________________
અ. o. સૂ. ૮]
२१
લક્ષિત
અહીં, ( = ગૌણાર્થમાં) પોતાના અર્થની સાથે રહેતા ગુણો (જેવા કે) જડતા, મંદતા વગેરે થતા હોવા છતાં, ‘’શબ્દના અન્ય અર્થને કહેવામાં નિમિત્ત બને છે એમ કેટલાક માને છે, તો બીજા કેટલાક પોતાના અર્થની સાથે રહેતા ગુણોના અભેદને લીધે બીજાને વિષે રહેલા ગુણો જ લક્ષિત થાય છે પણ પરાર્થનું (=‘ગો’વિષયક અર્થનું) અભિધાન થતું નથી એમ માને છે. જ્યારે (વળી) બીજાઓના મતે સમાન ગુણોના આશ્રયથી પરાર્થ જ લક્ષિત થાય છે.
કાર્યકારણભાવનો સંબંધ (નિમિત્ત) હોતાં, (તેનાં ઉદા. છે) - ‘આયુષ્કૃતમ્’ અને ‘આયુવેવમ્' (= ધી એ આયુષ્ય છે’ અને ‘આ આયુષ્ય જ છે’.) અહીં, બીજા કરતાં જુદી રીતે અને ચોક્કસ જ કાર્ય કરવાની શક્તિરૂપી પ્રયોજન છે. તાદર્થ્ય સંબંધ હોતાં (ઉદા. છે) “ફન્ત્રાર્થા સ્થૂળા ફન્દ્ર:'' (= ઇન્દ્ર માટે રચેલ થાંભલાને ઇન્દ્ર કહે છે”), સ્વસ્વામિભાવ સંબંધ હોતાં (તેનું ઉદા. છે) ‘રાનીય: પુરુષ: રાના' ( = રાજાના સેવક માટે ‘રાજા’ એવો પ્રયોગ) તથા ‘ગ્રામસ્વામી ગ્રામ:' ( = ગામના મુખીને ગામ કહેવો), અવયવાવયવિભાવનો સંબંધ હોતાં ‘અપ્રસ્ત’એમ ફક્ત અવયવના આગળના ભાગને વિષે જ હસ્ત એવો પ્રયોગ, માનમેયભાવનો સંબંધ હોતાં, આઢક (= અમુક માપ, જેમ કે ૧ કિલો) ને વ્રીહિ (= ચોખા) (કહેવામાં આવે); સંયોગસંબંધ હોતાં રક્તદ્રવ્યના સંયોગને કારણે પટને પણ રક્ત (હેવામાં આવે), તાત્કર્ત્યનો સંબંધ હોતાં, જે સુથાર નથી તેને સુથાર (કહેવામાં આવે), અને વૈપરીત્યનો સંબંધ હોતાં, ભદ્રમુખવાળો ન હોય તેને પણ ભદ્રમુખવાળો (હેવાય).
(હવે) લક્ષ્ય અર્થનું લક્ષણ આપે છે
મુખ્યાર્થની સાથે સંબદ્ધ (અને) તે રૂપે જ લક્ષિત થતો (અર્થ) લક્ષ્ય (કહેવાય છે). (૧૮) મુખ્ય અર્થ (એટલે) (#ાયાં ઘોષ: વગેરેમાં) ગંગા વગેરે રશબ્દોનો પ્રવાહ વગેરે, તેનાથી સંબદ્ધ (એવો) તટ વગેરે અર્થ, તત્ત્વન (એટલે) (ગંગા શબ્દ સાથેના) અભેદથી લક્ષિત થતો (અર્થ) તે થયો લક્ષ્યાર્થ. ‘તત્ત્વન તક્ષ્યમાળ:' = એ રૂપે જ લક્ષિત થતો એ રાખ્ખો દ્વારા – ભેદ અને અભેદથી આરોપિત (એ વિગત) (લક્ષ્યાર્થમાં) નથી. (અર્થાત્ કેવળ અભેદ જ અહીં જણાય છે.) બાકીની,વિગત ગૌણ (અર્થના) લક્ષણ અનુસાર જ છે. તે (= લક્ષ્યાર્ય) જેનો વિષય છે તે શબ્દ લક્ષક (કહેવાય છે). જેમ કે, ‘કાયાં ઘોષ:' ( = ગંગામાં નેસ) (તા) ‘કુન્તા: પ્રવિન્તિ' (= ભાલાઓ પ્રવેશે છે). અહીં (અનુક્રમે) ગંગામાં નેસનું હોવું તથા ભાલાઓનો પ્રવેશ અસંભવ હોવાથી મુખ્યાર્થનો બાધ થાય છે. સામીપ્ય અને સાહચર્ય એ (અહીં) (અનુક્રમે) નિમિત્ત છે (તથા) ગંગાતટ અને ભાલાધારીઓ એવા પ્રયોગથી જેની તે પ્રકારની પ્રતીતિ થતી નથી તે પાવનત્વ (તથા) રૌદ્રત્વ વગેરે ધર્મોનું તે પ્રકારનું પ્રતિપાદન થાય તે તેનું પ્રયોજન છે.
-
અહીં ‘“ગૌર્નુવન્ધ્ય:’’ (= ગોધો હોમવો) એ ઉદાહરણ આપવું યોગ્ય નથી, કેમ કે, અહીં શ્રુતિ દ્વારા આદિષ્ટ એવું અનુબંધન જાતિને વિષે સંભવતું નથી. તેથી જાતિ સાથે અવિનાભાવ ( = નિત્ય) સંબંધે રહેતી વ્યક્તિનો આક્ષેપ થાય છે, પણ તે શબ્દ વડે કહેવાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org