________________
૩૭
31. ૨. ખૂ. ૨૨-૨૩]
અત્યારે તેમનો – ‘રામ અને અર્જુનનો મેળાપ થયો છે.” (૪૧) અહીં વિરોધને લીધે પરશુરામ અને સહસ્ત્રાર્જુનનો (અર્થ નિશ્ચિત થાય છે.)
(સૈધવ = સિબ્ધ પ્રાન્તના) ઘોડાને લાવ, શિકાર ખેલીશ’. (૪૨) એમાં અર્થ એટલે કે પ્રયોજનને કારણે અશ્વને વિષે (અર્થ નિશ્ચિત બને છે).
‘અમારા ભાગ્યવિપર્યયને લીધે જ દેવ તેને ન ઓળખે તો’ (૪૩) એ સંદર્ભને લીધે દેવ શબ્દનું) ‘આપ’ - એ અર્થ વિષે (નિયંત્રણ થાય છે). પ્રકરણ અર્થાત્ સંદર્ભનો શબ્દ દ્વારા ઉલ્લેખ થતો નથી, જ્યારે અર્થ શબ્દવાળો હોય છે એટલો તે બે વચ્ચે તફાવત છે.
‘જેનું ધનુષ્ય ગાંડીવ છે તેવા અર્જુન સાથે કોણ સ્પર્ધા કરી શકે ?” (૪૪) અહીં, લિંગ અર્થાત્ ચિહ્ન દ્વારા (અર્જુન શબ્દ) પાર્થના (અર્થમાં નિયંત્રિત થાય છે).
‘શું શૃંગારી એવા દેવની સાક્ષાત્ ઉપદેશ-યષ્ટિ છે.’ (૪૫). એમ (શૃંગારી) એવા બીજા શબ્દના નિરૂપણ વડે (દવ એ પદનું) કામદેવ (ના અર્થ)માં (નિયંત્રણ થયું છે).
‘વસંતથી મત્ત થયેલ, પ્રિય અને ચિત્તને હરી લે તેવો કોકિલ કૂજન કરે છે.” (૪૬) અહીં સામર્થ્યને લીધે ‘વસંત’ અર્થને વિષે (મધુ પદનો અર્થ નિયંત્રિત થાય છે).
‘તન્વીનું, રતિ પરિસમાપ્ત થતાં સુરતને અન્ને મધુર લાગતાં નયનવાળું મુખ તારું દીર્ઘકાળ રક્ષણ કરો.” (૪૭)
[અમરુશતક- ૩] અહીં, ઔચિત્યથી (તુ પદનું નિયંત્રણ) પ્રસાદ-કૃપા' –ના અર્થમાં થાય છે).
અહો આ મહેશ્વરની કોઈ અનેરી કાન્તિ છે.” (૪૮) અહીં રાજધાની રૂપી પ્રદેશ દ્વારા (મહેશ્વર શબ્દનો અર્થ) રાજાને વિષે (નિશ્ચિત થાય છે).
‘દિવસે સૂર્ય પ્રકારો છે” (૪૯). તેમાં કાલવિરોષને લીધે (ચિત્રભાનુ પદ) સૂર્ય (અર્થ)ને વિષે (નિયંત્રિત થાય છે.)
‘મિત્ર અંધકારસમૂહને નષ્ટ કરે છે, મારા જેવાનાં નયનો ધન્ય છે.” (૫૦) એમાં, વ્યક્તિવિરોષને લીધે (મિત્ર શબ્દની) સુદૃને વિષે પ્રતીતિ થાય છે. સ્વર દ્વારા થતી અર્થવિશેષની પ્રતીતિ કાવ્યમાં ખાસ ઉપયોગી નથી તેથી તેનું ઉદાહરણ અપાયું નથી. ગુસ્સાને, લીધે યુદ્ધમાં સો કૌરવોને શું નહીં મથી નાખું?” (૫૧)
[વેણીસંહાર-૧.૫ગી એમાં - કાકુરૂપ સ્વરથી જ અર્થવિશેષની પ્રતીતિ થાય છે. ‘માદ્રિ શબ્દના ગ્રહણ દ્વારા અભિનય, અપદેશ, નિર્દેશક સંજ્ઞા, ઇંગિત, (તયા) આકારનું ગ્રહણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org