________________
૧૦૮
કાવ્યાનુશાસન
સંક્ષેપમાં એ ચર્ચા આ રીતે વાંચવા મળે છે (સંદર્ભ વિવેક, પૃ. ૪૩૪-૪૪૩, એજન) :
| ‘પ્રકરણમાં કવિ “આત્મશક્તિથી વસ્તુ - શરીર અને નાયક “ઔત્પત્તિક” (=કાલ્પનિક) રચે છે. અહીં ‘નાત્મશા ' એવા પ્રયોગથી ભરતે ‘ઇતિહાસાદિમાં પ્રસિદ્ધ' એવી વિગત નકારી છે, એમ હેમચન્દ્ર સમજાવે છે. જ્યાં કવિકલ્પિત અંશ ન હોય ત્યાં પુરાણાદિથી ભિન્ન બૃહત્કથા વગેરે પર આધારિત વિગત જાણવી; જેમ કે મૂળદેવનું ચરિત, વગેરે. અથવા “આહાર્ય' કહેતાં પૂર્વકવિની રચનામાંથી લીધેલું, જેમ કે, સમુદ્રદત્ત વગેરેનું ચરિત. બૃહત્કથા કે પુરાણકવિની રચનામાં પણ “અપૂર્વભૂત” એવા ગુણો જ નિરૂપાય છે. તેથી તે અંશ પણ “પ્રકરણ” જ કહેવાય. આ સઘળા વૃત્તની યોજના નાટક'ની માફક જ કરવાની છે. ‘નાટક”માં પ્રખ્યાત અને ઉદાત્ત નાયકનું ચરિત છે જયારે અહીં અમાત્ય, સાર્થવાહ, વિપ્ર, વણિક, સચિવ, પુરોહિત વગેરેનાં અનેક રસભાવવાળાં ચરિત નિરૂપાય છે. નાટકમાં દેવતાનું ચરિત આનુષંગિક રીતે પણ આવે છે. પણ પ્રકરણમાં તેવું પણ નથી. અહીં રાજા જેવો સંભોગાદિ, રાજાઓને છાજે તેવા વિલાસો વિપ્ર વગેરે નાયકોમાં, કલ્પિત અંશરૂપે પણ ન જોડવા. આથી રાજાઓના અંતઃપુરમાં જણાતા કંચુકી વગેરે પાત્રો પ્રકરણમાં નહિ જણાય. ચેટ, દાસ વગેરે રૂપી બાહ્ય પાત્રો પ્રવેશક વગેરેમાં જોડવાં. કંચુકીને સ્થાને, દાસ, વિદૂષકને સ્થાને વિટ, અમાત્યને સ્થાને શ્રેષ્ઠી વગેરે અહીં જોવા મળે છે. અહીં કુલસ્ત્રીની ચેષ્ટા ઓછી હોય છે. જયારે વેશ–વેશ્યાવાટ–ની સ્ત્રીના આચારનું નિરૂપણ અહીં જણાય છે.
આ રીતે હેમચન્દ્ર અન્ય રૂપકોનાં લક્ષણ | વ્યાખ્યાની ચર્ચા કરીને અન્ત (પૃ. ૪૪૩, વિવેક એજન) નાટકાદિ, બધા રૂપકપ્રકારો ચાર પ્રસિદ્ધ પુરુષાર્થો સાથે કેવી રીતે સંકળાયેલા છે તે પણ દર્શાવે છે. આ સમગ્ર ચર્ચા અભિનવભારતી ઉપર જ આધારિત છે તથા તેનો ઋણભાર નાટ્યદર્પણ ઉપર પણ પ્રત્યક્ષ જણાય છે. હેમચન્દ્ર પ્રમાણે નાટકમાં ધર્મ, અર્થ અને કામમાંથી કોઈ પણ એક મુખ્ય રીતે, અને બાકીના ગૌણ હોય તેમ નિરૂપાય છે, જેનું આરાધન નાટકમાં જાણે કે સાક્ષાત હોય તેમ, ઉપાદેય એટલે ગ્રાહ્ય હોય એ રીતે રજૂઆત પામે છે. તેમાં પણ વળી ધર્મપ્રધાન નાટ્યવસ્તુમાં દાન, તપ, યજ્ઞ વગેરે રૂપી ક્રિયા | અનુષ્ઠાન દ્વારા જે યશસ્કર અને આ જન્મે જ જે પ્રત્યક્ષફળ દર્શાવનાર છે તેનું નિરૂપણ અભિપ્રેત છે. અર્થારાધન રૂપી વસ્તુવાળા નાટકમાં રાજાઓનું એવું ચરિત નિરૂપાય છે જેમાં સંધિ, વિગ્રહાદિ ષડુ ગુણો પ્રયુક્ત થાય છે, તથા જેમાં કપટ, છેતરપિંડી વગેરેનું બાહુલ્ય હોય છે. વળી, અહીં શત્રુનો છેદ થયા પછી યશઃપ્રાપ્તિ થાય છે, અને લાભ વગેરે રૂપી ફળની સિદ્ધિ થાય છે. “કામ”ના આરાધનાવાળા નાટ્યવસ્તુમાં દિવ્યસ્ત્રી, કુમ્ભા સ્ત્રી વગેરે સાથેનો સંભોગ તથા સ્વાધીનપતિકા વગેરે આઠ અવસ્થાઓવાળી નાયિકાનો સંભોગ વગેરે નિરૂપાયા છે. તે દિવસ દરમ્યાન ‘પરસ્પરના અવલોકન' વગેરે વ્યાપારથી રજૂ થાય છે. અને રાત્રિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org