________________
૧૧૬
કાવ્યાનુશાસન
નાચ, તથા ગાનનાં તત્ત્વોથી મનોરંજન, આત્મનિવેદન આંશિક ભાવ-ભંજના વગેરે સિદ્ધ થાય છે તેવું આચાર્યશ્રી સૂચવે છે. આટલી શાસ્ત્રીય ચર્ચા અભિનવગુપ્તમાંથી પ્રેરણા લઈને વધારે સ્પષ્ટ રીતે આચાર્યશ્રી કરે છે, જે. ભોજ વગેરેમાં ઉપલબ્ધ નથી જો કે, દશરૂપક | અવલોકમાં નૃત્ત, નૃત્ય અને નાટ્ય ભિન્ન કલાસ્વરૂપો છે તેનું સૂચન મળે જ છે. નૃત્ત એ કેવળ તાલ અને લય પર આધારિત કલા છે, જે આધુનિક “બ્રેક', કે ‘ટિવટ' પ્રકારના ડાન્સ જોડે મૂકી શકાય. “નૃત્ય' એ ભરતનાટ્યમ્ વગેરે પ્રકારના શાસ્ત્રીય કલાપ્રયોગો છે જેમાં “ભાવ”નું પ્રાધાન્ય છે, જયારે નાટ્ય તે અભિનયાત્મક “રસ' પ્રધાન કલાપ્રકાર છે. હેમચન્દ્ર “સટ્ટકાદિને રૂપકોમાં ગણાવે છે તે બતાવે છે કે, કોહલી વગેરેએ જેને ઉપરૂપકો તરીકે વિચાર્યા હતાં તેમાંના કેટલાક પ્રયોગોમાં નાટ્યક્ષમતા પણ હશે જ. આમ, રૂપક / ઉપરૂપકના સીમાડાની ભેળસેળ પહેલેથી જ જોવા મળે છે જો કે, બન્નેના સ્વભાવગત ભેદને હેમચન્દ્ર વધારે ચોકસાઈથી મૂકી આપે છે. તેમના પછી રામચન્દ્ર -ગુણચન્દ્ર પણ ઉપરૂપક-વિચાર કર્યો છે.
ઉપરૂપક પ્રકારો કદાચ લોકકલાનાં સ્વરૂપો રૂપે પણ પ્રચલિત થયાં હોય અને તેમના પ્રકારભેદ અને સંખ્યાબેદનો ક્રમશઃ વિકાસ થતો રહ્યો હોય એવું અનુમાન તો જરૂર તારવી શકાય.
ભોજે પણ કોહલાદિમાંથી પ્રેરણા મેળવી હશે. તેમને મતે ઉપરૂપકો ૧૨ છે જેમ કે, શ્રીગદિત, દુર્મિલિકા(તા), પ્રસ્થાન, કાવ્ય (ચિત્રકાવ્ય), ભાણ, (શુદ્ધ, ચિત્ર અને સંકીર્ણ, એમ ત્રિવિધ), ભાણિકા, ગોઠી, હલ્લીસક, નર્તનક, પ્રેક્ષણક, રાસક અને નાટ્યશાસક (જેને “ચર્ચરી' પણ કહે છે).
નામભેદે પૃથ> ભેદ ગણીએ – જો કે એક નામમાં પણ લક્ષણભેદ નકારી શકાય તેમ નથી - તો હેમચન્દ્રમાં ડોમ્બિકા, શિગક, પ્રેરણ, રામાક્રીડ (રાગ) કાવ્ય – આટલાં વધારાનાં નામો છે. જયારે ભોજનાં દુર્મલિકા(તા) (ચિત્ર), કાવ્ય, નર્તનક પ્રેક્ષણક, નાટ્યશાસક (ચર્ચરી) આચાર્યશ્રીમાં જણાતાં નથી.
દુર્મિલિકા(તા) એ અશ્લીલ પ્રયોગ જણાય છે. આનો અભિનવગુપ્તમાં નિર્દેશ નથી. રામચન્દ્ર / ગુણચન્દ્ર આને “દુમિલિતા' કહે છે. શારદાતનય ‘દુર્મલ્લિકા' નામ વાંચે છે.
‘પ્રસ્થાન અભિનવગુપ્તમાં જણાય છે અને તેથી હેમચન્દ્રમાં પણ છે. “પ્રસ્થાન'નું નામ સાર્થક એટલા માટે છે કેમ કે, તેમાં પ્રેમી પ્રવાસ માટે પ્રસ્થાન કરે છે. રામચન્દ્ર શૃંગારપ્રકાશમાંથી લક્ષણ લે છે. શારદાતનય પ્રમાણે “પ્રસ્થાન'ની વિભાવના અભિનવગુપ્ત અથવા ભોજથી ભિન્ન છે. તેમની આધારસામગ્રીનો ખ્યાલ આવતો નથી.
ભોજનું ચિત્ર-કાવ્યનું લક્ષણ અસ્પષ્ટ સંગીતવિષયક સંદર્ભોવાળું છે. તેમાં રાગ, સંગીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org