________________
२७
ગ. ૨. સૂ. ૨૧]
અહીં, ‘નીચે પડેલાં પુષ્પો વીણી લે, શેફાલિકાને હલાવ નહીં', એમ વિધિ અને નિષેધના કથનમાં હે સખી, છુપાઈને કરાતા પ્રેમપ્રસંગ દરમ્યાન કંકણનો અવાજ ન કરવો જોઈએ’. એમ બીજો નિષેધ પ્રતીત થાય છે.
ક્યારેક વિધિમાં વિધિ અને નિષેધ (બંને)નો અભાવ (વ્યંજિત થાય છે) – જેમ કે,
હે કૃશોદરિ ! ધીમેથી જા, જમીન ઉપર પગલાં કાળજીથી મૂક, હે વિશાળ સ્તનવાળી (૮) ભાંગી જઈશ ! વિધિએ (તેને) મુશ્કેલીથી ઘડી છે. (૨૧)
અહીં “ધીમેથી જાએ વિધિના કથન દ્વારા વિધિ કે નિષેધ નહીં પણ કેવળ વર્ણન જ પ્રતીત થાય છે. ક્યારેક નિષેધમાં વિધિ કે નિષેધ (બને)નો અભાવ (વ્યંજિત થાય છે, જેમ કે,
અરે ઓ ! પ્રસન્ન થા, પાછી વળ! મુખચન્દ્રની ચાંદનીથી અંધકારના સમૂહને લોપનારી હે અભાગણી ! તું બીજી અભિસારિકોને માટે પણ વિપ્ન સર્જે છે. (૨૨)
સિપ્તશતક-૯૬૨] અહીં ‘પાછી વળ’ એ નિષેધકથનમાં નિષેધ કે વિધિ નહીં પણ મુખરૂપી ચન્દ્રની કાન્તિનું વર્ણન જ પ્રતીત થાય છે.
ક્યારેક, વિધિ-નિષેધના કથનમાં (તે) બંનેનો અભાવ (વ્યંગ્ય) જેમ કે,
તું જા, મારી એકલીના જ નિ:શ્વાસ અને રુદન ભલે રહે, પણ તેના વિના દાક્ષિણ્યથી પીડાયેલા તમારા પણ તે (= નિ:શ્વાસ અને રુદન) ન થાઓ. (૨૩)
સિપ્તશતક- ૯૪૪] અહીં, “મારે પક્ષે જ નિઃશ્વાસ અને રુદન ભલે થાઓ તેના વગર તારા પણ (નિઃશ્વાસ અને રુદન) ન થાઓ', એ પ્રમાણે વિધિ અને નિષેધના કથનમાં, નહીં વિધિ કે નહીં નિષેધ; પણ જેણે જુઠાણું આચર્યું છે તેવા પ્રિયતમને વિષે ઠપકો જ પ્રતીત થાય છે.
ક્યારેક વિધિ કે નિષેધના અભાવમાં, બંનેનો અભાવ (વ્યંગ્ય) જેમ કે,
હે રયામલ અંગવાળા, નખના અગ્રભાગના ચિહ્નથી શણગારાયેલ શરીરયુક્ત (તથા) નિદ્રાથી ચકળવકળ થતાં લોચનવાળા તમે મારા હૃદયને તેટલા પીડા નથી આપતા, જેટલા વ્રણરહિત ઓષ્ઠવાળા (તમે પીડા આપો છો). (૨૪)
સિસશતક- ૯૩ ૭] ‘જેનો મત્સર દૂર થયો છે તેવી મને, તારા શરીર પર લાગેલા નખાત વગેરેનાં ચિહ્ન એટલાં દુઃખદાયક નથી, જેટલી અર્ધી સંભોગક્રિયા દ્વારા અધરોષ્ઠના દંશની અનુપસ્થિતિ (ખેદ દાયક છે) એમ ઈર્ષ્યા અને કોપનું ગોપન ઉપભોગના પ્રકાશન દ્વારા કરવામાં આવ્યું છે એમ વાચ્યાર્થ થયો. તેના બળથી નિષ્પન્ન થતો, સદયો વડે ઉપેક્ષિત એવો અર્થ - જેમ કે, અત્યંત વહાલપને કારણે તું પેલીને વિષે કેવળ મુખચુંબનમાં જ પ્રવૃત્ત થયો અને તેથી એ અભાગણીને માટે અધર-દશનનો અવસર જ પ્રાપ્ત ન થયો એમ તું એને અત્યંત પ્રિય છે એટલું જ નહિ પણ તને ય એ ખૂબ ગમે છે એટલે હવે અમે તારા પ્રેમને વિષે નિરાશ થયા છીએ' એવો નાયિકાનો અભિપ્રાય વ્યંગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org