________________
. ૨. સૂ. ર૪].
અહીં સુમવાનેન’ એ પદ કામદેવના કોમળ ઉપાયનું સૌંદર્ય પ્રકાશિત કરે છે. વાક્યગત, જેમ કે,
આ ચોક્કસ જ તાપી નદીનથી શું? અથવા, ખરેખર આ ઊછળતાં મોજાંથી ગાજતાં તેનાં તીરો પણ નથી શું? અને હું આ કોઈ બીજો છું કે શું? અથવા તે ગામડાના મુખીની પુત્રી નહાવા માટે આવી ત્યારે (હતું તે) બગલીઓથી વીંટળાયેલ તે પાણી પણ તેનું તે નથી શું? (૭૧).
અહીં, વસ્તુમાત્રરૂપ વાક્યર્થ વડે અભિલાષા કરવા યોગ્ય વ્યક્તિએ કરેલ ભાવોનું દધત્વ તે સ્વતઃ નથી (અર્થાત્, કવિ-પ્રોઢોક્તિ નિષ્પન્ન છે) - એ વસ્તુ વ્યંજિત થાય છે. વસ્તુનું અલંકાર વ્યંજત્વ, પદગત, જેમકે,
ધીરજનોની દષ્ટિ કેન્સરથી લાલ થયેલ, પ્રિયાના સ્તનના અગ્રભાગમાં તેટલી રમમાણ નથી હોતી જેટલી શત્રુના ખૂબ સિંદૂરવાળા હાથીના ગંડસ્થળમાં (રમમાણ હોય છે; = આનંદ પામે છે) (૭૨) [ ]
અહીં, “ધીરોનું એ પદનો વસ્તુમાત્ર રૂ૫ અર્થ કુચ અને કુંભસ્થલમાં રહેલ ઉપમા અલંકારને ધ્વનિત કરે છે.
વાક્યગત – જેમ કે,
પુત્રનાશના ઇંધણથી ગાઢ (અને) ખૂબ વૃદ્ધિ પામેલ સ્નેહમાંથી જન્મેલ શોરૂપી ભયંકર અગ્નિથી તપેલા તે બહારના અગ્નિને બરફ જેવો શીતળ માનવા લાગ્યા (અને) તરત જ પોતાનો દેહ નદીમાં સમર્પિત કર્યો. (૭૩)
અહીં, પુત્રનાશથી સંતસ વસિષ્ઠ અગ્નિમાં પ્રવેશ્યા તો પણ તેનાથી બળ્યા નહીં તે આ વસ્તુરૂપ વાક્યાર્થ, બાહ્ય અગ્નિ કરતાં શોકની અધિકતારૂપી વ્યતિરેક અલંકાર વ્યંજિત કરે છે.
અલંકારનું વસ્તુવ્યંજત્વ પદગત, જેમ કે
આમ્રમંજરીના આભૂષણયુક્ત, ક્ષણમાં જ મહામૂલ્યવાન અને મનોહર મદિરાની સુગંધ ફેલાઈ છે, તેવું વસંતલક્ષ્મીનું મુખ (તેણે) સમર્પિત ન કર્યું હોવા છતાં કામદેવે પકડી લીધું. (૭૪) ['હરવિજય’માંથી
અહીં, “સમર્પિત ન કરાયેલ હોવા છતાં પણ’ – એ વાચ્ય વિરોધાલંકાર વડે “મધુમાસ જ્યારે જામરો ત્યારે શું થશે?’ એ રૂપી વસ્તુ વ્યંજિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org