોગ્ય નથી). કાળધર્મ (= મૃત્યુ) પામેલો કોઈપણ અહીં (પુનઃ) જીવતો થતો નથી. (૭૮)
[મહાભારત, શાતિપર્વ, ૧૫૨/૧૧૪, ૧૨) એ દિવસે પ્રભાવ ધરાવતા (= બળવાન) ગીધનું પુરુષોને વિદાય કરવારૂપ વચન છે. (જ્યારે)
અરે મૂર્ખાઓ ! આ સૂર્ય (હજુ) રહેલો છે (= આથમ્યો નથી) હમણાં (તે બાળકને) પ્રેમ કરો. આ મુહૂર્ત બહુ વિપ્નોવાળું છે. કદાચ (તે પાછળથી) જીવે પણ ખરો. (૭૯)
હે મુર્માઓ! સુવર્ણ જેવી કાન્તિવાળા, યોવનને પણ નહીં પામેલા આ બાળકને ગીધના કહેવાથી તમે નિ:શંક થઈને કઈ રીતે ત્યજી શકો છો ? (૮૦)
મિહાભારત શા.૫. ૧૫૨/૧૯, ૬૫] એ રાત્રે જેમનું જોર ચાલે છે તેવા શિયાળનું લોકોને પાછા બોલાવવા માટેનું વચન છે એમ પ્રબંધ વડે પ્રતિપાઘ અર્થ વડે ગીધ અને શિયાળનો ભક્ષણ કરવારૂપ આશય વ્યંજિત થાય છે. આ રીતે, મધુમથનવિજય'માં પાંચજન્યની ઉક્તિમાં, ‘વિષમબાણલીલા'માં કામદેવના સહચરસમાગમ વખતે અર્થવ્યંજકતાનું ઉદાહરણ જોવું. અને વળી, વસ્તુનું અલંકારવ્યંજત્વ તથા અલંકારનું વસ્તુવ્યંજકત્વ અને અલંકારવ્યંજકત્વ એમ ત્રણ ભેદ વિચારી શકાય.
અને રસ વગેરે (પણ અર્થશકિતમૂલ વ્યંગ્ય બને છે). (૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org