________________
૧૧૮
:
કાવ્યાનુશાસન
મુખાદિ સંધિઓને મહાકાવ્યાદિના સંદર્ભમાં જ વિચારે છે. નાટ્યશાસ્ત્રીય ચર્ચામાં સંધિવિચારનું સ્વાભાવિક સ્થાન ભારતમાં જોવા મળે છે, જે ધનંજ્ય, વિશ્વનાથ વગેરે સહુએ સ્વીકાર્યું છે. વળી, હેમચન્દ્ર એમ પણ જણાવે છે કે મહાકાવ્ય શબ્દાર્થ વૈચિત્ર્ય યુક્ત હોય છે. મુખ વગેરે ભરતોકત સંધિઓનાં લક્ષણ તેઓ નાટ્યશાસ્ત્રમાંથી ઉદ્ધત કરે છે. “વિવેક'માં થોડી વિસ્તારથી આની ચર્ચા તેઓ આપે છે. જો કે સઘળાં સંધ્યદ્ગોનો વિમર્શ તેમણે ટાળ્યો છે. એ વાત નક્કી કે હેમચન્દ્ર સંધિવિચાર જો નાટકાદિના સંદર્ભમાં જ કરી નાખ્યો હોત તો તે વધુ યુક્તિયુક્ત જણાત.
શબ્દવૈચિત્ર્ય નીચે હેમચન્દ્ર નીચેની વિગતો દર્શાવે છે, જેમ કે અસંક્ષિપ્તગ્રંથત્વ, અવિષમબંધત્વ, અનતિવિસ્તીર્ણ- પરસ્પર સંબદ્ધસદ્ગદિવાળા હોવું, આશીર્નમક્રિયા-વસ્તુનિર્દેશ વગેરેથી આરંભ કરવો, વક્તવ્યાર્થપ્રતિજ્ઞાન, પ્રયોજન વગેરેનો ઉપન્યાસ, કવિપ્રશંસા, દુર્જનસુજન-સ્વરૂપ નિરૂપણ, દુષ્કર એવા ચિત્ર(વગેરે અલંકારો)ની રચના, પોતાનો અભિપ્રાય (જેમ કે, માયુરાજનું ધેર્ય, સર્વસેનનો ઉત્સાહ, પ્રવરસેનનો અનુરાગ વગેરે) સ્વ-નામનો નિર્દેશ (જેમ કે
હરવિલાસ'માં રાજશેખરનો ઉલ્લેખ), ઈષ્ટના નામનો નિર્દેશ (જેમ કે કિરાતમાં “લક્ષ્મી' પદ, શિશુપાલમાં “શ્રી” પદ, વગેરે) મંગલાડકતા (જેમ કે, કૃષ્ણચરિતમાં અભ્યદય, ઉષાહરણમાં જય, પંચશિખ, શૂદ્રકકથામાં આનંદ વગેરે). - આ વિસ્તૃત નોંધ “વિવેક'માં પ્રાપ્ત થાય છે.
અર્થવૈચિત્ર્ય” જેમ કે મહાકાવ્યનું ચતુર્વર્ગના ઉપાયરૂપ હોવું, ચતુરાદાત્ત નાયકવાળું હોવું, તે રસ-ભાવથી (નિરંતર =) ભરેલું હોય, વિધિ-નિષેધનું વ્યુત્પાદક (= ખ્યાલ આપનાર) હોય, તેના સંવિધાનમાં એકસૂત્રતા હોવી, નગર, આશ્રમ, શેલ, સૈન્ય, સૈન્યાવાસ, અર્ણવ વગેરેનાં વર્ણનોવાળું હોય, ઋતુ, રાત્રિ, દિવસ, સૂર્યાસ્ત, ચંદ્રોદય વગેરેનાં વર્ણનોવાળું હોય તે જરૂરી છે. – આ સઘળી વિગતો હેમચન્દ્ર “અર્થવૈચિત્ર્ય'માં સમાવે છે. વળી મહાકાવ્યમાં નાયક, નાયિકા, કુમાર, વાહન વગેરેનાં વર્ણનો પણ આવે છે. મંત્ર (પાંચ અંગવાળો), દૂત (ઋત્રિવિધ), શાસનહર (= આજ્ઞાપત્ર લઈ જનારો), ત્રિધા પ્રયાણ, ત્રિધા સંગ્રામ (જ સમ અને વિષમ એમ ફરી દ્વિધા છે) ત્રિધા અભ્યદય વગેરેનાં વર્ણન પણ મહાકાવ્યનો વિષય બને છે. આચાર્યશ્રી આ બધા મુદ્દાઓ જે તે મહાકાવ્યમાં જોવા મળે છે તે વિગત “વિવેકમાં વિસ્તારથી ચર્ચે છે. આ ઉપરાંત મહાકાવ્યમાં (દ્ધિવિધ) હેમચન્દ્ર પ્રમાણે, વનવિહાર, (દ્વિપ્રકારની) જલક્રીડા, મધુપાન, માનાપગમ જે પ્રાયનિક અથવા નૈમિત્તિક છે, રતોત્સવ, વગેર પણ નિરૂપવાનાં છે.
ઉભયવૈચિત્ર્ય' પણ મહાકાવ્યમાં જરૂરી છે. તેમાં રસાનુરૂપસંદર્ભ હોવો (જેમ કે રતિપ્રકર્ષમાં કોમલરચના, ઉત્સાહમાં પ્રૌઢ, ક્રોધમાં કઠોર, શોકમાં મૂદુ, વિસ્મયમાં સ્કુટ, શબ્દસંદર્ભ યોજવો તે અર્થને અનુકૂળ છંદોરચના, સારા અલંકારવાળાં વાક્યોનો પ્રયોગ, સમસ્તલોકરંજકત્વ, બીજા દેશ, કાળ, પાત્ર, ચેષ્ટા, કથા વગેરેનું યોગ્ય નિરૂપણ અને માર્ગદ્વય ( પહેલાં નાયકના ગુણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org