________________
અ. ૨. સૂ. ૨૪]
१५ અહીં, ઉપમા અને તેનો સહાયક શ્લેષ (બંને અલંકારો) ભાવિ ઇર્ષાવિપ્રલંભ (રસ)ની ચર્વણા પ્રતિ અભિમુખ કરતા હોય તે રીતે યોગ્ય સમયે રસની મુખ્ય અવસ્થામાં પ્રયોજાયા હોઈ (તેને) ઉપકારક છે.
તે પ્રમાણે ન હોય (તેનું ઉદા.) જેમ કે,
વિષધર દ્વારા વાયુરૂપ આહારને લીધે જગતને શ્વાસમાં લઈ (તેને) નિ:શેષ કરી દીધું. તે (સર્પ) વળી વાદળમાંથી (વરસતા) જળબિંદુ (લેવાના) તીવ્રવ્રતવાળા મોર વડે ગળી જવાયા. તે પણ મૃગચર્મરૂપી વસ્ત્રવાળા કર શિકારીઓ વડે નાશ પામ્યા. દંભને સ્પષ્ટ જાણવા છતાં અભાગી મનુષ્ય ગુણોની ઇચ્છા (= અપેક્ષા) રાખે છે. (૬)
ભિલ્લટશતક-૮૭] અહીં, ‘વાતહારત્વ’નું કથન પછી થવું યોગ્ય હતું છતાં પહેલાં કહેવાયું છે. તેથી (સર્જાતો) અતિશયોક્તિ (અલંકાર) કસમયે સ્વીકારાયો છે. જેમ કે, પ્રથમ પાદમાં, પહેલેથી જ હેતૂસ્વેક્ષા વડે જે અતિશયોક્તિનું નિરૂપણ કરાયું છે, તે – પ્રસ્તુત એવો નિર્વેદ કે જે દંભના પ્રકર્ષના પ્રભાવથી તિરસ્કૃત થતા ગુણોના સમૂહ માટે થતા શોક સ્વરૂપે છે તેના અંગરૂપ બનતું નથી (કેમ કે, “વાતાહારત્વથી પાણીનું ટીપું પીવાનું વ્રત તે અધિક દંભ છે તેમ નથી, તથા તેનાથી અધિક દંભ મૃગચર્મના વસ્ત્ર (ને ધારણ કરવામાં) છે તેવું પણ નથી.
(એકવાર) સ્વીકારાયેલ (અલંકાર)નો પણ યોગ્ય સમયે ત્યાગ (કરવામાં આવે તેનું ઉદા.) જેમ કે,
તું નવપલ્લવો વડે રક્ત છે, હું પણ પ્રિયાના વખાણવાલાયક ગુણોથી (અનુરક્ત છું). હે મિત્ર ! તારી પાસે ભ્રમરો આવે છે. મારી માસે પણ કામદેવના ધનુષ્યમાંથી છૂટેલ બાણ (આવે છે) : પ્રિયતમાના પાદપ્રહારથી તને હર્ષ થાય છે તે જ રીતે મને પણ (હર્ષ થાય છે). હે અશોક ! આપણા બે વચ્ચે બધું જ સરખું છે પરંતુ (ફક્ત ફેર એટલો છે કે, વિધાતાએ મને શોક્યુક્ત કર્યો છે. (૭) હિનુમન્નાટક-૫.૪]
અહીં, પ્રબંધવ્યાપી શ્લેષ (અલંકાર) વ્યતિરેક (અલંકાર)ની વિલક્ષાથી છોડી દેવાયો છે, જે વિપ્રલંભને ઉપકારક બને છે.
તેમ ન હોય (તેનું ઉદા.) જેમ કે,
(જેની) આજ્ઞા ઇન્દ્રને માટે શિરોધાર્ય છે, શાસ્ત્રો (જેની) નવી આંખો (સ્વરૂપ) છે, ભૂતપતિ શંકર (ને વિષે) ભક્તિ છે, લંકા નામે દિવ્ય નગરી (તેનું) સ્થાન છે, બ્રહ્માના વંશમાં જન્મ છે. તેથી આવો વર (બીજો) ન મળે; ઓહ! પણ જો આ ‘રાવણ ન હોત તો ? અથવા બધે બધા ગુણો ક્યાંથી હોય? (૮)
[બાલરામાયણ-૧.૩૬] અહીં, ‘જો રાવણ ન હોય તો આ શબ્દોથી જ ત્યાગ કરવો ઉચિત હતો; કેમ કે, રાવણ’ એટલે જગતને આઝંદ કરાવનાર વગેરે રૂ૫ બીજા અર્થનું પ્રતિપાદન કરતો અર્થ જનકના ધર્મવીરને વિષે અનુભાવરૂપ બને છે. ઐશ્વર્ય, પાણ્ડિત્ય, શંકર વિષેની ભક્તિ, વિશિષ્ટ દેશ, ઊંચું કુળ, - આ બધું લોકોને પીડા આપનાર અધર્મીને વિષે ફલપ્રદ નથી (પણ) તેવા અર્થના તિરસ્કારરૂપે જ રાવણની ચેષ્ટાનું ! નિરૂપણ થવું જોઈએ. (હવે) “ નુ પુનઃ' વગેરે દ્વારા જે બીજાનું ગ્રહણ થયું છે તે જો સસંદેહરૂપે યોજાયું હોય અથવા આક્ષેપરૂપે યોજાયું હોય અથવા તો “આવો વર મળે નહીં” એમ અર્થાન્તરન્યાસરૂપે નિરૂપાયું હોય - તોપણ (તેનાથી) પ્રસ્તુત એવા ધર્મવીર - (રસ)નો કોઈ પણ રીતે નિર્વાહ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org