________________
મ. . ખૂ. ૨૨-૨૨]. (અર્થ) નથી કે નથી તેનો બાધ (તો), અને (તે માટે) કોઈ નિમિત્ત પણ નથી. તેમાં શબ્દ (અર્થ આપવાને વિષે) અસમર્થ નથી, કે કોઈ પ્રયોજન પણ નથી. હવે, લક્ષિત થતા પ્રયોજન વિશે પણ જો બીજું પ્રયોજન વિચારાય તો તેમાં પણ બીજા પ્રયોજનની આકાંક્ષા થતાં અનવસ્થા થશે, અને લાભની ઇચ્છા કરવા જતાં મૂળની જ ક્ષતિ થશે; અને વળી, પ્રયોજનયુક્ત લક્ષ્યાર્થ લક્ષણાનો વિષય છે એમ કહેવું
. કેમ કે, વિષય અને પ્રયોજન બિલકુલ જુદાં જ છે. પ્રત્યક્ષ વગેરે પ્રમાણનો વિષય ઘટ વગેરે છે, જ્યારે પ્રકટતા કે સંવિત્તિરૂપ અર્થની પ્રાપ્તિ તે પ્રયોજન છે. તેથી પ્રયોજનથી યુક્ત લક્ષ્ય (અર્થ) ગૌણી અને લક્ષણાનો વિષય ન હોવાથી પ્રયોજનને વિષે વ્યંજનાવ્યાપાર જ (રહેલો છે).
તેમાં, મુખ્ય શબ્દશક્તિમૂલ વ્યંગ્યરૂપ વસ્તુ પદગત-જેમ કે,
મોક્ષ અને ભોગ આપનાર, હંમેશ સારો ઉપદેશ આપવામાં તત્પર એવો વેદ (/સજ્જનનું આગમન) કોને આનન્દ ન આપે ? (૫૮)
કોઈક (નાયિકા) સતિ આપનારને આ પ્રમાણે મુખ્ય વૃત્તિ (= અભિધા)થી કહે છે તે “' પદ વડે પ્રકાશિત થાય છે.
અહીં, બે અર્થ વચ્ચે સાદશ્ય ન હોઈ ઉપમા નથી. વાક્યને વિષે, જેમ કે,
હે પથિક, અહીં આ પથરીલા ગામમાં સહેજ પણ પાથરણું નથી (પરંતુ) ઊંચે ચડેલાં વાદળોને (ઉન્નત, ઉઠાવવાળા સ્તનોને) જોઈને જ રહેવું હોય તો રહે.' (૫૯)
[સસરાતક- ૮૭૯]. અહીં, “ચારે પ્રહર ઉપભોગને કારણે અહીં નિદ્રા મેળવી શકાતી નથી. અહીં બધા જ અબુધ છે. તેથી ઉન્નત પયોધરવાળી મને ભોગવવા માટે જો રહેવું હોય તો રહે', એમ વ્યંજિત થાય છે. વાસ્યનો બાધ થતાં વ્યંગ્ય રહેલું હોવાથી એ બંને વચ્ચે ઉપમાનોપમેયભાવ નથી. તેથી (કોઈ) અલંકાર વ્યંગ્ય નથી.
અને વળી, જેમ કે,
હે રાજા ! તમે જેના ઉપર ગુસ્સે થાઓ છો તેને શનિ (ગ્રહ) અને અ-શનિ (= વજા) હણી નાંખે છે, અને જો પ્રસન્ન થાઓ છો તો તે ઉદાર (મહાદાનવીર) અને સ્ત્રીઓથી યુક્ત શોભે છે. (૬૦)
[કાવ્યપ્રકાશ ૪/૫૯] અહીં વિરોધીઓ પણ તને અનુસરવાને માટે એક થઈને કાર્ય કરે છે એમ વ્યત્યય દ્વારા ધ્વનિત થાય છે. મુખ્ય શબ્દશક્તિથી વ્યંજિત થતો અલંકાર, પદગત, જેમ કે,
રક્તપ્રવાહથી રંગાયેલ તલવાર વડે ભયંકરને સુંદર ભુજાયુક્ત અને એકદમ જ (ખેંચાયેલી) ભૂકુટિથી અંક્તિ થયેલ લલાટવાળા હે ભયંકર (રાજા) ! તું શોભે છે. (૬૧)
અહીં ‘ભીષણીય’નું ઉપમાન ભીમ છે. વાક્યને વિષે, જેમ કે, ઊંચા, જેના ઉપર હાર ડોલે છે તેવા, કૃષ્ણચંદનના લેપથી કાળા એવા તેના પુષ્ટ સ્તન કોને અભિલાષી (= આતુર) ન બનાવે ? (૬૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org