________________
૧૧૫
ભૂમિકા ડોમ્બિકામાં વર્ષોની છટા, વર્ષોના પ્રયોગમાં અભિનયનો અંશ પણ નથી હોતો. કેમ કે, તે કેવળ નૃત્ત-સ્વભાવનું છે. હવે નાચવા આવેલી નર્તકી ડોમ્બિકામાં આ કે તે વસ્તુવાળું લૌકિક વચન બોલે છે. આ પોતાનું વાક્ય ગાયન વગેરે રૂપે સંક્રમિત થાય તેમાં સાક્ષાત્કાર જેવો અર્થ કયાંથી સરે ? જયારે પાઠ્ય (રૂપક પ્રકારો) માટે તો સાક્ષાત્કારરૂપ અનુભવ થાય છે તે મુખ્ય વાત છે. તો જેમ લોકમાં કોઈ વ્યક્તિ કોઈ બીજાને અન્યાપદેશ દ્વારા વસ્તુનું ઉદ્ધોધન કરાવવા દ્વારા અથવા છંદના અનુપ્રવેશથી બીજાના મનને આવરી લે, ક્યારેક જોડે નાચતાં, કે ગાતાં; તે રીતે જ ડોમ્બિકા વગેરે કાવ્યપ્રકારોમાં જાણવું.
વિ હોવી. વગેરે ઉપરિકથિત ઉદાહરણમાં પણ વચનો દ્વારા એ ડોમ્બિક પ્રયોગમાં રાજાના પરિતોષ માટેના અર્થનું કથન થાય તેવા વચનમાં રહેલા ગીત વડે કે વાદ્ય કે નૃત્ય વડે રાજાને ખુશ કરવા પ્રયત્ન હોય છે. તેમાં વચ્ચે ચૌર્યકામુકની ક્રીડા વગેરે ગોઠવીને રાજપુત્ર વગેરેના હૃદયમાં પ્રવેશે તેવું રજૂ કરે છે. તેવી ડોમ્બિકામાં નર્તકી ધનપ્રાપ્તિનો ઉપાય બનતી, તે જ રાજપુત્રને પારકો હોય તેમ સંબોધીને, બીજી ચેષ્ટા સૂચવીને ડોમ્બિકાના પ્રયોગનો ઉપસંહાર કરે છે, જેમ કે, “ગુણમાલામાં’ ‘(કામિ તારી 4. Ifમ તવત્ રનન્ પ્રસને અનુજ્ઞાતિ )માં નર્તન કરતી ડોમ્બિકા (ની નર્તકી) અનેક રીતે ઉપરંજક ગીતો વગેરેથી વીંટળાઈને – “તારા તરફ હું આમ કહું છું.” – એમ તેમાં રહેલા ગીત દ્વારા પોતાની વાત સંક્રમિત કરીને લૌકિક રૂપથી તે ગવાતા રૂપકમાં લય અને તાલના સામ્ય સાથે નૃત્ય કરે છે. તેમાં ગવાતાં પદોના અર્થ, રાજાના હૃદયમાં પ્રવેશે છે તે દર્શાવવા લૌકિક વ્યવહારમાં જોવા મળે છે તેમ ભમ્મર ઉછાળવી, રોમાંચ, આંખનો વિકાર, (= આંખ મારવી) વગેરે અંગવિકારો પણ નર્તકી કરે છે. આમ, ગીત વડે મુખ્યત્વે અનુરંજન કરીને અને તેને ઉપયોગી અંગનો વિકાર દર્શાવીને, નૃત્ત વડે ચિત્તગ્રહણ કરતી, પ્રધાનભાવવાળા ગીતને ગૌણ બનાવતી, જે તે ભાવને ઉચિત અંગવિક્ષેપ કરે છે.
આ પછી જે રીતે, તે ગીત, નૃત્ત વગેરે રજૂ કરે તેમ નર્તકી પ્રયોગ કરે છે. ડોમ્બિકા પ્રકારને સાક્ષાત્કારની કક્ષાનો હોય તેમ તે દર્શાવતી નથી કેમ કે, તેમાં સાક્ષાત્કાર માટેના આહાર્ય અભિનય વગેરે વડે પોતાના (કલાકાર વ્યક્તિના પોતાના) રૂપ વગેરેનું પ્રચ્છાદન થતું નથી. આમ ડોમ્બિકાને નર્તકી કલાકાર સાક્ષાત્કારરૂપે દર્શાવતી નથી પણ તેવું જ સાભિનય નૃત્ત રજૂ કરે છે, જેનાથી કોઈ અલૌકિક રૂપાંતરનો પ્રાદુર્ભાવ થતો નથી. વળી, ગેયમાં વ્યુત્પત્તિનું અનુસંધાન હોતું પણ નથી, જ્યારે પાક્યમાં તે પણ પ્રધાન હોય છે, આવું ભરતમુનિ વગેરેનું પાક્ય વિશે મૂલથી અભિપ્રેત છે. હેમચન્દ્ર અહીં ચર્ચા પૂરી કરે છે.
હેમચન્દ્ર પાક્ય રૂપકો અને ગેય ઉપરૂપકોમાં કલાની દૃષ્ટિએ જે પૃથક અસર છે તેનું અહીં વિવરણ કરે છે. નાટક વગેરે સાક્ષાત્કાર રૂપ છે, જ્યારે ડોમ્બિકા વગેરેમાં તે ક્ષમતા નથી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org