________________
૬. ↑ K. ?]
२३
(૭) ‘‘વિશેષણ વિષે જેની શક્તિ ક્ષીણ થઈ જાય છે તેવી અભિધારાક્તિ વિશેષ્ય સુધી જતી નથી.’’ એ ન્યાયે, અહીં (કોઈ) પ્રયોજન પણ નથી. અવિનાભાવ (= નિત્ય) સંબંધ દ્વારા થતા આક્ષેપને વિષે જો લક્ષ્યત્વ સ્વીકારાય તો ‘ષ્ક્રિયતામ્’ માં કર્તાનું પણ (લક્ષ્યત્વ સંભવે) ‘’માં કર્મનું (લક્ષ્યત્વ સંભવે). ‘વિશ’, ‘પિણ્ડીમ્’ વગેરેમાં (અનુક્રમે) ‘ઘર’, ‘ખા’ વગેરેનું લક્ષ્યત્વ થશે. ‘પુષ્ટ દેવદત્ત દિવસે ખાતો નથી’ વગેરેમાં પુષ્ટત્વ થશે. ‘પુષ્ટ દેવદત્ત દિવસે ખાતો નથી’ વગેરેમાં પુષ્ટત્વ દ્વારા રાત્રિભોજન એવો અર્થ લક્ષિત થતો નથી. પરંતુ અર્થપત્તિથી આક્ષિસ થાય છે. અહીં, જ્યાં એક વસ્તુ પર અન્ય વસ્તુનો ઉપચાર થાય છે, તે થયો ગૌણ અર્થ (અને) એવું જ્યાં નથી ત્યાં લક્ષ્ય (અર્થ) (થાય છે) એમ તફાવત રહેલો છે. ‘શત’, ‘દ્વિરે’, ‘દ્વિ’ વગેરેમાં તો તે સાક્ષાત્ સંકેતનો વિષય હોવાથી તે મુખ્ય જ કહેવાય. અમે રૂઢિને લક્ષ્યાર્યના હેતુરૂપે કહી નથી.
(હવે) વ્યંગ્ય (અર્થ)નું લક્ષણ બાંધે છે
મુખ્ય વગેરેથી જુદો પ્રતીયમાન થતો વ્યંગ્યાર્થ ધ્વનિ કહેવાય છે. (૧૯)
મુખ્ય, ગૌણ, (અને) લક્ષ્ય અર્થથી અલગ પ્રતીતિનો વિષય બનતો અર્થ વ્યછ્ય (કહેવાય છે) અને તે જ ધ્વન્યતે, દ્યોત્યતે (અર્થાત્) ધ્વનિત કરાય છે, ઘોતિત થાય છે ‘ધ્વનિ’નામ આપ્યું છે અને આ (= ધ્વનિ) વસ્તુ, અલંકાર અને રસાદિ ભેઠે ત્રણ પ્રકારનો છે.
તેથી (તેને) પૂર્વાચાર્યોએ
તેમાં પ્રથમ ભેદ (વસ્તુધ્વનિ) મુખ્ય વગેરે અર્થથી એક્દમ જ જુદો છે. તે (વસ્તુનિ) વાચ્યાર્થ વિધિરૂપ હોતાં (ક્યારેક) પ્રતિષધરૂપ હોય છે જેમ કે,
*
‘હે ધાર્મિક, વિશ્વસ્ત થઈને ફર. (જેનાથી તું ડરતો હતો) તે કૂતરો આજે ગોદાવરી નદીના કુંજમાં રહેતા તે અભિમાની સિંહ વડે મારી નખાયો છે.’ (૧૩) [ગાથાસમાતી- ૨.૭૫]
અહીં, ‘શાંતિથી ફર’ એ વિધિવાક્યમાં, ‘ત્યાં નિકુંજમાં સિંહ રહે છે અને તું કૂતરાથી પણ ડરે છે. તેથી તારે ત્યાં ન જવું જોઈએ' - એવો નિષેધ પ્રતીત થાય છે.
ક્યારેક (વાચ્યાર્થી) નિષેધ (પરક) હોતાં, વિધિ (વ્યંગ્ય) (બને છે) જેમ કે,
હે રાત્રે નહિ દેખનાર (= રતાંધળા) પથિક, અહીં સાસુ (મા) સૂએ છે ને અહીં હું. તે તું દિવસે (ખરાખર) જોઈ લે. ક્યાંક (રાત્રે) મારી શય્યામાં ન આવી પડતો. (૧૪)
[ગાથાસપ્તશતી ૭. ૬૭; સક્ષશતક - ૬ ૬ ૯]
અહીં, ‘અમારી પથારીમાં આવી પડીશ નહીં” એ નિષેધવાક્યમાં, ‘આ સાસુની પયારી અને આ મારી પથારી એમ દિવસે બરાબર જોઈ રાત્રે તારે અહીં આવવું' એમ વિધિ (પરક) અર્થ પ્રતીત થાય છે.
ક્યારેક (એક) વિધિ (પરક) (વાચ્યાર્થ)માં બીજો વિધિ (વ્યંગ્ય) જેમ કે,
આ દુષ્ટ રાત્રિ અત્યંત અંધારી છે અને પતિ પ્રવાસે ગયો છે, ઘરમાં કોઈ નથી (તેથી) હે પાડોશી ! તું એ રીતે જાગજે જેથી અમે લૂંટાઈએ નહીં. (૧૫) [ગાયાસસાતી- ૪.૩૫, સપ્તશતક-૩૩૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org