________________
१९
. ૬. સૂ. ૨૬-૨૭].
અહીં, રાવણની વસે આંખોમાંના ચિત્ર્ય વડે નિર્વાહ પામેલ સ્વભાવોક્તિ, રસના અંગરૂપે પ્રયોજાઈ નથી. (હવે) શબ્દ અને અર્થનું સ્વરૂપ કહે છે -
મુખ્ય, ગૌણ લક્ષ્ય અને વ્યંગ્ય (એ ચાર પ્રકારના) અર્થના અનુસંધાનમાં શબ્દો (અનુક્રમે) મુખ્ય, ગૌણ, લક્ષક અને વ્યંજક (એમ ચાર પ્રકારના બને છે). (૧૫)
મુખ્ય અર્થ જેનો વિષય છે તે થયો મુખ્ય (શબ્દ), ગૌણ અર્થ જેનો વિષય છે તે થયો ગૌણ (શબ્દ), લક્ષ્યાર્થ જેનો વિષય છે તે થયો લક્ષક (શબ્દ) અને વ્યંગ્યાર્થ જેનો વિષય છે તે થયો વ્યંજક શબ્દ. વિષયના ભેદને કારણે શબ્દનો ભેદ સંભવે છે (એટલે કે) તે (ભેદ) સ્વાભાવિક નથી તેમ અર્થ થયો.*
(હવે) મુખ્ય અર્થનું લક્ષણ બાંધે છે – સાક્ષાત્ સંકેતનો વિષય બનતો (અર્થ) તે થયો મુખ્યાર્થ. (૧૬)
જ્યાં (જે અર્થને વિષે) વ્યવધાનવગર સંક્તકરવામાં આવે છે, તે, હાથવગેરે અવયવો કરતાં મુખજેમ ( સૌ પ્રથમ જણાય તેમ) બીજા અર્થો કરતાં સૌ પ્રથમ પ્રતીત થાય છે તેથી (તે) મુખ્ય છે અને તે જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્યરૂપ છે. તેનો વિષય બનતો શબ્દ (પણ) મુખ્ય (અને) વાચક કહેવાય છે. જેમકે, ગૌ, ગુવ7:, વત્નતિ અને સેવત્તઃ.
મહાભાષ્યકાર પણ કહે છે કે, (૬) “શબ્દોની પ્રવૃત્તિ ચાર પ્રકારની છે.”
જાતિ વગેરેનું સ્વરૂપ પ્રસ્તુત (વિષય) માં ઉપયોગી ન હોવાથી અહીં વિસ્તૃત કરાતું નથી. માત્ર જાતિ એ જ સંકેતનો વિષય છે એમ કેટલાક માને છે. તેનાથી યુક્ત (= જાતિવિશિષ્ટ) વ્યક્તિ(ને વિષે સંકેતો બીજાઓ (સ્વીકારે છે), તથા વળી બીજા અપોહમાં સકિત માને છે. (હવે) ગૌણ (અર્થ)નું લક્ષણ બાંધે છે –
મુખ્ય અર્થનો બાધ થતાં, (સંબંધરૂપી) નિમિત્ત અને પ્રયોજન હોય તો, ભેદ અને અભેદ દ્વારા આરોપિત (અર્થ) ગૌણ છે. (૧૭)
“વરી” (= વાહક બળદ છે) કે “રેવાય” (= આ બળદ જ છે) વગેરે વાક્યોમાં સાસ્નાદિયુક્ત (= ગળાની ગોદડી વગેરેથી યુક્ત હોવું) વગેરે રૂપ મુખ્ય અર્થનો પ્રત્યક્ષ વગેરે પ્રમાણ દ્વારા બાધ થતાં, સાદશ્યસંબંધ વગેરે નિમિત્ત હોતાં અને સદશ્યમૂલક તદ્રુપતા = તાદાત્યના બોધરૂપી પ્રયોજન હોય ત્યારે આરોગ્ય - આરોપ કરવા યોગ્ય વિગત – તથા, જેના ઉપર આરોપ કરવામાં આવે છે તે આરોપવિષય - એ બે વચ્ચે (અનુક્રમે) ભેદ અને અભેદ દ્વારા સમારોપિત થતો, તે પ્રકારનો (= મુખ્યાર્થ) ન હોવા છતાં તે રૂપે (= મુખ્યાર્થ રૂપે) નિશ્ચિત થતો – સ્વીકારાતો, ગુણોને લીધે આવેલો હોઈ ગૌણ (અર્થ) કહેવાય છે. તેનો વિષય બનતો શબ્દ પણ “ગૌણને “ઉપચરિત” (એમ) કહેવાય છે. તેમાં (= ગૌણાર્થમાં) સાદયસંબંધ નિમિત્ત હોતાં ભેદ વડે આરોપિત હોય તેનું ઉદા. છે – “દીલ” - “વાહીક બળદ છે'. આ (ગૌણાર્થ) આગળ કહેવાનાર રૂપક અલંકારનું બીજ છે. અભેદ દ્વારા આરોપણનું ઉદા. છે – “રેવાયખું” - “આ બળદ જ છે' - આ (ગોણાર્થ) અતિશયોક્તિના પ્રથમ ભેદનું (બીજ છે). * અર્થાતુ, અમુક શબ્દ મુખ્ય અને અમુક ગૌણ તે તેના વિષયના અનુલક્ષમાં સાપેક્ષ રીતે કહેવાય છે. તેથી એકનો એક શબ્દ
જુદા જુદા સંદર્ભમાં મુખ્ય, ગૌણ, લક્ષક કે વ્યંજક બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org