________________
4. ૬. ખૂ. ૨૦-૨૧]
અહીં, દૂતીનો તે કામુક સાથેનો ઉપભોગ વ્યંજિત થાય છે. કાકુ એટલે ધ્વનિનો વિકાર. તેની વિશેષતાથી (અર્થની વ્યંજક્તા) જેમ કે,
રાજસભામાં પાંચાલતનયા (= દ્રૌપદી)ને તે પ્રકારે જોઈને, વનમાં શિકારીઓ સાથે લાંબા સમય સુધી વલ્કલ ધારણ કરીને રહ્યા. વિરાટના આવાસમાં ગુપ્ત રીતે અનુચિત કાર્ય કરતા રહ્યા. (છતાં અત્યારે) ખિન્ન એવા મારા પ્રતિ ગુરુ ( મોટાભાઈ) ખેદ કરે છે, હજુ પણ તે કરવો પ્રત્યે નહીં. (૨૮)
વેણીસંહાર-૧.૧૧] અહીં, ‘મારે વિષે ખેદ કરવો યોગ્ય નથી પણ કુરુઓ પ્રતિ (કરવો) યોગ્ય છે', એમ કાકુ વડે પ્રકાશિત થાય છે.
વાયગત વિશેષ દ્વારા (અર્થવ્યંજક્તા) જેમ કે, (જેને) લક્ષ્મી મળી ગઈ છે તેવા શા માટે ફરી મને મથવાનું કષ્ટ ઉઠાવે ? આળસરહિત મનવાળા તેને વિષે પહેલાંની જેમ નિદ્રા આવે તેમ લાગતું નથી. બધા દિપોના સ્વામીથી અનુસરતો તે ફરી શા માટે સેતુ બાંધે? તમે પાસે આવતાં, આવા તર્કવિતર્ક પામતો હોય તેમ સાગરનો કંપ જાણે કે જણાય છે. (૨૯)
અહીં નારાયણરૂપતા વ્યંજિત થાય છે. વાચ્યગત વિરોષથી (અર્થવ્યંજક્તા) જેમ કે,
હે તવી ! સરસ કેળની હારમાળાથી અત્યંત શોભતો, કુંજની શોભાને લીધે રમણીઓના હાવભાવને અંકુરિત કરતો, આ નર્મદાનો પ્રદેશ છે, ત્યાં રતિક્રીડાના મિત્ર (સમા) પવનો વાય છે અને તેમની આગળ વિના કારણે ગુસ્સે થયેલ કામદેવ ધસે છે. (૩૦)
અહીં, “પ્રેમ કરવા માટે પ્રવેશ (કર) એમ વ્યંજિત થાય છે. બીજા સાથેની નજદીકી (= અચાસત્તિ) દ્વારા (અર્થવ્યંજક્તા) જેમ કે,
કઠોર હૃદયની સાસુ મને ઘરનાં સર્વકામ સોંપે છે. સાંજના સમયે ક્ષણમાત્રનો વિશ્રામ મળે તો મળે, કે ન ય મળે ! (૩૧)
[સપ્તશતક-૮૭૫] અહીં “સંધ્યા સમય સંકેતક છે” એમ તટસ્થ પ્રતિ કોઈક (નાયિકા) વડે ઘોતિત થાય છે. પ્રસ્તાવ (અર્થાત્ સંદર્ભ) વડે (અર્થવ્યંજક્તા) જેમ કે,
હે સખી ! સંભળાય છે કે, તારો પ્રિય આજે પ્રહરમાત્રમાં આવશે. તો કેમ આમ જ ઊભી છો ? કરવાયોગ્ય તૈયારી કરો. (૩૨)
સિપ્તશતક- ૯૬ ૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org