________________
૧૧૪
કાવ્યાનુશાસન
શૃંગારનું સર્વત્ર અનુસરણ થાય તેમ અહીં પણ સમજવું. જેમ કે, કહ્યું છે કે, વૈવસ્તુત્યાશ્રય તં વગેર આથી ‘ચૂડામણિ' ડોમ્બિકામાં પ્રતિજ્ઞાવચન જોવા મળે છે કે, ‘હે ડોમ્બિ ! તું જણાય છે..’ વગેરે
‘રાધવિજય’ વગેરે રાગકાવ્યોમાં ચતુર્વર્ગનો ઉપદેશ જણાય છે. ડોમ્બિકામાં કામપુરુષાર્થના છૂપા અનુરાગરૂપી પરમ રહસ્યનો ઉપદેશ જણાય છે,જેમ કે, ‘યામિનિવેશિત્વમ્' (વગેરે દ્વારા મન્મથ જ સારરૂપ હોવાનું કહેવાય છે.) (નર) સિંહ, સૂકર, વગેરેના વર્ણન દ્વારા પણ ભાણક, પ્રેરણ, ભાણિકા, વગેરેમાં અપ્રસ્તુતપ્રશંસા, નિદર્શના વગેરે દ્વારા પુરુષાર્થોના ઉપદેશ જ કરાય છે.
અભિનવભારતીમાં નોંધ છે કે, ઉત્સવ જેમ કે વિવાહ વગેરે – પ્રસંગે નાચવું, ગાવું તે સ્વાભાવિક વૃત્તિ છે. અભિનય સિવાય કેવળ નૃત્ય, ગીતનો આવિર્ભાવ એ જ આ ઉપરૂપકોનું મૂળ છે. હેમચન્દ્ર પણ એ જ જણાવે છે કે, આ વિવિધ ઉપરૂપકો દ્વારા પુરુષાર્થોનો ઉપદેશ જ આડકતરી રીતે સિદ્ધ થાય છે. હેમચન્દ્ર ચર્ચા આગળ ચલાવે છે (પ્રશ્ન) પાઠ્ય(રૂપક) અને ગેય(ઉપરૂપકો) વચ્ચે શો તફાવત છે ? તો કહે છે, પાઠ્યમાં અંગ અને ગીત બન્ને નિશ્ચિત હોતાં નથી. અંગો હલાવીને નાચવું અને ગાવું અનિવાર્ય નથી. ક઼ર-કરણ, ચારી, મંડલ વગેરેમાં અંગોનું હલનચલન ઉપયોગી હોય છે. પણ તે પોતાના સ્વરૂપથી અને લય વગેરેની વ્યવસ્થાના સંદર્ભમાં અનિયત રૂપનું છે. જે તે રસના સંદર્ભમાં પ્રયોજાવાથી તેનો વિપર્યાસ જોવા મળે છે. જ્યારે ગેય (ઉપરૂપક પ્રકા૨)માં અંગ (વિક્ષેપ) અને ગીત બન્ને સ્વપ્રતિષ્ઠિત છે. જેમ કે, જેનું જેવું લય, તિ વગેરેનું રૂપ હોય તે, જેમ મંત્રના અક્ષરોમાં ફેર ન પડે તેમ બદલાતું નથી. ક્યારેક, જેમ કે, ‘પ્રસ્થાન’ વગેરે પ્રકારમાં અંગનું પ્રાધાન્ય હોય, તો કયારેક ‘ભાણક’ વગેરેમાં વાદનું પ્રાધાન્ય હોય એવું બની શકે. ‘શિંગટક’ વગેરેમાં ગવાતા રૂપકના કથનનું પ્રાધાન્ય હોય છે. આથી લોકભાષામાં તેને ‘વલ્લિમાર્ગ’ કહે છે. રાગકાવ્યોમાં તો ગીતથી જ નિર્વાહ થાય છે. જેમ કે, ‘રાઘવવિજય’માં સુંદર વર્ણનીય વિગત સાથે પણ ઢક્કારાગથી નિર્વાહ અભિપ્રેત છે અને ‘મારીચવધ’માં કકુભ-ગ્રામ
રાગ અભિપ્રેત છે.
પાઠ્યમાં તો સાક્ષાત્કાર જેવો અનુભવ કરાવવા માટે ઉપયોગી એવા પાત્રને વિશે ભાષા વગેરેનો નિયમ અને છંદ, અલંકાર વગેરેનું કથન પણ થાય છે. જે ગવાય છે તેમાં અભિનય તો હોતો નથી કેમ કે, તો અસંગતિ આવી પડે, પણ જે જે લય, તાલ વગેરેથી જે જે અર્થ સૂચવવાનો હોય, તેને યોગ્ય અભિનય સાત્ત્વિક વગેરે પ્રકારનો પ્રધાન રસને અનુરૂપ જણાય તે થોડો ભેગો ભળી પણ જાય છે અને ઉચિત અર્થની પૂર્તિ ધ્રુવાગીતથી કરાય છે. જેમ રસોઇયાઓ વાનગીમાં ઉચિત સામગ્રી ઉમેરે છે તેમ ગેયમાં આવી થોડી સામગ્રી ભેળવાય છે. નટ જેમ અલૌકિક (સમાધિ) રૂપનો પ્રાદુર્ભાવ કરે છે, તેવું ડોમ્બિકા વગેરે(ઉપરૂપક)માં અભિપ્રેત નથી. જેમ કે,
Jain Education International
1
-
-
For Private & Personal Use Only
www.jainelibrary.org