________________
શા
છે
(૨)
. ૨. સૂ. ૨-૪]. હવે વિદ્વાનની પ્રવૃત્તિના રંગરૂપ પ્રયોજન કહેવા માટે તેની પ્રસ્તાવના બાંધે છે -
શબ્દાનુશાસનમાં અમે (વ્યાકરણ) શુદ્ધ વાણીનું વિવેચન ક્યું છે. તેનું કાવ્યત્વ હવે યથાવત્ (તાત્ત્વિક રૂપે) નિરૂપિત કરાય છે. (૨)
શબ્દાનુશાસનમાં એટલે સિદ્ધહેમચન્દ્ર નામે વ્યાકરણમાં; વિવેચન ક્યું છે એટલે અશુદ્ધ વાણીથી પૃથફ કરી દર્શાવી છે. હવે, શબ્દાનુશાસન પછી તે વાણીનું કાવ્યત્વ અર્થાત્ કાવ્યપણું (= કાવ્યનો ભાવ), યથાવત્ એટલે સાચા સ્વરૂપે, અમે કહીએ છીએ. વાણીની સાધુતા નિશ્ચિત થતાં કાવ્યોપદેશ તો સરળ છે. આ દ્વારા શબ્દાનુશાસન અને કાવ્યાનુશાસનનું એકકર્તૃત્વ પણ કહ્યું છે. આથી જ, બીજાઓની જેમ અમે પ્રાયોગિક આરંભવાના નથી (કેમ કે) તે તો શબ્દાનુશાસન દ્વારા જ ચરિતાર્થ થયેલ છે.
શાસ્ત્રનું પ્રયોજન કહ્યા બાદ, હવે અભિધેય એટલે વિષયનું પ્રયોજન કહે છે – કાવ્ય આનંદ, યશ અને કાન્તાની જેમ ઉપદેશ આપવા માટે પણ (હોય છે). (૩) લોકોત્તર - લોકથી ચડિયાતી એવી કવિની રચના તે કાવ્ય. કહ્યું છે કે, -
(૩) “નવનવીન ઉલ્લેખથી શોભતી પ્રજ્ઞા તે પ્રતિભા છે. તેનાથી પ્રેરાઈને જીવંત વર્ણનમાં નિપુણ તે થયો કવિ અને તેની રચના તે કાવ્ય મનાય છે.'
કાવ્યકૌતુકમાં તરત જ રસના આસ્વાદથી જન્મેલ, જેમાંથી અન્ય જાણવા યોગ્ય વિગતનો છેદ ઉડી જાય છે તેવી, બ્રહ્માસ્વાદને સમાન પ્રીતિ એ આનંદ છે. આ સઘળાં પ્રયોજનોમાં મુખ્ય કાવ્યપ્રયોજન કવિ અને સદય બંનેનું છે. યશ તો કેવળ કવિને જ, કેમકે આવા (વિશાળ) સંસારમાં લાંબા સમયથી થયેલા હોવા છતાં આજપર્યંત કાલિદાસ વગેરે કવિઓ જ સડ્યો દ્વારા સ્તુતિ પામે છે. સ્વામી સમાન શબ્દપ્રધાન વેદ, આગમ વગેરે શાસ્ત્રોથી, મિત્રસમાન અર્થપ્રધાન એવા પુરાણ, પ્રકરણ વગેરેથી, શબ્દ અને અર્થનો ગુણભાવ હોતાં, તથા રસના પ્રાધાન્યને કારણે વિલક્ષણ એવું કાવ્ય પ્રિયતમાની જેમ સરસતાના ગ્રહણથી (ભાવકને) અભિમુખ કરીને, ‘રામની જેમ વર્તવું જોઈએ, રાવણની જેમ નહીં’ એમ ઉપદેશ આપે છે તે સહૃદયોનું પ્રયોજન છે.
“હૃદયદર્પણ'માં પણ કહ્યું છે કે, -
(૪) “શબ્દના પ્રાધાન્યને આશ્રયે રહેલા શાસ્ત્રને જુદું કહ્યું છે, પણ તત્ત્વથી યુક્ત અર્થ હોતાં (તેને) આખ્યાન કહે છે, અને આ બંને (= શબ્દ તથા અર્થ) ગૌણ હોતાં, ને (વ્યંજના) વ્યાપારનું પ્રાધાન્ય હોતાં તે કાવ્યવાણી/બને છે.'
[ભટ્ટનાયક) ધન (પ્રાપ્તિ) અનેકાન્તિક છે (અર્થાત્ બીજા કારણથી પણ થઈ શકે અને ન પણ થાય), વ્યવહારમાં કુરાળતા (તો) શાસ્ત્ર વડે (પણ આવે છે) તથા અનર્થ (= અનિષ્ટ)નું નિવારણ અન્ય રીતે પણ (સંભવે છે) (તેથી તેમને) કાવ્યપ્રયોજનરૂપે અમે કહ્યાં નથી.
પ્રયોજન કહીને કાવ્યનું કારણ કહે છે – એનું (= કાવ્યનું) કારણ છે “પ્રતિભા'. (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org