________________
૨૨
. ૨. મૂ. ૨૦-૨૧]
અહીં, ‘ઉપપતિને વિષે અભિસરણ કરવું યોગ્ય નથી’, એમ ધ્વનિત થાય છે. દેશવિશેષથી (અર્થવ્યંજક્તા) જેમ કે,
હે સખીઓ ! તમે બીજેથી પુષ્પો એકઠાં કરો. હું અહીં કરું છું, કેમ કે હું દૂર સુધી ફરવાને શક્તિમાન નથી. તમે કૃપા કરો. હું તમને હાથ જોડું છું. (૩૩)
અહીં, “આ એકાન્તસ્થળ છે (તેથી) તું અહીં પ્રચ્છન્ન કામુકને મોકલ’, એમ (પોતાની) વિશ્વાસુ (સખી)ને કોઈક (નાયિકા) નિવેદન કરે છે.
કાલવિશેષથી (અર્થવ્યંજક્તા) જેમ કે,
ગુરુજનોને પરવશ હે પ્રિય ! મંદ ભાગ્યવાળી હું તમને શું કહ્યું? આજે પ્રવાસે જાય છે તો જા - કરવા યોગ્ય તું જાતે જ સાંભળીશ. (૩૪)
સિપ્તશતક- ૮૫૧] આજે જો વસંતઋતુમાં તું જશે તો હું નહીં રહું (= જીવીશ નહીં). તારી ગતિ હું ન જાણું - એમ વ્યંજિત થાય છે.
હાવભાવ વડે (અર્થવ્યંજક્તા) જેમ કે,
હું દરવાજા પાસે પહોંચતાં જ, સૌંદર્યના સારરૂપ લક્ષ્મીએ (= અત્યન્ત સુંદર સ્ત્રીએ) પોતાની સાથળો પહોળી કરી ફરી એકબીજા સાથે ચોંટાડી દીધી. માથા ઉપર આગળ વસ્ત્ર ખેંચી લીધું. ચંચળ નયન નીચે ક્ય. વાણી અટકાવી દીધી અને બે ભુજાઓને સંકોચાવી દીધી. (૩૫)
અહીં, ચેષ્ટા વડે, છુપાયેલા પ્રિયજન વિષેનો ખાસ ઈશારો વ્યંજિત થાય છે. આ રીતે, વક્તા વગેરેના બે કે ત્રણના યોગમાં પણ વ્યંજત્વ સમજી લેવું જોઈએ. તેમાં વક્તા અને બોદ્ધાના યોગમાં, જેમ કે, અત્ત પ્રત્યે વગેરે.
અહીં, વક્તા અને બોદ્ધાની પર્યાલોચના વડે ‘સૂઈ રહે એમ વિધિરૂપ વ્યંગ્યાથેની પ્રતીતિ થાય છે. આ રીતે, બે વિગતના યોગમાં કે ત્રણ વિગતના યોગને વિશે પોતે ઉદાહરણ કલ્પી લેવું. આ બધાં (ઉદાહરણો)માં મુખ્યાર્થનું વ્યંજકત્વ ઉદાત થયું છે.
અમુખ્ય (અર્થ)નું (વ્યંજત્વ), જેમ કે,
હે સખી, તે સુભગને વારંવાર સાધતી તું મારે કારણે કષ્ટ પામી છો. સદ્દભાવના અને સ્નેહને અનુરૂપ જે કરવા યોગ્ય હતું તે તારા વડે કરાયું. (૩૬)
[સપ્તશતક- ૮૬૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org