________________
૧૧૧
ભૂમિકા નિરુપયોગી છે, વળી તેમણે આપેલું ઉદ્ધરણ અધૂરું છે) – નીચે પ્રમાણે કોહલના મતનો સંદર્ભ આપીને કરાયો છે - “૩વકતવ્યાધ્યાને તુ વોદિત્સાવિત્નક્ષતતોટ - સટ્ટા – રાસવિલં પત્ન, નાદિયા દરVIવાવિતિ' વળી, અભિનવગુપ્ત (ડૉ. રાઘવનું પ્રમાણે નાટ્યશાસ્ત્ર વૉ. ૧, G.0.s. પૃ. ૧૮૪/૧૮૫) વાસ્તવમાં આ પહેલી આવૃત્તિ છે. બીજી આવૃત્તિમાં (‘પ૬) પૃ. ૧૮૨, પર આ સંદર્ભ છે)- કોહલનો (રાગ) કાવ્ય નામના ઉપરૂપક પ્રકાર માટેનો શ્લોક પણ ટાંકે છે. વાસ્તવમાં ડૉ. રાઘવને અભિનવભારતી ઝીણવટથી જોઈ જણાતી નથી, કેમ કે, આ જે સંદર્ભ ડૉ. રાઘવન ટાંકે છે તેમાં આચાર્ય હેમચન્દ્ર જેમનો “ચિરંતનો’ નામે ઉલ્લેખ કરે છે તે આચાર્યોનો મત ટાંકવામાં આવ્યો છે. અભિનવભારતીનો એ લગભગ આખોય ફકરો આચાર્ય હેમચન્દ્ર પોતાની “વિવેક' ટીકામાં (પૃ. ૪૪૫-૪૪૮ એજન) વણી લે છે જેનો વિસ્તૃત પરિચય આપણે આગળ કેળવીશું. તે વખતે અભિનવભારતીમાંની ચર્ચાનો પણ વિગતે ખ્યાલ આવી જશે. હાલ એટલું નોંધવું પર્યાપ્ત છે કે, અભિનવગુપ્ત ચિરન્તનો પ્રમાણે (પૃ. ૧૮૧, એજન) ડોમ્બિકા, ભાણ, પ્રસ્થાન, ષિગક, ભાણિકા, રામાક્રીડ, હલ્લીસક, અને રાસક – એમ આઠ પ્રકારોનો નિર્દેશ અને તવિષયક ચર્ચા આપે છે. નાટ્યશાસ્ત્ર ચતુર્થ અધ્યાય – તાડવવિધાન – ઉપરની અભિનવભારતીમાં આ વાંચવા મળે છે. આની ચર્ચા પણ આપણે હેમચન્દ્રના મતની ચર્ચા દરમ્યાન વણી લઈશું.
ભામહ (કાવ્યસંકાર ૧, ૨૪) સાહિત્ય પ્રકારોની ચર્ચામાં “દ્વિપદી' “શમ્યા” “રાસક', અને અંધક'નો નિર્દેશ કરે છે, જયારે દંડી (કાવ્યદર્શ ૧૩૯) લાસ્ય, છલિત અને શમ્યાનો નિર્દેશ આપે છે. વાસ્યાયન પોતાના કામસૂત્રામાં હલ્લીસક, નાટ્યશાસક તથા પ્રેક્ષણકનો તથા તંત્રવાર્તિકમાં કુમારિલ દ્વિપદી અને રાસકનો નિર્દેશ કરે છે. દશરૂપક-અવલોક (૧/૮)માં ઉદ્ધત એક શ્લોકમાં ડોમ્બી, શ્રીગદિત, ભાણ, ભાણી, પ્રસ્થાન, રાસક અને કાવ્ય એમ સાત “નૃત્ય'ના પ્રકારો કહ્યા છે અને તે બધાનો રૂપક “ભાણ'ની માફક એક જ કલાકારે પદાર્થ =એક દિવસીય – પ્રયોગ કરવાનું સૂચવાયું છે. ભોજે ઉપરૂપકોના પણ બાર પ્રકારો ગણાવ્યા છે, જેમ કે, શ્રીગદિત, દુર્મલ્લિકા, પ્રસ્થાન, કાવ્ય (ચિત્રકાવ્ય), ભાણ (શુદ્ધ, ચિત્ર, સંકીર્ણ એમ ત્રિવિધ), ભાણિકા, ગોઠી, હલ્લીસક, નર્તનક, પ્રેક્ષણક, રાસક અને નાટ્યરાસક.
કોહલથી ભોજ સુધીમાં આ રીતે ઉપરૂપકના પ્રકારોની જડ નંખાઈ ગઈ હતી અને મિશ્ર કલાપ્રકાર તરીકે – અને કદાચ લોક-કલાના પ્રકાર તરીકે પણ – તેમનો સ્વીકાર થઈ ગયો હતો. આથી જ આચાર્ય હેમચન્દ્ર પણ કાવ્યાનુશાસનમાં પ્રેક્ષ્ય કાવ્યના “ગેય પ્રકારવિશેષ રૂપે તેમની ચર્ચા કરે છે. મૂળ કાવ્યાનુશાસન અને વૃત્તિ અલંકારચૂડામણિમાં તો આ પ્રકારોના નામનિર્દેશ અને લક્ષણો જ અપાયાં છે, પણ વિવેકમાં અભિનવભારતીને આધારે વિશેષ ચર્ચા વણી લેવાઈ છે, તેનો વિસ્તાર આ પ્રમાણે જોવા મળે છે, જેમ કે (પૃ. ૪૪૫ એજન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org