________________
૪. ૬. સૂ. ૨૨-૨૨]
४३
અહીં, વાક્યનું અસંબંધાર્થત્વ પ્રવર્તિત ન થાય તેથી અપ્રાકરણિક અને પ્રાકરણિક (અર્થ) વચ્ચે ઉપમાનોપમેયભાવ કલ્પવો જોઈએ એમ અહીં ઉપમાલંકાર વ્યંગ્ય છે.
અથવા, જેમ કે,
ચમક્તા ચન્દ્રરૂપી આભૂષણવાળી (ચન્દ્રાકાર શિરોભૂષણવાળી), કામને ઉદ્દીપ્ત કરનારી, વિરલ તારાઓવાળી (ચંચળ નેત્રવાળી) રાત્રિ (ષોડશી કન્યા) કોને આનંદિત ન કરે ? (૬૩) [
1
અહીં, શબ્દશક્તિ વડે રાત્રિ અને રમણી વચ્ચેની ઉપમા વ્યંગ્ય (બને) છે. જેમ કે, ‘સમુદ્રીપિતા' એટલે કે, આનંદસહિત એ અર્થ પણ વ્યંજક છે. તો પણ શબ્દશક્તિ વિના અર્થશક્તિ સંભવતી નથી. તેથી શબ્દશક્તિ જ વ્યંજક છે. અથવા, જેમ કે,
ચાંડાલ સાથે સમાગમ કરનારી (હાથી જેવી ચાલવાળી) છતાં શીલવતી, પાર્વતી (હોવા) છતાં શંકરથી ભિન્ન (વ્યક્તિ, દેવ) વિષે આસક્ત; ગૌર વર્ણની અને વૈભવમાં આનંદ પામનારી, શ્યામ છતાં પદ્મના રંગ જેવી (સુંદર અને માણેકનાં આભૂષણવાળી) શુદ્ધ બ્રાહ્મણના પવિત્ર મુખ જેવા મુખવાળી છતાં મદિરાની ગંધથી યુક્ત શ્વાસવાળી (શ્વેત દાંતને લીધે તેજસ્વી મુખવાળી અને ઉન્મત્ત કરે તેની સુગન્ધયુક્ત શ્વાસવાળી) તરુણ સ્ત્રીઓ – (૬૪) [હર્ષચરિત-૩, પૃ. ૯૮]
-
અહીં વિરોધાલંકાર વ્યંગ્ય છે.
અથવા જેમ કે,
અંધકારને નષ્ટ કરનાર જે (કિરણો) આકાશને અત્યંત ઉજ્વળ બનાવે છે અને તમોગુણને હણનાર જે (ચરણો) નખોમાંથી ઉદ્ભાસિત થાય છે, જે (રિણો) કમળની શોભા વધારે છે અને જે (ચરણો) કમળની કાન્તિને તિરસ્કૃત કરે છે, જે (કિરણો) પર્વતના શિખરો પર ચમકે છે અને જે (ચરણો) દેવોના મસ્તક પર ચઢે છે તે બંને સૂર્યનાં (અને રાજાના) કિરણો (અને ચરણો) તમારા કલ્યાણ માટે હજો. (૬૫)
[ધ્વન્યાલોક વૃત્તિમાં, આનંદવર્ધન] અહીં, વ્યતિરેક (અલંકાર વ્યંગ્ય છે). આ રીતે, અન્ય અલંકાર વિષે પણ ઉદાહરણ આપી શકાય. ગૌણ શબ્દરાક્તિથી વ્યંગ્ય એવું વસ્તુ પઠગત જેમ કે,
સૂર્યમાં જેનું સૌદર્ય સંક્રાન્ત થયું છે અને જેનું મંડળ ઝાકળથી ઝાંખું પડ્યું છે તે ચંદ્રમા નિઃશ્વાસથી (અંધ =) ઝાંખા બનેલા દર્પણની જેમ (ખરાખર) પ્રકાશતો નથી. (૬૬) [રામાયણ – ૧૬.૨/૧૩]
અહીં, જેમાં દષ્ટિ કુંઠિત થઈ છે તેવા અર્થવાળો ‘અન્ય’ શબ્દનો મુખ્યાર્થ બાધિત થવાથી પદાર્થના પ્રકાશનને વિષેની અસમર્થતા કે જે નષ્ટ થયેલી દૃષ્ટિ જોડે સંકળાયેલ છે તેને નિમિત્ત બનાવીને અરીસાને વિષે
રહેલો હોવાથી તેની અસામાન્ય ઝાંખપ, અનુપયોગિતા વગેરે અસંખ્ય ધર્મો રૂપી પ્રયોજનોને વ્યંજિત કરે છે.
વાક્યમાં, જેમ કે,
બધાં પ્રાણીઓની જે રાત્રિ છે, તેમાં સંયમી (પુરુષ) જાગે છે અને જેમાં પ્રાણીઓ જાગે છે, તે જ્ઞાની મુનિની રાત્રિ છે. (૬૭) [મહાભારત, ભીષ્મપર્વ, ભગવદ્ગીતા ૨.૬૯] અહીં, રાત્રે જાગવું જોઈએ, અન્યત્ર રાત્રિની જેમ રહેવું જોઈએ એમ કોઈ ઉપદેશ આપવા યોગ્ય પ્રતિ ઉપદેશ સિદ્ધ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org