________________
ભૂમિકા
૧ ૨ ૧
ગ્રંથોનો નિર્દેશ આપે છે. ડૉ. કુલકર્ણી તથા પ્રો. પરીખે આ ઉપરાન્ત જે તે ઉદાહરણ | ઉદ્ધરણના મૂળ ગ્રંથનો નિર્દેશ આપવા પ્રયાસ કર્યો છે અને આપણી ચર્ચામાં આપણે થોડા વધુ અનુલ્લિખિત આધારગ્રંથો નિર્દેશ્યા છે.
આ દ્વારા હેમચન્દ્રાચાર્યની વિદ્વત્તા અને શ્રદ્ધયતા સૂચવાય છે. અમારી આલોચના પ્રમાણે અધ્યાય ૫ અને ૬ આ ગ્રંથની કદાચ નબળી કડીઓ છે, જ્યારે અધ્યાય ૭ તથા ૮ના નિરૂપણમાં કેટલાક મુદ્દાઓ - જેમ કે નાયકાદિ વિચાર રસવિચારમાં વિભાવચર્ચામાં તથા અધ્યાય ૮નો સંધિ વિચાર નાટકાદિના સંદર્ભમાં વધુ સારી રીતે ગોઠવાત, જે આચાર્ય મહાકાવ્યાદિના સંદર્ભમાં લીધો છે – આચાર્યશ્રી વધારે યોગ્ય સ્થળે વિચારીને પોતાની ગ્રંથ-વ્યવસ્થા વધારે અસરકારક કરી શકત. અલંકાર-નિરૂપણમાં તેમણે જે સંકોચ સાધ્યો છે તેમાં કોઈ કલાદ્રષ્ટિ – સૌંદર્યમીમાંસા – પ્રગટતી નથી. અપ્પય્ય દીક્ષિત કે જગન્નાથની તુલનામાં આ પ્રયત્ન વામણો છે. છતાં પ્રથમ અધ્યાયમાં જ કવિશિક્ષાના મુદ્દા વણી લેવામાં તેમણે ઘેરો વિવેક પ્રગટ કર્યો છે. રસવિચારણા, (ખાસ કરીને અભિનવભારતીની સમગ્ર ચર્ચાનો તેમણે વિવેકમાં સાધેલો વ્યાપ), ગુણ નિરૂપણ તથા ખાસ તો દોષચર્ચા તેમની વિશેષ સિદ્ધિ રૂપ છે. ભરત, આનંદવર્ધન, અભિનવગુપ્ત, કુન્તક, ખાસ તો મહિમભટ્ટ, એ પહેલાં ભામહાદિ પૂર્વાચાર્યો, તથા વાગેવતાવતાર મમ્મટ તથા તેમના પુરોગામી ધનંજય | ધનિક, ભોજ વગેરે માલવ પરંપરાના ગ્રંથકારોનો ખૂબ જ ઊંડાણથી મર્મગ્રાહી પરિચય આચાર્યશ્રીના કાવ્યાનુશાસનમાં સ્વયંસ્કુરિત થાય છે. આ સઘળું ગંભીર વિવેચન આનંદવર્ધન અને આદિ શંકરાચાર્ય જેવી પ્રસન્ન લખાણ શૈલીમાં નિરૂપિત કરવું, તથા તૌલનિક, સમીક્ષિત અભિપ્રાયો કોઈપણ પૂર્વગ્રહ વગર સચોટ રીતે આપવા તે આચાર્યશ્રીની અપૂર્વ સિદ્ધિઓ છે. સાહિત્યશાસ્ત્રમાં કાશ્મીરી પરંપરાનું તેમણે પ્રવર્તન કર્યું અને કદાચ તેમના પ્રયત્નથી એ પરંપરા દક્ષિણ ભારત તરફ વિશેષ વેગથી પ્રવાહિત થઈ.
કાવ્યાનુશાસનમાં અભિનવભારતી, તથા મહિમભટ્ટના વ્યક્તિવિવેકના અંશો એવા સાંગોપાંગ સચવાયા છે કે, મૂળ ગ્રંથના શ્રદ્ધેય પાઠની તારવણી સરળ બની જાય છે. આ દિશામાં ડૉ. કુલકર્ણીનો પ્રયાસ - જેમાં અપ્રાપ્ય એવી અભિવનભારતીનો, ભરતના નાટ્યશાસ્ત્રના સાતમા ભાવાધ્યાય ઉપરનો અંશ re-construct પુનઃ સાકાર કરી આપવા અંગેનો સ્તુત્ય પ્રયત્ન આવી જાય છે. વળી, તે ખાસ સબહુમાન ઉલ્લેખ પાત્ર છે. આ ભૂમિકા લખનારે એ જ રીતે આચાર્યશ્રીના આધારે કાલિદાસાદિની રચનાઓના મૂળ પાઠ નિર્ધારિત કરવા, અથવા આ કે તે પાઠને મૂળ પાઠ તરીકે આધાર આપવા, કેટલાક સંશોધન લેખો લખ્યા છે. આ રીતે સહાયક સામગ્રી –ખાસ કરીને પાઠસમીક્ષા અંગેના સંશોધનમાં – તરીકે કાવ્યાનુશાસનનું ઘણું ઊંચું મૂલ્ય છે, જેનો લાભ હજી પૂરેપૂરો ઉઠાવાયો નથી. ડૉ. રેવાપ્રસાદ જેવા વિદ્વાનો મહિમાના વ્યક્તિવિવેકની સમીક્ષિત આવૃત્તિમાં કાવ્યાનુશાસનનો શ્રદ્ધેય આધારસામગ્રી તરીકે ભવિષ્યમાં ઉપયોગ કરી શકે. આ જ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org