________________
३५
અ. ૬. સૂ. ૨૨-૨૨]
અહીં, ‘મારા પ્રિયતમની સાથે રમણ કરતી તારા વડે શત્રુભાવનું આચરણ કરાયું છે', તેવો લક્ષ્યાર્થ છે અને તે દ્વારા કામુક એવા પતિને વિષે અપરાધી હોવાની વિગતનું પ્રકાશન વ્યંજિત થાય છે.
વ્યંગ્યાર્થનું (વ્યંજ) જેમ કે,
હે વણિક, જ્યાં સુધી ચંચળ લટયુક્ત (= વિખરાયેલા વાળવાળા) મુખવાળી પુત્રવધૂ ઘરમાં ઘૂમે છે, ત્યાં સુધી હાથીઠાંત અને વ્યાઘ્રચર્મ અમારી પાસે ક્યાંથી હોય ? (૩૬) સપ્તશતક ૯૫૧]
અહીં, 'વિખરાયેલા વાળવાળા મુખવાળી એ શબ્દ દ્વારા સતત ક્રીડામાં આસક્તિ અને સતત સંભોગને કારણે આવેલી કુરાતા વ્યંજિત થાય છે.
વ્યંગ્યના પ્રકાર કહે છે
વ્યંગ્ય (અર્થ) શબ્દશક્તિમૂલ અને અર્થશક્તિમૂલ (એમ વિવિધ) છે. (૨૨)
શબ્દશક્તિમૂલ ને અર્થશક્તિમૂલ એમ બે પ્રકારનો વ્યંગ્ય (અર્થ) (સંભવે છે). ઉભયશક્તિમૂલ (વ્યંગ્યાર્થ) તો શબ્દશક્તિમૂલથી જુદો નથી, કેમ કે, તેમાં (= ઉભયરાક્તિમૂલમાં) મુખ્યતયા શબ્દનું જ વ્યંજત્વ હોય છે.
તેમાં શબ્દશક્તિમૂલ (વ્યંગ્ય) (વિષે) કહે છે
અનેક અર્થવાળા મુખ્ય શબ્દનો સંસર્ગ વગેરેને લીધે, તથા અમુખ્ય શબ્દનો મુખ્યાર્થબાધ વગેરે વડે, (મુખ્ય) વ્યાપાર નિયંત્રિત થતાં, વસ્તુ અને અલંકારના તથા વસ્તુના વ્યંજત્વમાં શબ્દશક્તિમૂલ વ્યંગ્યાર્થ પદગત અને વાયગત (એમ વિવિધ પ્રાપ્ત થાય છે). (૨૩)
-
અનેક અર્થવાળા મુખ્ય શબ્દના અભિધાવ્યાપારમાં સંસર્ગ વગેરે દ્વારા મુખ્ય (અર્થ) નિયંત્રિત થતાં તથા ગૌણ અને લાક્ષણિક રૂપી અમુખ્ય શબ્દના મુખ્યાર્થબાધ, નિમિત્ત અને પ્રયોજન દ્વારા (અનુક્રમે) ગૌણી અને લક્ષણારૂપી વ્યાપાર નિયંત્રિત થતાં, મુખ્ય શબ્દ વડે વસ્તુ અને અલંકારનું વ્યંજફ્ક્ત તથા અમુખ્યના વસ્તુવ્યંજત્વમાં શબ્દશક્તિમૂલ વ્યંગ્ય પ્રાપ્ત થાય છે અને તે દરેક બે પ્રકારનો છે – પદગત અને વાક્યગત.
સંસર્ગ વગેરે આ (હેતુઓ) ભર્તૃહરિએ કહ્યા છે
(૮) સંસર્ગ, વિપ્રયોગ, સાહચર્ય, વિરોધ, અર્થ, પ્રકરણ, લિંગ, બીજા શબ્દની સન્નિધિ, સામર્થ્ય, ઔચિત્ય, દેશ, કાળ, વ્યક્તિ, સ્વર વગેરે (નિયામકો) શબ્દના અર્થનો નિર્ણય ન થતો હોય ત્યારે, વિશેષ (અર્થના નિર્ણયમાં) હેતુરૂપ બને છે.’’ [વાક્યપદીય - ૨.૩૧૭]*
જેમ કે,
‘હાલમાં આ વન ભયરહિત (બન્યું છે) જ્યાં લક્ષ્મણ સાથે રામ રહેલા છે.’ (૩૮)
(તથા) ‘સીતા વિના રામ અત્યન્ત મોહ પામે છે’ (૩૯)
(તેમાં અનુક્રમે) સંસર્ગ અને વિપ્રયોગ દ્વારા ઠારથપુત્ર રામને વિષે (અર્થ નિયંત્રિત થાય છે).
‘બુધ અને મંગળ તેના ઉત્કર્ષમાં અનુકૂળ બન્યા. (૪૦)
તેમાં સાહચર્યથી ખાસ ગ્રહને વિષે (નિયંત્રિત બને છે).
*
કાવ્યાનુશાસન, આવૃત્તિ મુંબઈ ૬૪, ના પૃષ્ઠ ૬૪ની પા.ટી. પ્રમાણે બીજો શ્લોક વાક્યયદીયની બનારસની S.S.આવૃત્તિમાં વાંચવા મળતો નથી, જો કે આ શ્લોકની પુણ્યરાજની વાક્યપદીયની ટીકાનો પાછળનો અંશ મળે છે. વળી સરખાવો શ્લોક ૩૧૬ જેમાં ઔવિત્ય, વેશ અને ાત વાંચવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org