________________
૧૦૯
ભૂમિકા
ઉપચારયુક્ત સંભોગ રાણીવાસમાં કુશળતાથી થાય છે એવું રાજાઓને સમજાવાય છે. રાજા અને વિવિધ નાયિકાઓની પરસ્પર રુચિ પણ રજૂ થાય છે. વિવિધ નાયિકાઓમાં મહાદેવી, દેવી, સ્વામિની, સ્થાપિતા, ભોગિની, શિલ્પકારિકા (બ્યુટીશિયન), નાટકીયા, નર્તકી, અનુચારિકા, પરિચારિકા, સંચારિકા, પ્રેષણકારિકા, મહત્તરા, પ્રતીહારી, કુમારી, સ્થવિરા, યુક્તિકા વગેરેનો સમાવેશ અભિપ્રેત છે. આ બધાની રાજા વિશે રુચિ અને રાજાની આ બધી સ્ત્રીઓ વિશેની રુચિ રજૂ કરાય છે. વળી સ્થાપત્ય, કંચુકી, વર્ષધર, ઉપસ્થાયિક, નિર્મુડ વગેરેનો અંતર્ભવનકક્ષા(= અંતઃપુર વગેરે ભાગ)માં સંચરણ નિરૂપાય છે. અંતઃપુરની બહાર સંચાર કરનારાઓમાં યુવરાજ, સેનાપતિ, મંત્રી, સચિવ, પ્રાવિવાક (= ન્યાયાધીશ, અથવા ન્યાય ભવનનો અધિકારી) કુમા૨ વગેરેનો સમાવેશ થાય છે. વળી, વિદૂષક, શકાર અને ચેટ વગેરેનું વૃત્ત (= ચરિત) પણ જાણવા મળે છે. રાજાના પ્રતિપક્ષીઓનું ચિરત, રાજાના કહેલા ગુણોના વિપર્યયરૂપ હોવાથી, અશુભ જન્માવનાર છે તેથી તે ‘ત્યાજ્ય’ રૂપે નિરૂપાય છે.
આ પછી (પૃ. ૪૪૪, વિવેક, એજન) હેમચન્દ્ર જે તે રૂપક પ્રકા૨ોમાં પણ કેવા પ્રકારના પુરુષાર્થના પ્રાધાન્યના અનુસંધાનમાં શું શું અભિપ્રેત છે તે વિગતે નિરૂપે છે. બધાં જ રૂપકોની વ્યાખ્યા પૂરી કર્યા પછી હેમચન્દ્રે આ સઘળી નોંધ સારરૂપે આપી છે. જ્યારે નાટ્યદર્પણમાં જે તે રૂપકના સંદર્ભમાં જે તે નોંધ અપાઈ છે જે વ્યવસ્થા વધારે સુસંગત જણાય છે. આ દ્વારા સમગ્ર રીતે જોતાં સંસ્કૃતનાટક વિશાળપાત્રસૃષ્ટિ અને વ્યાપક વસ્તુવિષય સાથે જીવનને દરેક બાજુથી આવરી લે છે તે ભાગ્યે જ કહેવાનું બાકી રહે છે.
ગેયરૂપકો
સૂત્ર ૧૯૯(સૂત્ર ૮૪)માં હેમચન્દ્ર ગેય રૂપકોનો નિર્દેશ કરે છે. આગળનાં રૂપકો વાક્યાર્થભિનય સ્વભાવનાં હતાં જ્યારે આ બધાં પદાર્થાભિનયસ્વરૂપનાં વિચારાયાં છે. તાત્પર્ય એમ તારવી શકાય કે પૂર્વનિર્દિષ્ટ રૂપકો અભિનયપ્રધાન અને સાચા અર્થમાં રૂપકો છે જેમાં ગીત નૃત્ય વગેરે કળાઓ ગૌણ રૂપે જોડાય છે. જ્યારે ગેય રૂપકોમાં અભિનયને મુકાબલે ગીત, નૃત્ય વગેરે કળાનું પ્રાધાન્ય વિચારી શકાય.
સૂત્ર ૮ ૩માં પાઠ્ય રૂપકભેદો નિરૂપાયા હતા. આ મૂળ રૂપક પ્રકારોમાં હેમચન્દ્ર ‘નાટિકા’ અને ‘સટ્ટક'નો નિર્દેશ આપ્યો છે જેમાંથી ‘નાટિકા’ ભરતમાં વિચારાઈ છે પણ ‘સટ્ટક'નો ત્યાં નિર્દેશ નથી જ્યારે કોહલ વગેરેમાં ‘સટ્ટક' ઉપરાંત બીજા પ્રકારોનો નિર્દેશ પ્રાપ્ત થાય છે. કોહલનો મૂળગ્રંથ તો આપણે માટે હાલ અનુપલબ્ધ છે પણ અભિનવગુપ્ત તેના જાણકાર હોવા જોઈએ કેમ કે, અભિનવભારતીમાં એકાધિક સ્થળે કોહલના મતનો હવાલો તેઓ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org