________________
. ૨. ખૂ. ૨૦]
કાવ્ય કરવાનું જેઓ જાણે છે અથવા (કાવ્યતત્ત્વને જેઓ) વિચારે છે તેઓ કાવ્યના જાણનારા (= કાવ્યવિદ્દ) (અર્થાત્ અનુક્રમે) કવિઓ અને સદ્ધયો છે. ‘ત્તિ અને વિજોની આવૃત્તિથી ‘કાવ્યવિદ્દ રૂપ થાય છે. તેમનું શિક્ષણકે જેનું લક્ષણ આગળ કહેવામાં આવશે, તેના વડે કાવ્યમાં (= કાવ્ય કરવામાં વારંવાર કરાતી પ્રવૃત્તિ છે ‘અભ્યાસ’. અભ્યાસ વડે પરિક્ત થયેલ પ્રતિભા કાવ્યામૃત (આપતી) કામધેનુ બને છે. કહ્યું છે કે,
(૫) “અભ્યાસ જ કર્મમાં કૌશલ લાવે છે. માત્ર એક જ વાર પડેલ પાણીનું ટીપું પથ્થરમાં ખાડો પાડતું નથી.”
[વામન-૧/૩] (આગળ) શિક્ષય એમ કહ્યું છે તેથી હવે “શિક્ષા’ (અર્થાત્ તાલીમ)ને લક્ષિત કરે છે –
અસ્તિત્વવાળી (વસ્તુ)નું પણ નિરૂપણ ન કરવું, અસ્તિત્વ ન ધરાવતી (વસ્તુ)નું પણ નિરૂપણ કરવું, (સર્વત્ર પ્રાપ્ત થતી વસ્તુ અમુક જ ક્ષેત્રને વિષે હોવા અંગેનો) નિયમ, છાયા વગેરેનું ગ્રહણ - (તેની સમજ) તે શિક્ષા (= તાલીમ) છે. (૧૦)
જાતિ, દ્રવ્ય, ગુણ, ક્રિયા વગેરે (ધર્મો) વાસ્તવિક હોવા છતાં (તેમનું કાવ્યમાં) નિરૂપણ ન કરવું તે (એક પ્રકાર). જાતિ વગેરે વાસ્તવિક ન હોય તો પણ (તેમનું) નિરૂપણ (તે બીજો પ્રકાર). અનેક સ્થળે ફેલાયેલ (તિપ્રસજ્જ) જાતિ વગેરેનું એક જ ઠેકાણે હોવા અંગેનો નિશ્ચય કરવો તે નિયમ (રૂપ તૃતીય પ્રકાર), (અન્ય કાવ્યની) છાયા (= શોભા)નું - પ્રતિબિંબની જેમ, ચિત્રની જેમ, સરખા જણાતા બે શરીરીઓની જેમ, બીજા નગરમાં પ્રવેશ કરવાની રીતે ઉપજીવન (= આધાર લેવો તે) (અથવા ઉપકારકત્વ સ્વીકારવું) (તે ચોથો પ્રકાર). ‘મા’ શબ્દ વડે પદ, પાઠ વગેરેનું બીજા કાવ્યમાંથી ઔચિત્ય પ્રમાણે ગ્રહણ કરવું એ અભિપ્રેત છે. ફરી (૩૫ર્ગવન સાથે આવતા) મર પદ દ્વારા સમસ્યાપૂર્તિ વગેરે રૂપ તાલીમ (અભિપ્રેત છે).
તે પૈકી જાતિનું હોવા છતાં નિરૂપણ ન કરાય છે જેમ કે, વસંતમાં માલતીનું, ચંદનનાં વૃક્ષોમાં ફૂલો અને ફળનું, તથા અશોક વૃક્ષમાં ફળનું (વર્ણન ન કરવું), (તે જ રીતે) દ્રવ્યનું જેમ કે, કૃષ્ણપક્ષમાં ચાંદની હોવા છતાં અને શુકલપક્ષમાં અંધકાર હોવા છતાં (તેમનું વર્ણન ન કરવું તે), (એ જ રીતે), ગુણનું જેમ કે, કુન્દપુષ્પની કળીઓ અને કામીદઃ પુષ્પોની લાલાશનું, કમળની કળીઓ વગેરેનું હરિતવર્ણત્વ તથા પ્રિયગુલતાનાં પુષ્પોનું પીળાપણું (વર્ણવવામાં ન આવે), (એ જ રીતે) ક્રિયાનું જેમ કે, દિવસે નીલકમળના વિકાસનું તથા રાત્રિને કારણે પારિજાતનાં પુષ્પો ખરી પડવાનું (વર્ણન ન કરવું) તે. '
વાસ્તવમાં ન હોય તો પણ જાતિનું વર્ણન કરવું તે જેમકે, નદીઓમાં પદ્મ, નીલમલ વગેરેનું, દરેક જળાશયમાં હંસ વગેરેનું તથા પર્વત ઉપર ઠેરઠેર સુવર્ણ, રત્ન વગેરેનું નિરૂપણ કરવું તે. દ્રવ્યનું ઉદા. જેમકે, અંધકાર વિષે – તેને મુઠ્ઠીમાં પકડી શકાય કે સોય દ્વારા છેડી શકાય તેવું વર્ણન, કે ચાંદનીમાં – તેને ઘડામાં ભરીને લઈ જવાય તેવું નિરૂપણ. ગુણનું ઉદા. જેમ કે, યશ-હાસ્ય વગેરેની શુક્લતાનું, અપયશ-પાપ વગેરેની કાળાશ તથા ક્રોધ અને પ્રેમની લાલાશનું વર્ણન. ક્રિયાનું ઉદા. જેમકે, ચકોર પક્ષીના (વર્ણન)માં તે ચાંદનીનું પાન કરે છે તે, તથા ચક્રવાક યુગલ (ના વર્ણન)માં તેઓ રાત્રે અલગ અલગ તટનો આશ્રય લે છે (તેમ વર્ણન કરવું).
જાતિ(રૂ૫ધર્મવ્યાપક હોવાછતાં તે)નું નિયમનજેમકે, સમુદ્રમાં જમગરો, તામ્રપર્ણી નદીમાં જમોતીઓ (પ્રાપ્ત થાય છે તેવું વર્ણન), દ્રવ્યનું (તે પ્રકારનું ઉદા.) જેમકે, મલય પર્વત જ ચંદનવૃક્ષોનું સ્થાન, હિમાલય જ ભૂર્જવૃક્ષની ઉત્પત્તિનું સ્થાન (હોવા અંગેનું નિરૂપણ), ગુણનું (તે પ્રકારનું ઉદા.) જેમકે, સામાન્યતયારત્નોનીલાલાશ, પુષ્પો સફેદ હોવાં તે, કે વાદળોકાળાં હોવાંતે (નું વર્ણન), ક્રિયાનું ઉદા. જેમકે, ગ્રીષ્મ વગેરેમાં સંભવિત હોવા છતાં પણ કોયલનું પૂજન ક્વળ વસંતમાં જ (વર્ણવાય), અને મયુરોના ટહુકા તથા નૃત્ય વર્ષાકાળમાં જ (થતાં નિરૂપાય).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org