________________
ભૂમિકા
૧૦૭
લક્ષિત થાય છે. એનો અર્થ છે આનંદ માટેની પ્રવૃત્તિઓ. “આદિ' શબ્દ દ્વારા એવી પ્રવૃત્તિઓનું પ્રાધાન્ય – એટલે કે ઋદ્ધિ | વિલાસના પ્રાધાન્યવાળી પ્રવૃત્તિઓ અભિપ્રેત છે. અર્થાત્ નાટક ઋદ્ધિ અને વિલાસ જેમાં પ્રધાન છે તેવી ફલસંપત્તિવાળું નાટક હોવું જરૂરી છે. આથી રાજાએ આખું રાજ્ય બ્રાહ્મણોને દાનમાં આપીને પોતે વાનપ્રસ્થનો સ્વીકાર કર્યો એવા પ્રકારના ફળવાળું નાટક ન રચવું. સામાન્ય રીતે લોકો સુખ સગી આંખે જોવા, માણવાની ઇચ્છાવાળા હોય છે. (દષ્ટસુખાર્થી દBસુરક્વાર્થી દિ વીદુચેન નો: વિવેક, એજન ; અભિનવભારતી, પૃ. ૪૧૨, એજન) આથી આ ધર્મ | મોક્ષ પ્રધાન પ્રતીતિ વિરસ બની જાય. નાટ્યદર્પણ પણ અભિનવગુપ્ત અને હેમચન્દ્રને અનુસરીને આ જ શબ્દો યોજે છે.
અહીં પણ એ વાત ખ્યાલમાં લેવાની છે કે, વિવેકમાં શબ્દશઃ અભિનવભારતીનું ગ્રહણ છે. તેનું સૂચન ડૉ. કુલકર્ણી તથા પ્રો. પરીખે કર્યું નથી.
વળી, નાટકમાં કેટલીય “હેય’ અને અપ્રધાન વિગતો પણ નિરૂપાય છે, જે અપનય' રૂપ હોવાથી પ્રતિનાયકને વિશે જોડવાની હોય છે. આવી વિગતો પૂર્વપક્ષરૂપે રહેલી જાણવી, અને તેમના પ્રતિક્ષેપથી નાયકના ચરિતનું નિર્વહણ થવાથી તેને જનપદ (= પ્રદેશ), કોશ વગેરે રૂપ સંપત્તિ પ્રાપ્ત થાય છે, આવું નિરૂપણ નાટકમાં કરવાનું હોય છે.
| વિલાસો એટલે આનંદ કે ભોગ માટેની પ્રવૃત્તિઓ, એ દ્વારા કૌમુદી મહોત્સવ વગેરે ઉજવણીઓ અભિપ્રેત છે, જેનાથી મનુષ્યો આનંદ પામે છે. વળી “ગુણો' દ્વારા “સંધિ” વિગ્રહ' વગેર છ ગુણોનું ગ્રહણ રાજાના ચરિતમાં જોડવાનું છે એવી ગુણોની) સમજૂતી (વ્યાખ્યાકારનો) ચાણક્ય' શાસ્ત્રનો પરિચયમાત્ર (આપણને) સૂચવે છે. વાસ્તવમાં નાટકના લક્ષણમાં ‘વસ્તુ અને “અપવંથરિત’ આ વિશેષણોથી આખોય અર્થરાશિ સમજાઈ જાય છે.
અવાન્તર વસ્તુ | વિગતોની સમાપ્તિ માટે અર્થાત્ અવાન્તર વિગતોની વિશ્રાન્તિ કહેતાં પૂર્ણાહુતિ માટે જે (વસ્તુના) અંશો વિચારાયા છે તે થયા “અંકો'. તે અંકો - પાંચથી માંડીને દસ સુધી સંખ્યામાં – આવા અંકો વડે, તથા વળી જે (જે તે) નિમિત્તને બળે અપ્રત્યક્ષ રીતે જોવાતા (નાયકના) ચેષ્ટિતના (પ્રવૃત્તિના) અંશો, તેમને જણાવનારા તે “પ્રવેશક' વગેરે (અર્થોપક્ષેપકો) તેમનાથી મઢાયેલું તે “નાટક” નામે “રૂપક' જાણવું. ( આ બધું અભિનવભારતી પૃ. ૪૧૩માંથી અક્ષરશઃ ઉદ્ધત છે) આ વિગતો નાટ્યદર્પણમાં પણ સ્વીકારાઈ છે.
આ પછી આ જ પદ્ધતિથી (= ભરતનું મૂળમાં અને અભિનવભારતીનું ‘વિવેક' ટીકામાં) અનુસરણ કરતાં હેમચન્દ્ર પ્રકરણ, નાટિકા, સમવકાર, ઈહામૃગ, ડિમ, વ્યાયોગ, ઉસ્મૃષ્ટિકાંક, પ્રહસન, ભાણ અને વીથીનાં લક્ષણો અને વ્યાખ્યા આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org