________________
ભૂમિકા
ક્યાંક મતાન્તર પણ જણાય છે. ઉપલબ્ધ ગ્રંથોમાં સાહિત્યશાસ્ત્ર વિષયક ચર્ચામાં નાટ્યશાસ્ત્રીય વિષયો—રૂપક, ઉપરૂપક વિચાર વગેરેનો અંતર્ભાવ સહુ પ્રથમ ભોજના ગ્રંથોમાં જોવા મળે છે, પછી હેમચન્દ્ર વગેરેના આ રીતે નાટ્યશાસ્ત્રીય વિગતોને સાહિત્યશાસ્ત્રીય ગ્રંથમાં વણી લેવાનું વલણ મૂળ માલવ-પરંપરાનું લક્ષણ ગણીએ તો હેમચન્દ્રે તે લક્ષણનો આદર કર્યો છે એમ કહી શકાય. ‘સટ્ટક’ને મુખ્ય રૂપકોમાં ગણાવીને તેનું લક્ષણ આચાર્યે ભોજના શૃંગારપ્રકાશ(પ્રકરણ, ૧૧, પૃ. ૪૬૬ જોસીયર આ.)માંથી આપ્યું છે તે નોંધપાત્ર છે. ભોજના જૈન આચાર્યો ઉપરના પ્રભાવની થોડી ચર્ચા પણ આપણે ડૉ. રાઘવનનાં તારણોના સંદર્ભમાં પાછળથી કરીશું. સહુ પ્રથમ આચાર્ય હેમચન્દ્રનો રૂપકવિચાર હાથ ધરીશું :
‘નાટક’નું લક્ષણ આચાર્ય ભરતના નાટ્યશાસ્ત્ર(૧૮/૧૦-૧૧)માંથી સાંગોપાંગ સ્વીકારે છે.
૧૦૩
ઉપર નોંધ્યું પ્રમાણે ‘પ્રેક્ષ્ય’ એ ‘અભિનેય’ પ્રકાર છે, જ્યારે ‘શ્રવ્ય’ તે ‘અભિનેય’ છે. પ્રેક્ષ્યના ‘પાઠ્ય' અને ‘ગેય' એમ બે ભેદો આચાર્યે ગણાવ્યા છે. આપણે જોયું કે આચાર્યે નાટ્યદર્પણ (ના.દ.) પ્રમાણે ‘દ્વાદશ' એમ સંખ્યા-નિર્ધારણ કર્યા વગર ભરતનાં દસ રૂપકો સાથે ‘નાટિકા’ અને ‘સટ્ટક' ઉમેરીને બાર પ્રકારો આપ્યા છે. નાટ્યદર્પણ પ્રમાણે નાટક, પ્રકરણ, નાટિકા અને પ્રકરણી એ ચાર ‘પૂર્ણ-દશા-સંધિ'વાળા રૂપક પ્રકારો છે. જ્યારે અન્ય આઠ તેવા નથી એવી સ્પષ્ટતા છે જે આપણા આચાર્યે કરી નથી. દશરૂપક તથા નાટ્યદર્પણમાં રૂપકપ્રકારોનાં લક્ષણો ગ્રંથકારોએ બાંધ્યાં છે જ્યારે આચાર્યે તે સીધા ભરત અને ભોજમાંથી ઉદ્ધૃત કર્યા છે. હેમચન્દ્ર અલબત્ત ભરતના જે તે લક્ષણનો વિમર્શ પોતાની ‘વિવેક’ ટીકામાં વિસ્તારથી કર્યો છે, જેનો ઘણો પ્રભાવ નાટ્યદર્પણ ઝીલે છે અને વાસ્તવમાં તો અહીં અભિનવભારતીનો પ્રભાવ ચોખ્ખો જણાય છે. હેમચન્દ્રે રૂપકવિચારણામાં પોતાની નજીકના ભોજ | ધનંજય / ધનિકને બાજુ ઉપર રાખી સીધા ભરત | અભિનવગુપ્ત સાથે અનુસંધાન જાળવવાનું વધારે યોગ્ય માન્યું. શક્ય છે કે આની પાછળ જે તે સમયની રાજકીય આબોહવા પણ કામ કરતી હોય. માલવપરંપરાને બાજુ ઉપર રાખી કાવ્યાનુશાસનમાં તેમણે કાશ્મી૨ી પરંપરા પ્રવર્તાવી તે જ રીતે નાટ્યશાસ્ત્રીય ચર્ચામાં પણ તેમણે માલવપરંપરાને લગભગ બાજુ ઉપર વહેતી મૂકી.
આચાર્યશ્રીએ રૂપકવિચાર પ્રબંધાત્મક કાવ્યના પ્રકારવિશેષ રૂપે હાથ ધર્યો છે. એમાંથી એવું તારવી શકાય કે, ‘નાટક'ને પણ ‘કાવ્ય' કહેવામાં જે તે કાળના સહૃદય આલોચકોને હવે. કોઈ છોછ નથી. એક બીજી વાત એ પણ નોંધપાત્ર છે કે, નાટ્યદર્પણમાં વિષયવિસ્તાર જરૂર અધિકમાત્રામાં ‘સધાયો’ છે, પણ તેમાં પણ પ્રતિપદ કાવ્યાનુશાસન અને પરંપરાથી અભિનવભારતનીનું ઋણ અછતું રહેતું નથી,. વળી, કાવ્યાનુશાસનમાં વિષયનો સંકોચ તથા અને પોતાની રીતની ફાળવણી પણ નજરે પડે છે. જેમ કે, સંધિવિચાર કાવ્યાનુશાસનમાં કોઈ પણ કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org