________________
११
અ. ૨. મૂ. ??-?]
અથવા નિયમ એટલે કવિસમય. જેમ કે, કાળા તથા નીલા રંગનું (એક્સ), કાળા તથા લીલા વર્ણનું, કાળા અને શ્યામ રંગનું, પીળા ને લાલ રંગનું, શુક્લ અને ગૌર વર્ણનું, ચન્દ્રમાં સસલા અને હરણનું, કામદેવના ધ્વજમાં મગર અને માછલીનું, અત્રિ ઋષિના નેત્ર તથા સમુદ્રમાંથી જન્મેલ (બંને) ચન્દ્રોનું, બાર આદિત્યોનું, નારાયણ, માધવ, વિષ્ણુ, દામોદર, કૂર્મ વગેરેનું, કમલા (= લક્ષ્મી) અને સંપત્તિનું, નાગ અને સર્પનું, ક્ષીરસાગર અને ખારા સાગરનું, સાગર અને મહાસમુદ્રનું, દૈત્ય- દાનવ અને અસુરોનું ઐક્ય (અર્થાત્ તેઓ પરસ્પર એરૂપ જ છે તેમ વર્ણવવું).
વળી, ચક્ષુ વગેરે (પદાર્થો) અનેક વર્ણના છે તેમ વર્ણવવું, ઘણા સમયથી જન્મેલ હોવા છતાં શિવના (મસ્તક પરના) ચન્દ્રનું બાલત્વ, કામદેવનું મૂર્તત્વ તયા અમૂર્તત્ય (= તે શરીરધારી છે અને નથી પણ) (વગેરે નિયમનાં ઉદાહરણો છે).
કાવ્યનું કારણ કહીને (હવે તેનું) સ્વરૂપ કહે છે
ઢોષવગરના, ગુણવાળા અને અલંકારથી યુક્ત પણ(હોય તેવા) શબ્દ અને અર્થ તેકાવ્ય(કહેવાય છે). (૧૧) (સૂત્રમાં આવતો) ‘T’કાર અલંકાર વગરના શબ્દ અને અર્થનું પણ ક્યારેક કાવ્યત્વ કહેવા માટે (પ્રયોજાયો) છે. જેમ કે,
વાસગૃહને શૂન્ય જોઈને, પથારીમાંથી ધીમેથી સહેજ ઊઠીને, નિદ્રાનું બહાનું પામેલા પતિના મુખને લાંબા સમય સુધી જોઈને, નિઃશંકતયા ચુંબન કરીને, ગાલ ઉપર જન્મેલા રોમાંચ જોઈ શરમથી નીચા મુખવાળી બાલાને હસતા પ્રિયતમે લાંબા સમય સુધી ચૂમી લીધી. (૧) [અમરુરાતક- ૮૨]
-
(હવે) ગુણ અને દોષનું સામાન્ય લક્ષણ કહે છે
ગુણ અને દોષ (અનુક્રમે) રસના ઉત્કર્ષ તથા અપકર્ષના કારણરૂપ છે (પરંતુ) ઉપચારથી (તેઓ) શબ્દ અને અર્થના (ધર્મોં મનાય છે). (૧૨)
રસ - (૩) જેનું સ્વરૂપ આગળ કહેવારો, તેના ઉત્કર્ષનાં કારણો તે ગુણો છે, જ્યારે (રસના) અપકર્ષનાં કારણો તે દોષો છે. તે (બંને) રસના જ ધર્મો છે પરંતુ ઉપચારથી તેને ઉપકારક બનતા શબ્દ અને અર્થના (ધર્મો પણ) કહેવાય છે. ગુણ અને દોષનું રસાશ્રયત્ન (= રસના ધર્મ હોવાપણું) અન્વય-વ્યતિરેક દ્વારા (સંભવે છે) તેથી જ, જ્યાં દોષો હોય ત્યાં જ ગુણો (પણ રહે છે), અને જે તે ખાસ રસને વિષે જ દોષો (રહેલા છે), નહીં કે શબ્દ અને અર્થને વિષે,જો તેમાં (= રાબ્દ અને અર્થમાં) દોષો રહેતા હોત તો બીભત્સ વગેરેમાં ઋત્વ વગેરે (દોષ) ગુણરૂપ ન બનત અને હાસ્ય વગેરેમાં અશ્લીલત્વ વગેરે (પણ ગુણરૂપ ન ગણાત). આ દોષો અનિત્ય (મનાયા છે ) કેમ કે, જે મુખ્ય રસમાં તે દોષો હોય છે, તે તેના અભાવમાં ( = જે તે રસ ન હોતાં) દોષરૂપ નથી રહેતા. આમ અન્વય અને વ્યતિરેક દ્વારા ગુણ અને દોષનો આશ્રય રસ જ છે (તેમ જણાય છે ).
(હવે) અલંકારોનું સામાન્ય લક્ષણ કહે છે
અંગ (= શબ્દ અને અર્થ)ના આશ્રયે રહેલ તે અલંકારો (કહેવાય છે). (૧૩)
રસરૂપી અંગીનું જે અંગ અર્થાત્ શબ્દ અને અર્થ, તેને આશ્રયે રહેલા (તે થયા) અલંકારો; અને તે (=અલંકાર), રસ હોતાં ક્યારેક (તેને) ઉપકારક બને છે તો ક્યારેક નહીં. અને રસનો અભાવ હોય તો તો (અલંકારો) કેવળ વાચ્યવાચકની શોભારૂપે જ પરિણમે છે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org