________________
. ૨. ખૂ. ૬૧].
२५ અહીં, “અમે લૂંટાઈએ નહિ તે રીતે તું જાગતો રહેજે' એ વિધિ (પરક) અર્થના કથનમાં રાત્રિ અત્યંત અંધકારમય છે, પતિ બહારગામ ગયો છે, ઘેર કોઈ નથી, આથી તું ભયરહિત થઈ મારી પાસે આવ એમ બીજો વિધિ (પરક) અર્થ પ્રતીત થાય છે.
ક્યારેક નિષેધ (પરક અર્થ)માં બીજો નિષેધ (વ્યંગ્ય) જેમ કે,
જાણ થયા વગર જેટલું પ્રાપ્ત થયું તેટલાથી જ ધીરજ ધર. હે બળદ ! હવે અટકી જા. માલિકનું ખેતર (હ) રક્ષાય છે. (૧૬)
સિપ્તરશતક- ૯૫૮] અહીં, માલિકના ખેતરમાં દુષ્ટ એવા બળદના નિવારણરૂપી નિષેધ વાક્યમાં ઉપપતિના નિવારણરૂપી બીજો નિષેધ પ્રતીત થાય છે.
ક્યારેક વિધિ અને નિષેધ (બંને ન હોતાં) વિધિ (વ્યંગ્ય) જેમ કે,
મહુડાનાં ફૂલોથી શું? હે પથિક ! જો તું (મારા) નિતંબ ઉપરથી વસ્ત્ર હરી લઈશ તોય આ જંગલમાં હું કોને કહેવાની છું ? (કેમ કે) ગામ દૂર છે અને (અહીં) હું એકલી છું. (૧૭) [સપ્તશતક- ૮૭૭]
અહીં વિધિ અને નિષેધનું (સ્પષ્ટ) થન નથી, છતાં, હું એકાકી છું, ગામ દૂર છે, તેથી નિર્જન સ્થળ હોવાથી મારા નિતંબનું વસ્ત્ર પણ હરી લે’ - એ વિધિ પ્રતીત થાય છે.
ક્યારેક વિધિ અને નિષેધના અભાવમાં નિષેધ (વ્યંગ્ય) જેમ કે, -
મારી જીવવાની આશા બળવાન છે (પણ) ધનની આશા દુર્બળ ( = નજીવી) છે. હે પ્રિય ! તું જા કે રહે, મારી અવસ્થા તો (મું) જણાવી દીધી. (૧૮)
અહીં, “જા” કે “ઊભો રહે' એમ વિધિ-નિષેધના અભાવમાં, “મારી જીવવાની આશા પ્રબળ છે, ધનની આશા ઓછી છે', એવા વચનથી “તારા વિના હું જીવી શકીશ નહિ', એવા અર્થનો આક્ષેપ થવાથી ગમનક્રિયાનો નિષેધ પ્રતીત થાય છે
ક્યારેક, વિધિનિષેધ (બંને હોતાં) બીજો વિધિ (વ્યંગ્ય) જેમ કે -
પોતાની પ્રિયાના દર્શન માટે ઉત્સુક હે પથિક ! તું બીજા રસ્તેથી જા (કેમ કે) અહીં આ અભાગિયા ગામમાં મકાનમાલિકની પુત્રી ન ઓળંગાય તેવી જાળ છે.” (૧૯)
સિસશતક- ૯૫૭]. અહીં, “બીજા રસ્તેથી જા” એ વિધિનિષેધનું અભિધાન હોતાં, “હે પોતાની કાન્તાના સૌંદર્યની બડાઈ મારતા મુસાફર, આ ગામમાં તમારા માલિકની પુત્રી દેખવા યોગ્ય રૂપવાળી છે', એવો બીજો વિધિ (૩૫) અર્થ પ્રતીત થાય છે -
ક્યારેક, વિધિનિષેધ હોતાં, અન્ય નિષેધ (વ્યંગ્ય) જેમ કે,
હે ખેડૂતની પુત્રવધૂ! (નીચે) પડેલાં પુષ્પો વીણી લે; પારિજાતને હલાવીશ નહીં. (તારા) આ બંધ પડતાં વિરસ લાગતો કંકણનો અવાજ સસરાએ સાંભળ્યો છે. (૨૦)
[સપ્તશતક- ૯૫૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org