________________
ભૂમિકા
નિરૂપી તેનો શત્રુવિજય નિરૂપવો, અથવા શત્રુના પરાક્રમ વગેરે નિરૂપી એવા શત્રુ પર નાયકનો વિજય બતાવવો - આ બે માર્ગ)નું અનુસરણ, આટલી વિગતો ઉભયવૈચિત્ર્યમાં સમાવેશ પામે છે. આ પછી આચાર્ય જુદી જુદી ભાષામાં રચાયેલાં મહાકાવ્યોને નામથી ઉલ્લેખે છે.
—
સૂત્ર ૨૦૨(સૂત્ર ૮/૭)માં આખ્યાયિકા અંગે હેમચન્દ્ર જણાવે છે કે, આખ્યાયિકામાં ધીરોદ્ધતાદિ નાયક પોતાનું પરાક્રમ પોતે વર્ણવે છે. ભાવિ વિગતને સૂચવતા વક્ત અને અપરવક્ત છંદની આર્યાઓ તેમાં જણાય છે. વળી પ્રકરણ સમાપ્તિને ‘ઉચ્છ્વાસ' કહેવાય છે. તે સંસ્કૃતમાં
રચાય
તથા ગદ્યમાં લખાય છે.
(સૂત્ર ૨૦૩) ધીર શાંતનાયકવાળી ગદ્ય કે પદ્યમાં બધી ભાષામાં રચાતી તે કથા છે (સૂત્ર ૮/૮) હેમચન્દ્ર જણાવે છે કે, અહીં આખ્યાયિકાની માફક સ્વચરિત્રનું નાયક વર્ણન કરતો નથી પણ ધીરશાંત પ્રકારના તેનું ચરિત કવિ નિરૂપે છે. ગદ્યસ્વરૂપમાં તે લખાય છે જેમ કે, કાદંબરી અને પદ્યમયી કથા, જેમ કે ‘લીલાવતી’ છે. તે સર્વભાષામાં રચાય છે જેમ કે ક્યારેક સંસ્કૃત કે પ્રાકૃત કે માગધી, શૂરસેની, પિશાચી, કે ક્યારેક અપભ્રંશમાં પણ નિરૂપાય છે.
૧૧૯
પ્રબંધની વચ્ચે પારકાને બોધ આપવા, નળ વગેરેનાં ઉપાખ્યાનની માફક કોઈ ઉપાખ્યાનનો અભિનય કરતો કે પાઠ કરતો કોઈ ગ્રંથિક જેનું કથન કરે તે થયું ‘ગોવિન્દ’ વગેરે જેવું ‘આખ્યાન’. પ્રાણીઓ કે પશુઓની ચેષ્ટાઓના નિરૂપણથી કાર્યાકાર્યનો નિશ્ચય જેમાં થાય તે પંચતંત્ર વગેરે જેવું તથા ધૂર્ત, વિટ, કુટ્ટનીમત, મયૂર મારિકાદિ જેવું નિરૂપણ તે ‘નિદર્શન’ થયું. મુખ્યપાત્રને અનુલક્ષીને બે જણનો વિવાદ જે અર્ધો પ્રાકૃતમાં નિરૂપાય તે ‘ચેટક', વગેરે જેવો સાહિત્યપ્રકાર ‘પ્રવતિકા' કહેવાય છે.
પ્રેતભાષા કે મહારાષ્ટ્રભાષાની રચના તે ક્ષુદ્રકથા મન્થલ્લી - મન્થલ્લિકા - કહેવાય છે. જેમ કે, ગોરોચના વગેરે આમાં પુરોહિત, અમાત્ય, તાપસ વગેરેની આરંભેલી વાતનો પૂરો નિર્વાહ ન થતાં તેમનો ઉપહાસ (=મશ્કરી) કરાય છે.
-
જેમાં વસ્તુ પહેલાં જણાતી નથી પણ પાછળથી જણાય છે તે ‘મત્સહસિતા’ વગેરે નામની રચના ‘મણિકુલ્યા’ છે.
Jain Education International
ધર્મ વગેરે (કેવળ) એક પુરુષાર્થને ઉદ્દેશીને નિરૂપણ પ્રકારના વૈચિત્ર્ય(= શોભા)થી અનન્તવૃત્તાન્તના વર્ણનના પ્રાધાન્યવાળી પરિકથા, તે ‘શૂદ્રક' વગે૨ે નામની.
ગ્રંથાન્તરમાં પ્રસિદ્ધ ઇતિવૃત્ત જે મધ્યમાં કે અંતમાં આવે તે અંશને ખંડકથા કહે છે. જેમ કે ‘ઇન્દુમતી’ વગેરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org