________________
૧૧ ૨
કાવ્યાનુશાસન પદાર્થ – અભિનયના સ્વભાવવાળાં ડોમ્બિકા વગેરે ગેય રૂપકો ચિરંતનોએ કહ્યાં છે, તે
જેમ કે.
–પ્રચ્છન્ન અનુરાગ જેમાં છે તેવી ઉક્તિઓ વડે જ્યાં રાજાનું મન આવર્જિત કરાય તે છે, મસૃણા - ‘ડોમ્બિકા'.
જે દ્વારા નર્તકી નૃસિંહ, સૂકર, વગેરે(અવતારો ?)નું વર્ણન પાઠવે તે, ઉદ્ધત અંગ વડે પ્રદર્શિત ‘ભાણ' છે;
ગજ વગેરેની ગતિ જેવી નાયિકાની ગતિનું જ્યાં વર્ણન હોય, તે અલ્પરૂપે ઉદ્ધત અને વિશેષરૂપે મસૃણ (કોમા) જણાય તે “પ્રસ્થાન' કહેવાય છે.
જ્યાં સખીની પાસે પતિનું ઉદ્ધત વર્તન કહેવામાં આવે, તથા મસૃણ (એવું) ધૂર્તચરિત (પણ કહેવાય) તે ‘શિગક” છે. (મૂળ અ.ભા.માં ‘ષિગક' શબ્દ છે.)
‘જ્યાં સૂકર (=વરાહ, ભૂંડ) અને સિંહનાં બચ્ચાંની ક્રીડા કે પરસ્પર કુસ્તી ધવલાદિ વડે કરાય (?= આ અંશ અસ્પષ્ટ છે, મૂળ અ.ભા.માં “ધ્વગાદ્રિના અર્થાત ધજા, વગેરે સાથે છે અથવા એવી કોઈ મુદ્રા સાથે –' એવો શબ્દ પ્રયોગ છે) તે ‘ભાણિકા' છે.
‘પ્રેરણ” તે હાસ્યપ્રધાન છે તથા પ્રહેલિકા(= ઉખાણાં)થી યુક્ત છે, તથા ‘રામાક્રીડ’ તે ઋતુવર્ણનથી યુક્ત છે.
‘જ્યાં વર્તુળ બનાવીને (સ્ત્રીઓ) નાચે તે “હલ્લીસક” છે.
જેમાં જેમ ગોડસ્ત્રીઓના એકલા હરિ, તેમ એક જ નેતા હોય તથા અનેક નર્તકીઓ વડે યોજાતું ચિત્ર, તાલ અને લયવાળું મસૃણ તથા ઉદ્ધત (એમ બન્ને પ્રકારનું) ૬૪ યુગલોવાળું, તે રાસક' છે. (આજનો “રાસ” પ્રકાર અભિપ્રેત હોઈ શકે.)
આટલાં ઉપરૂપકો હેમચન્દ્ર, અભિનવભારતી(=અ.ભા.)માંથી ટાંકે છે. અ.ભા. આગળ નોંધે છે કે, આ બધા પ્રબંધો નૃત્તાત્મક’ છે, પણ નાટ્યાત્મક નથી, જ્યારે રાઘવવિજય અને મારીચવધ વગેરે રચનાઓ નથી નૃત્તાત્મક કે નથી નાટ્યાત્મક.
આ પછી હેમચન્દ્ર ગોષ્ઠી' વિશે જણાવે છે કે તે “ગોષ્ઠ' (કહેતાં “ગમાણમાં) વિહાર કરતા કરતા શ્રીહરિની ચેષ્ટા નિરૂપે છે જેમાં, અસુર વગેરેનો ધ્વંસ થાય છે; તેને “ગોષ્ઠી' કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org