________________
ભૂમિકા
૧૧૩ જેમાં કુલસ્ત્રી પતિના ગુણ સખી પાસે ગાય અને ઠપકો પણ ઉચ્ચારે તે ગીતમાં (રજૂ થતું‘શ્રીગદિત' છે.
જયાં ભિન્ન ભિન્ન લયોનો પ્રયોગ થાય છે તથા રાગ અને રાગિણીની વિવેચના (અથવા વિત્રિતમ્ = શોભા), તથા સુંદરતાથી કથાનો નિર્વાહ થાય છે તે – અનેક રસવાળો (ગીત) કાવ્ય' (નામ ઉપરૂપકપ્રકાર) છે.
હેમચન્દ્ર આ (ગીત) કાવ્યના પ્રકારની માહિતી અભિનવભારતીમાં નિરૂપેલ કોહલના મત પ્રમાણે આપે છે. “રાઘવવિજય', અને “મારીચવધીને આ (ગીત) કાવ્ય પ્રકારના પ્રબંધો કહ્યા છે.
હેમચન્દ્ર નોંધે છે કે, સૂત્રમાં (કાવ્યાનુશાસન ૮/૪) “આદિ, શબ્દના ગ્રહણથી “શમ્પા', છલિત', અને દ્વિપદી' વગેરેનું ગ્રહણ અભિપ્રેત છે. એનો વિસ્તાર “બ્રહ્મ ભરત”, “કોહલ', વગેરે રચિત શાસ્ત્રોમાંથી જાણવો; આ નોંધ અલંકારચૂડામણિમાં વાંચવા મળે છે.
વિવેકમાં (પૃ. ૪૪૫ ૬, ૭ એજન) હેમચન્દ્ર વિસ્તૃત નોંધ આપે છે. તેઓ જણાવે છે કે, ગેયકાવ્યનો ત્રિવિધ પ્રયોગ હોય છે જેમ કે, મસૂણ, ઉદ્ધત અને મિશ્ર, (આ સઘળી ચર્ચા અ. ભા. પ્રમાણે જ છે). જેમ કે, ડોમ્બિકાઓ, કે જેમની રચના પ્રધાનરૂપે રાજાની ખુશામતને આધારે કરવામાં આવી છે, તેમાં તેમનું શુદ્ધ સુકુમાર રૂપ જ છે – (અર્થાત તે “મસૂણ' પ્રકાર થયો).
ભાણીમાં નૃસિંહાદિ(નરસિંહ અવતાર)ના ચરિતના વર્ણનમાં ઉદ્ધત રૂપ છે.
ક્યારેક મસૂણમાં પણ ઉદ્ધત પ્રવેશે છે તે આચાર્યશ્રીને મતે ઉચિત જ છે. તેમાં પણ (બન્નેના) વત્તા-ઓછા-પણાને કારણે ભેદ પ્રાપ્ત થાય છે. (જેમ કે, મસૂણમાં ઉદ્ધત ઓછું હોય અને ઉદ્ધતમાં મસૃણની માત્રા ઓછી હોય).
પહેલો ભેદ તે “પ્રસ્થાન' અને બીજો તે “ષિગક (હેમચન્દ્ર પ્રમાણે “શિડ્રગટક” નામ છે) પણ ઉદ્ધતમાં મસૂરના પ્રવેશથી “ભાણિકા' પ્રાપ્ત થાય છે. એ સિવાયના પ્રેરણ, રામાક્રીડ, રાસક, હલ્લીસક વગેરેને પણ મઝુણ અને ઉદ્ધતના અલ્પત્વ/બહુત્વને કારણે થતા વૈચિત્ર્ય(શોભા)ના સંદર્ભમાં વિભિન્ન રૂપોવાળા, આમાં જ સમાઈ જતા જાણવા.
હેમચન્દ્ર અભિનવભારતીને અનુસરીને ચર્ચા આગળ ચલાવે છે. એક પૂર્વપક્ષ અપાયો છે તે આ રીતે – (પ્રશ્ન) ડોમ્બિકા, શિંગટક વગેરેમાં વાક્યો એકબીજા વિશે અનુચિત હોય છે (=એકબીજા સાથે બંધબેસતા હોતા નથી) તો આવો અનન્વય હોય ત્યારે રંજતા કેવી રીતે સિદ્ધ થાય ? આનો જવાબ એ છે કે, એવું નથી. જેમ દેવતાની સ્તુતિ સ્ત્રી કે પુરુષ રૂપે થાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org