________________
૧૦૬
કાવ્યાનુશાસન
ઉપાયાનુષ્ઠાન યોજવું. (આ બધા જ શબ્દો અભિનવભારતી, પૃ. ૪૧૨, વૉ. ૨. p.o.s. એજનમાં વાંચવા મળે છે.) નાટ્યદર્પણમાં પણ આ જ વાત દોહરાવાઈ છે. નાટ્યદર્પણ તો એમ પણ કહે છે કે, કેવળ દેવાયત્ત ફળવાળા નાટ્યવસ્તુમાં પણ દેવ સદ્દગુણથી જ રીઝે છે, અને દેવતાની કૃપા પણ અધિકારી ઉપર જ વરસે છે. તેથી સચ્ચરિતવાળા થવું એવો ઉપદેશ તેમાંથી પામી શકાય. તો, આ રીતે દેવતાઓનું ગ્રહણ નાટકમાં થઈ શકે.
હેમચન્દ્ર એક પૂર્વપક્ષ વિચારે છે જે આ પ્રમાણે મૂકી શકાય – “નાટક એવા કથાશરીરવાળું પણ હોઈ શકે જેમાં દિવ્યનાયક આશ્રયરૂપ બને છે.” – આવી સમજૂતી (=વ્યાખ્યા) કેમ આપતા નથી ? સિદ્ધાંતીનો જવાબ એ છે કે, આવી વ્યાખ્યા પણ કરી શકાય જો આવા – જે તે લક્ષણવાળા નાટકથી કોઈ અર્થ સરતો હોય તો. આવું તો છે નહિ. દેવોની બાબતમાં તો, દિવ્ય પ્રભાવ અને ઐશ્વર્યને કારણે અત્યંત દુષ્માપ્ત વિગતો પણ ઇચ્છા માત્રથી સિદ્ધ થાય છે. આવું ચરિત મત્સ્ય પાત્રો વડે સિદ્ધ કરવું અશક્ય હોવાથી તે(=દેવતાના ચરિત)ને ઉપદેશયોગ્ય મનાયું નથી.
નાટ્યશાસ્ત્ર ૨ ૨૨, ૨૩ ટાંકતાં આચાર્યશ્રી જણાવે છે કે, દેવતાઓની તો ગૃહમાં કે ઉપવનમાં માનસી સિદ્ધિ હોય છે, જ્યારે સામાન્ય રીતે બધા માનુષભાવો તો ક્રિયા અને પ્રયત્નથી નિષ્પન્ન થાય છે તેથી મનુષ્ય દેવોની પ્રકૃતિમાં રહેલા ભાવો સાથે સ્પર્ધા ન કરવી.
આથી નાટકમાં તો એવા જ ચરિતનું નિબંધન કરવું કે જેમાં, ઈષ્ટ કે અનિષ્ટ દૈવી અને માનુષી કર્મોથી પ્રાપ્ત થતાં શુભાશુભફળો ભોગવનાર મનુષ્યોની જ વાત હોય, અને તેમને અભિપ્રેત ભોગની પ્રાપ્તિ અને વિપત્તિના પ્રતિકાર વિશે સમજ કેળવાવે એવું જ નાટક રચવું. આથી નાટકમાં મનુષ્ય રાજાઓ જ નાયક તરીક યોજાય છે. નાયિકા તો દિવ્ય પ્રકૃતિની હોય તો પણ વિરોધ આવતો નથી, જેમ કે ઉર્વશી. કારણ કે, નાયકના ચરિત દ્વારા જ તેના (= નાયિકાના) ચરિતનો આક્ષેપ ( નાટકમાં અવતરણ) થાય છે. આ ચર્ચા ઉપર આનંદવર્ધનના વિચારોનો પ્રભાવ વાંચી શકાય છે.
અભિનવગુપ્તને અનુસરીને ચર્ચા (વિવેક, પૃ. ૪૩૩-૪ એજન) આગળ ચલાવતાં આચાર્ય નોંધે છે કે, પ્રસિદ્ધ વસ્તુ પણ ફળ વગરનું જણાય તો વ્યુત્પત્તિ કેળવવામાં કામ આવતું નથી. તે સમજાવતાં કહ્યું છે કે, નાનાવિભૂતિપર્યુમિતિ | અર્થાત (પ્રસિદ્ધ વસ્તુ પણ) સુંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી વૈભવ જેમાં ફળરૂપે જોડાય છે તેવું ચરિત જરૂરી છે. તેમાં ય વળી અર્થ' અને કામ” બધા જ લોકો વડે અભિલષણીય છે તેથી તેમનું બાહુલ્ય દર્શાવવું. આ બધું અભિનવભારતીમાંથી અક્ષરશ: સ્વીકારાયું છે. “ઋદ્ધિવિનાનામ:” એ પદ દ્વારા એવું અભિપ્રેત છે કે, ઋદ્ધિ તે “અર્થ'(=પ્રયોજન)ની જાણવી, જેમ કે રાજ્ય વગેરેની પ્રાપ્તિ, વિલાસ દ્વારા “કામ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org