________________
૧ ૨૦
કાવ્યાનુશાસન સમસ્તફળને અંતે ઇતિવૃત્તનું વર્ણન જેમ કે “સમરાદિત્ય વગેરે તે સકલકથા કહેવાય.
અતિપ્રસિદ્ધ કથાત્તરને આધારે જે સુંદર ચરિતનું નિર્માણ કવિ કરે તે ‘ચિત્રલેખા', વગેરે ઉપકથા થઈ. “લંભ' વગેરે દ્વારા અંકિત, અભુત અર્થવાળી “નરવાહનદત્તચરિત' વગેરે બૃહત્કથા થઈ. આ બધા “કથા'ના જ પ્રભેદો છે. તેથી જુદા તારવ્યા નથી એવું આચાર્યશ્રી નોધે છે.
સૂત્ર ૨૦૪(સૂત્ર ૮૯)માં સંસ્કૃત ભાષામાં ગદ્ય અને પદ્ય બન્નેમાં રચાયેલી કૃતિ તે “ચંપૂ’ છે. જેમાં અંકો (કવિનું પોતાનું નામ, કે પારકાનું નામ અંકિત થાય તે) જણાય છે. તેનું ઉચ્છવાસોમાં વિભાજન થાય છે. “વાસવદત્તા”, “દમયન્તી' વગેરે આનાં ઉદાહરણો છે.
સૂત્ર ૨૦૫(સૂત્ર ૮/૧૦)માં અનિબદ્ધ એટલે મુક્તક (=છૂટા શ્લોક) એવું આચાર્યશ્રી જણાવે છે. તેમાં મુક્તક, સંદાનિતક, વિશેષક, કલાપક , કુલક, પર્યા, કોશ, વગેરેનો સમાવેશ જાણવો.
સૂત્ર ૨૦૬ (૮/૧૧) એક, બે, ત્રણ, ચાર છંદોથી અનુક્રમે મુક્તક, અંદાનિતક, વિશેષક, કલાપકની રચના થાય છે. મુક્તકનો એક પ્રઘટ્ટક દ્વારા ( એક સાથે ગુચ્છ) નિબંધ તે પર્યા છે. અવાન્તર (વચ્ચેનાં) વાક્યો પૂરાં થયેલાં હોય, પણ વસંત વગેરે એક જ વર્ણનીયના ઉદેશથી મુક્તકોની રચના તે “પર્યા છે. તે અનેક કોશ(=સંગ્રહો)માં ખૂબ પ્રમાણમાં જોવા મળે છે.
સૂત્ર ૨૦૭ (=સૂત્ર ૮/૧૨) પાંચથી દસ ોકોની રચના તે “કુલક' છે. પોતાનો કે પારકાની સદુક્તિનો સમુચ્ચય તે “કોશ' છે. એક કવિનો એક વિષયનો સંગ્રહ “સંઘાત', વિવિધ વિષયોનું એકત્ર સંધાન, તે “સંહિતા', વગેરે આમ શ્લોક રચનાના અનેક પ્રકાર છે. “આદિ દ્વારા એ(સૂત્ર ૮/૧૦)માં સૂચવાયું છે.
મહાકાવ્યની માફક સંધિઓ, શબ્દાર્થવૈચિત્ર્યયોગ વગેરે આખ્યાયિકા અને કથા તથા ચંપૂમાં પણ જાણવા તેવું આચાર્ય નોંધે છે.
આ સાથે સમગ્ર કાવ્યનુશાસનના વિષયવસ્તુનો પરિચય પૂરો થાય છે.
આપણે નોંધ્યું કે, અલંકારચૂડામણિમાં ૭૪૦ શ્લોકો અપાયા છે. વળી ૬૭ આધારનિર્દેશ માટેના છે. આમ કુલ ૮૦૭ શ્લોકો છે, વળી વિવેકમાં ૬૨૪ ઉદાહરણોરૂપે, તથા ૨૦૧ આધાર સામગ્રી રૂપે મળીને ૮૨૫ શ્લોકો છે;
આમ કુલ ઉદ્ધરણો ૧૬૩૨ છે. મૂળ અને વિવેકમાં મળીને હેમચન્દ્ર ૫૦ ગ્રંથકારો તથા ૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org