________________
१३
4. ?. ખૂ. ૨૪] તેમાં – રસ વિષે ઉપકારક (બનતા અલંકારો)ના પ્રકાર કહે છે –
તે (રસ)ને માટે જ (પ્રયોજાયા હોય); યોગ્ય સમયે (તેમનો) સ્વીકાર કે ત્યાગ (કરવામાં આવે); તેનો) અત્યંત - એક અત્ત સધી. નિવડ ન થાય તો પણ અને કદાચ (અત્યંત
અને કદાચ (અત્યંત) નિર્વાહ થાય તો એ (તે) અંગભૂત હોય તો (તેવા અલંકાર) રસને ઉપકારક થાય છે. (૧૪).
‘અલંકારો એ શબ્દ (સૂત્રમાં) છે (તેમ સ્વીકારવું.) - “તત્પરત્વ' એટલે રસને ઉપકારક હોય તે રીતે અલંકારનું નિરૂપણ, નહિ કે બાધકરૂપે કે નહિ તટસ્થપણે. જેમ કે,
“હે મધુકર, તું એની ચંચળ છેડાવાળી થરથરતી દષ્ટિને (= આંખને અનેક વખત સ્પર્શે છે; જાણે કે રહસ્ય કહેનાર નહોય એ રીતે કાનની પાસે જઈને હળવેથી ગુંજન કરે છે. હાથ હલાવતી એના પતિના સર્વસ્વરૂપ અધરનું પાન કરે છે. તત્ત્વનું અન્વેષણ કરતાં અમે તો મરાણા પણ તું તો સદ્ભાગી (બન્યો). (૨) [શાકુન્તલ-૧૧.૨૦]
અહીં, ભ્રમરની સ્વભાવોક્તિરૂપી અલંકાર રસપરક રીતે નિરૂપાયો હોઈ તે રસને વિષે ઉપકારક છે. બાલકસ્વરૂપે (અલંકારનિરૂપણ) જેમ કે,
છૂટી ગયેલ કેશસમૂહ વિખરાઈ જવાથી ફૂલમાળાની રચવામાં આવેલી શોભા ત્યજે છે. મત્ત એવી એને ચરણે લાગેલાં આ બે નૂપુરો બમણો અવાજ કરે છે. એનો આ હાર કંપને કારણે અસ્ત-વ્યસ્ત થઈ સતત છાતી પર પ્રહાર કરે છે. કીડા કરતી એવી એના સ્તનના ભારથી નમી ગયેલી કેડથી નિરપેક્ષ હોય એ રીતે જાણે કે પીડાથી (આ બધું થાય છે). (૩)
રિત્નાવલી-૧.૧૬] અહીં, “જાણે કે પીડાથી - માંનો ઉભેક્ષા અલંકાર મુખ્ય હોઈ તેનો સહાયક (અનુગ્રાહક) અર્થશ્લેષ (નામે અલંકાર) કરુણ રસને યોગ્ય વિભાવ, અનુભાવ ઉત્પન્ન કરતો હોવાથી બાધકરૂપે જ જણાય છે, (તે) પ્રસ્તુત રસને ઉપકારી (બનતો) નથી.
તટસ્થપણે (અલંકાર નિરૂપણ) જેમ કે,
લીલાથી કમળને હલાવતી અને અમારા વિષેનો પક્ષપાત જાહેર કરતી આ કોણ ચિત્રમાં દોરેલી છે ? – જે રાજહંસીની માફક માનસમાં પ્રવેશે છે ? (૪).
રિત્નાવલી- ૨.૮] ચિત્રફલક પર આલેખેલ સાગરિકાના પ્રતિબિંબ (= ચિત્ર)ના દર્શનથી જાગેલ અભિલાષાવાળા વત્સરાજની આ ઉક્તિ જાણે કે તટસ્યની હોય તે રીતે કવિ વડે રચાઈ છે. આમ, શ્લેષ વડે અનુગ્રહિત ઉપમા અલંકારનું પ્રાધાન્ય હોતાં પ્રસ્તુત (શૃંગાર) રસ (મુખ્ય રૂપે) નિરૂપિત કરવાની (કવિની) ઇચ્છા ન હોવાને કારણે ગૌણ બનાવાયો છે.
(અલંકાર) અંગરૂપ હોવા છતાં પણ સમયસર (= યોગ્ય) પ્રસંગે) (તેનું) ગ્રહણ (કરવામાં આવે તેનું ઉદા.) જેમ કે, - જેમાં અનેક કળીઓ બહાર આવેલી છે (અથવા, જેને રોમાંચ થયેલ છે), જેનો રંગ ફિક્કો પડ્યો છે, તે જ ક્ષણે જેના વિકાસનો પ્રારંભ થયો છે (અથવા, જેના અંગમરોડનો આરંભ થયો છે) સતત (વાસન્તી) પવન વાતો હોવાથી જે હાલી રહી છે (અથવા, જે શ્વાસોશ્વાસથી પોતાના હૃદયસ્થ સંતાપને પ્રગટ કરે છે) મદનવૃક્ષની સાથે રહેલી (અથવા, મદનયુક્તા) આ લતાને બીજી નાયિકાની જેમ જોતાં, આજે જરૂર હું દેવીના મુખને કોપથી લાલ ચમક્વાળું બનાવીશ. (૫)
રિત્નાવલી- ૨.૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org