________________
૩૬. ?. સૂ. ૪]
અત્યંત પરિપોષ ન હોય તેવા (અલંકારનું ઉદા.) જેમ કે,
ગુસ્સાને લીધે, પોતાના કોમળ અને હાલતા બાહુરૂપી લતાના પારાથી દૃઢ રીતે બાંધીને, શયનક્ષમાં લઈ જઈને સાંજે સખીઓની સામે, ‘ફરી આવું નહિ થાય' એવી અસ્પષ્ટ ને મધુર વાણીથી દુરાચાર સૂચવીને, રડતી પ્રિયતમા દ્વારા, (પોતાનો ગુનો) સંતાડવા માટે હસતો એવો જે પ્રિય, માર ખાય છે તે ધન્ય છે. (૯)
[અમરુશતક - ૯]
અહીં શરૂ કરેલ રૂપક (અલંકાર) પૂરેપૂરો નિર્વાહ પામેલ નથી, જે (વિગત) રસને વિષે ઉપકારક બને છે.
१७
તેમ ન હોય (તેનું ઉદા.) જેમ કે,
પાંપણરૂપી કમાડ સારી રીતે બંધ કરેલ છે તેવું નયનરૂપી દ્વાર પોતાના રૂપના ધક્કાથી ખોલીને મારા દેહરૂપી ઘરમાં તે હૃદયની ચોરી કરનારી પ્રવેશી છે. (૧૦) [ભાસકૃત] [અભિનવ ભારતીમાં ઉદ્ધૃત
અહીં ‘નયનરૂપી દ્વાર’ એટલું જ રૂપક શૃંગારને અનુરૂપ અને સુંદર છે, અન્ય રૂપકો નહીં. છેક સુધી અલંકારનો નિર્વાહ કરવામાં આવ્યો હોય છતાં તે અંગભૂત હોય તેનું ઉઠા. જેમ કે,
પ્રિયંગુલતામાં (તેના) અંગને, ગભરાયેલી હરિણીની દૃષ્ટિમાં (તેના) કટાક્ષને, ચંદ્રમાં (તેના) કપોલની કાન્તિને, મોરનાં પીંછાંમાં (તેના) કેશને, નદીનાં નાનાં મોજામાં (તેના) ભૂવિલાસને હું જોઉં છું, પણ અફસોસ ! હે ભીરુ ! ક્યાંય પણ એક ઠેકાણે તારું (સમગ્ર) સાદશ્ય રહેલું નથી. (૧૧) [મેઘદૂત- ૨,૪૧]
અહીં, જે તે ભાવના અધ્યારોપરૂપ ઉત્પ્રેક્ષાનું અનુપ્રાણક એવું સાદશ્ય જે રીતે આરંભાયું છે, તે જ રીતે (છેક સુધી) નિર્વાહ પામ્યું છે, (તેથી) વિપ્રલંભ રસને ઉપકારક છે.
તેમ ન હોય તેનું ઉદા. જેમ કે,
ન
નીચે નમેલી, વળેલી, ઉત્સુક, હસતી, અભિપ્રાયયુક્ત, ત્રાંસી, પહોળી થયેલી, પ્રસન્ન, અડધી મીંચેલી, પ્રેમભરી, ધ્રૂજતી, સ્થિર, ઊંચે ઉઠાવેલ ભ્રમરવાળી, ખૂણા તરફ વળેલી, વિકસિત, મીંચેલી, તરંગથી પૂર્ણ, આંસુસભર આંખ (શૃંગાર) રસને લીધે જુદી જુદી ક્રિયા કરી રહી છે. (૧૨).
Jain Education International
For Private & Personal Use Only
[બાલરામાયણ-૨,૧૯]
www.jainelibrary.org