________________
४५
. . . ર૪]
તેથી પોતાનો અર્થ બાધિત થયો છે તેવું આ વાક્ય સંયમી પુરુષના લોકોત્તરતા રૂપી નિમિત્ત વડે તત્ત્વદષ્ટિને વિષે ધ્યાન કે એકાગ્રતા અને મિથ્યાષ્ટિને વિષે પરામ્ખતા ધ્વનિત થાય છે.
લક્ષક શબ્દશક્તિથી વ્યંગ્ય વસ્તુ-પદગત જેમ કે,
સુંદર અને યામલ કાંતિથી આકાશને ભરી દેનાર તથા બગલીઓ વડે વીંટળાયેલાં વાદળ, જલબિન્દુયુક્ત પવનો, મેઘના મિત્ર એવા મયૂરોની આનંદ કેકા – (આ બધું) ભલે હજો ! કઠોર હૃદયનો હું રામ છું, બધું જ હું સહીશ, પરંતુ વૈદેહીનું શું થશે? અરે ! દેવી, ધીરજવાળી થા! (૬૮) [
અહીં પ્રકરણ (= સંદર્ભ) દ્વારા તથા ત્રણ વિગતોના નિર્દેશથી રામ વિષયક અર્થ પ્રતિપન્ન થતાં, રામ” એ પદ અનુપયોગી બને છે અને ‘કઠોરહૃદય” એ પદ વડે જે દર્શાવાયું છે તે-પિતાનું, મરણ, સીતાવિયોગ વગેરે અનેક દુઃખના પાત્ર થવું તે વિગત, લક્ષિત કરતા અસાધારણ એવા નિર્વેદ, ગ્લાનિ, મોહ વગેરેને વ્યંજિત કરે છે. વાક્યગત, જેમ કે,
સુવર્ણમય પુષ્પોવાળી પૃથ્વીને ત્રણ (પ્રકારના) પુરુષો પામે છે - શૂરવીર, વિદ્વાન અને જેઓ સેવા કરવાનું જાણે છે તે. (૬૯)
આ વાક્ય (નો) સ્વ (= પોતાનો) અર્થ અસંભવિત હોતાં, (તે) સાદયને લીધે સુલભ એવા સમૃદ્ધિના ભંડારની પાત્રતાને લક્ષિત કરતાં ( = લક્ષિત કરે છે અને તે દ્વારા) શૂરવીર, વિદ્વાન અને સેવકની પ્રશસ્તિને વ્યંજિત કરે છે.
અર્થશક્તિમૂલ વ્યંગ્ય (વિષે) કહે છે – વસ્તુ અને અલંકારને વિષે તેમનું વ્યંજકત્વ હોતાં, અશિક્તિમૂલ (ધ્વનિ થાય છે) (તે) (૫દ, વાક્ય અને) પ્રબંધમાં પણ (સંભવે છે) (૨૪)
વસ્તુ અને અલંકારમાં (પ્રત્યેકને વિષે) વસ્તુ અને અલંકાર વ્યંજક બનતાં અર્થશક્તિમૂલ (ધ્વનિ થાય છે, અને તે પદમાં, વાક્યમાં તથા પ્રબંધમાં (હોય છે). અહીં અર્થ સ્વત: સંભવી, કવિપ્રોઢોક્તિ દ્વારા જ સંભવતો, અથવા કવિનિબદ્ધ વક્તાની પ્રૌઢોક્તિ વડે જ સંભવતો – એ પ્રમાણે, ભેદ કહ્યા છે તે યોગ્ય નથી, કેમ કે, માત્ર પ્રૌઢોક્તિથી નિર્મિત હોતાં પણ સાધ્યસિદ્ધિ શક્ય છે. પ્રૌઢોક્તિ સિવાય
સ્વતઃસંભવી પણ તુચ્છ બની જાય છે. અને કવિપ્રોઢોક્તિ એ જ કવિનિબદ્ધવન્દ્રપ્રીઢોક્તિ છે. આથી તે વિસ્તારથી શું (પ્રયોજન) ?
તેમાં વસ્તુનું વ્યંજત્વ પદગત, જેમ કે, લક્ષ્મીની સાથે જન્મેલ કૌસ્તુભમણિના અપહરણમાં લાગેલા તેમના તે હૃદયને કામદેવે પ્રિયાના અધરબિંબમાં આસક્ત . (૩૦)
[વિષમબાણલીલા]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org