________________
૧૧૭
ભૂમિકા રચના અને તાલ અંગે સૂચનો છે જે અસ્પષ્ટ અર્થવાળાં છે. “કાવ્યના રૂપક પ્રકારમાં એક જ રાગનો પ્રયોગ છે, જયારે ચિત્ર-કાવ્યમાં અનેક – ‘વિવિધ રાગમ્” – રાગો પ્રયોજાય છે.
ભાણનું ભોજનું નિરૂપણ ખૂબ વિસ્તૃત છે. શારદાતનય તે ઉદ્ધત કરે છે અને ફરી અનુજ્જુભ શ્લોકોમાં નિરૂપે છે. શારદાતનય પ્રમાણે ભાણની માફક ભાણિકામાં લાસ્યાંગો પ્રયોજાય છે. અભિનવભારતીમાં જણાતું નર્તનક' નાટ્યદર્પણમાં પણ વંચાય છે. ભોજ જણાવે છે શમ્યા, લાય, છલિક, અને દ્વિપદી – એવા ચાર પ્રકારો, નર્તનકના પ્રાપ્ત થાય છે. ભોજ શબ્દાલંકારોના વર્ગમાં તાંડવ, લાસ્ય, છલિક, સમ્પા (શમ્યા) હલ્લીસક અને રાસને છ પ્રકારના “પ્રેક્ષ્ય' તરીકે ઉલ્લેખે છે.
‘પ્રેક્ષણક' પણ અભિનવભારતી તથા હેમચન્દ્રમાં નથી પણ ભોજમાં છે. “કામદહન' આદિ કથાઓ વગેરેની આમાં શેરીઓ કે મંદિરોમાં રજૂઆત થાય છે. શારદાતનયમાં થોડો ગોટાળો છે. તેઓ ભોજના “નર્તનક' ને ‘પ્રેક્ષણક” તરીકે આપે છે અને બન્ને વિશેના શ્લોકો એક - ‘પ્રેક્ષણક'ના શીર્ષક નીચે ગોઠવી દે છે.
નાટ્ય-રાસક ભોજ, શારદાતનય અને રામચન્દ્ર / ગુણચન્દ્ર ચર્ચે છે. ભોજમાં લાંબું બાર શ્લોકોમાં નાટ્ય-રાસકનું નિરૂપણ છે. તે નર્તકીઓ વડે રજૂ થતો નૃત્ય-પ્રયોગ છે. જે વસન્ત ઋતુમાં પ્રયોજાય છે. તેને “ચર્ચરી' પણ કહે છે.
ડૉ. રાઘવને આ બધાં જ ઉપરૂપક પ્રકારોનું ખૂબ વિસ્તારથી, તુલનાત્મક અધ્યયન કર્યું છે, જે તેમના “શૃંગારપ્રકાશ'નામે ગ્રંથમાં વાંચવા મળે છે. તેમણે આચાર્યશ્રીનો ઉલ્લેખ કેમ નથી કર્યો તે સમજાતું નથી. આપણે આચાર્યશ્રી | અને અભિનવગુપ્તને કેન્દ્રમાં રાખી ચર્ચા કરી છે, ફક્ત ભોજ વગેરેમાં પ્રાપ્ત થતા ભિન્ન રૂપક પ્રકારોનો નિર્દેશ અહીં પર્યાપ્ત છે.
શ્રવ્યકાવ્ય : સૂત્ર ૨૦૦(-સૂત્ર ૮/૫)માં “શ્રવ્યકાવ્યનું હેમચન્દ્ર નિરૂપણ કરે છે જેમાં મહાકાવ્ય, આખ્યાયિકા, કથા, ચમ્પ અને અનિબદ્ધ (=શ્લોક) રચનાનો ઉલ્લેખ છે.
સૂત્ર ૨૦૧(સૂત્ર ૮૬)માં મહાકાવ્યનું લક્ષણ અપાયું છે. મહાકાવ્ય મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, તથા ગ્રામ્ય ભાષામાં રચાય છે. તેમાં સંસ્કૃતમાં સર્ચબદ્ધ રચના છે. સર્ગના અંતે ભિન્ન વૃત્તનો પ્રયોગ થાય છે. તે સિવાયની ભાષાઓમાં અનુક્રમે (સર્ગને સ્થાને) આશ્વાસ, સંધિ, અવસ્કન્ધ, કબંધ વગેરે જોવા મળે છે.
આ કાવ્યપ્રકાર સંધિઓથી યુક્ત છે. હેમચન્દ્ર રૂપકો-નાટક વગેરેના સંદર્ભમાં વિચારાયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org