________________
સ. ૨. . ૨૦-૨૧]
ક્યારેક, વાચ્ય કરતાં ભિન્ન વિષયરૂપે વ્યવસ્થિત થયેલ (વ્યંગ્ય) જેમ કે, પ્રિયાના વ્રણયુક્ત ઓછને જોઈને કોને રોષ ન થાય? હે ભ્રમરસહિતના કમળને સૂંઘવાની ટેવવાળી અને વાર્યા છતાં ન માનનારી! હવે ભોગવ (તારાં કરમનાં ફળ) ! (૨૫)
સિપ્તશતક- ૮૮૬] અહીં, વાચ્યાર્થ સખીને ઉદ્દેશીને છે તો વ્યંગ્ય તેના પતિ કે ઉપપતિ વગેરેને અનુલક્ષીને છે.
આ રીતે અલંકારભેદ તથા રસાઠિભેદ વ્યંગ્ય છે (અને) મુખ્ય વગેરે (અર્થ)થી જુદા છે તેમ જાણવું. તે રૂપી વિષયવાળો શબ્દ વ્યજક (કહેવાય) છે.
મુખ્યા વગેરે તે શક્તિઓ (કહેવાઈ છે). (૨૦) મુખ્યા, ગણી, લક્ષણા અને વ્યંજકત્વ (અર્થાત્ વ્યંજના) રૂપી શક્તિઓ એ મુખ્ય વગેરે શબ્દોના વ્યાપારરૂપ છે. તેમાં, સંકેતની અપેક્ષા રાખતી વાચ્યાર્થ આપતી શક્તિ મુખ્યા અને અભિધા કહેવાય છે. મુખ્યાર્થબાધ વગેરે સહકારની અપેક્ષા રાખી અર્થ આપતી શક્તિ તે ગૌણી અને લક્ષણો. તે શક્તિથી જન્મેલ અર્થના જ્ઞાનથી પવિત્ર થયેલા અને પ્રતિપત્તાની પ્રતિભાના બળે અર્થનું દોહન કરતી શક્તિ તે વ્યંજકત્વ.
અભિધા પછી, જો કે, અન્વયની પ્રતિપત્તિમાં નિમિત્ત બનતી તાત્પર્યશક્તિ પણ છે. તેનો વિષય બનતો તાત્પર્ય અર્થ પણ છે, તો પણ તે બંને વાક્યના વિષય છે, (શબ્દના નહીં), તેથી અહીં તે કહેવાયા નથી.
વકતા વગેરેના વૈશિષ્ટયને લીધે, અર્થનું પણ વ્યંજકત્વ (સંભવે છે). (૨૧)
વક્તા, પ્રતિપાઘ (વિગત), કાકુ, વાક્ય, વાચ્ય, અન્યાસત્તિ, પ્રસ્તાવ, દેશ, કાલ, ચેષ્ટા વગેરેને લીધે મુખ્ય, અમુખ્ય કે વ્યંગ્યરૂપ અર્થનું પણ વ્યંજકત્વ (સંભવે છે).
વિશિષ્ટ વક્તાને લીધે (અર્થની વ્યંજકતા) જેમ કે, -
હે પાડોશણ ! અહીં અમારા ઘરમાં પણ ઘડીભર નજર રાખજે : આ બાળકનો પિતા હાલમાં કૂવાનું નિઃ સ્વાદ પાણી મોટે ભાગે પીતો નથી. (તેથી પાણી માટે) હું એકલી હોવા છતાં અહીંથી, તમાલથી ઘેરાયેલા ઝરણા પર જાઉ તે વધુ સારું; ભલે પછી નેતરની ગાંઠોના કાપેલા જૂના ભાગ (મારા) શરીર પર ઉઝરડા કરે. (૨૬).
કિવીન્દ્રવચનસમુચ્ચય ૫૦૦; વિઘાનું પઘ] અહીં છુપાઈને કરાતા પ્રેમનું ગોપન વ્યંજિત થાય છે. પ્રતિપાઘ વિગતના વૈશિફ્ટથી (અર્થવ્યંજક્તા) જેમ કે,
સ્તન ઉપરનું ચંદન પૂરેપૂરું નીકળી ગયું છે, અધરનો રંગ લુછાઈ ગયો છે, આંખો અત્યંત અંજનરહિત છે, તારું આ પાતળું શરીર પુલક્તિ બનેલું છે. હે મિથ્યા બોલનારી, ને બાંધવજન-સખી–ની પીડાને ન જાણનારી દૂતી, તું અહીંથી વાવમાં સ્નાન કરવા ગઈ હતી; તે અધમની પાસે નહીં. (૨૭) [અમરુશતક-૧૦૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org