________________
૧૦૪
કાવ્યાનુશાસન
મહાકાવ્યના સંદર્ભમાં રજૂ કરાયો છે અને તેમાં પણ “મુરાદઃ સો મરતોક્તિા : ૩ (સૂત્ર ૮) ૬ ઉપર) એટલી નોંધ સાથે મૂળ ભારતમાંથી જ લક્ષણો ઉદ્ધત કરાયાં છે, જેનો “વિવેક' ટીકામાં, વિસ્તારથી વિચાર હાથ ધરાયો છે. છતાં, નાટ્યદર્પણ પ્રમાણે સંધ્યો , વિખંભકાદિ અર્થોપક્ષેપકો વગેરેની ચર્ચા ન કરીને તેમને ગાળી નાખવામાં આવ્યા છે જે નાટ્યશાસ્ત્રીય વિચારણાની દૃષ્ટિએ અપૂર્ણતાની છાપ જરૂર ઉપસાવે છે.
ભરતના નાટ્યશાસ્ત્રમાંથી નાટકનું લક્ષણ ટાંકતાં આચાર્યશ્રી અલંકારચૂડામણિમાં ઋણનિર્દેશ જરૂરી ગણતા નથી કેમ કે, ભારતના શબ્દો તેમના સમયમાં લગભગ ૧૦૦૦ વર્ષોથી પ્રસિદ્ધ અને સર્વવિદિત હતા. “વિવેકમાં' આ લક્ષણનો વિસ્તૃત વિમર્શ હાથ ધરાયો છે. તેમાં સર્વત્ર અભિનવભારતીનો પ્રભાવ સ્પષ્ટ છે. “નાટક' પ્રખ્યાત વસ્તુવિષયવાળું હોય છે તથા તેનો નાયક પ્રખ્યાત અને ઉદાત્ત હોય છે, નાટક “રાજર્ષિવંશ્યચરિત' અને “દિવ્યાશ્રય'વાળું વિચારાયું છે. તેમાં અનેક પ્રકારની વિભૂતિઓ નિરૂપાય છે તથા ઋદ્ધિ, વિલાસાદિ, ગુણોથી તે યુક્ત હોય છે.
ભરત પ્રમાણે વળી ‘નાટક' ‘અંક,” “પ્રવેશક' વગેરેથી શોભતું હોવું જરૂરી છે.
નાટ્યદર્પણ (૧/૫) નાટકના લક્ષણમાં “ધર્મકામાર્થઋત્ન’ અને ‘સોપાયશાબ્ધિ એવાં વિશેષણો પ્રયોજીને અંક, બીજ-બિન્દુ, -પતાકા-પ્રકરી- કાર્યરૂપ પાંચ ઉપાયો, આરંભ યત્નપ્રાપ્યાશા - નિયાતાપ્તિ - ફલાગમ વગેરે પાંચ અવસ્થાઓ, મુખ વગેરે પાંચ સંધિઓ, સંધ્યો વગેરે સઘળા મુદ્દાઓની ચર્ચા આવરી લે છે. અંકની વિચારણામાં પ્રયોજય અપ્રયોજ્ય વિચાર પણ નાટ્યદર્પણ કરી લે છે. અંકમાં જેમનું નિરૂપણ ન થઈ શકે તે વિગતોને વણી લેવા માટે પ્રયોજાતા વિખંભક, પ્રવેશક આદિ અર્થોપક્ષેપકો પણ ચર્ચામાં સમાવી લે છે. જો કે, આટલો વિસ્તાર કાવ્યાનુશાસનમાં નથી તે દૃષ્ટિએ તેમાં ઊણપ જરૂર જણાય છે પણ હેમચન્દ્રને પક્ષે એ પણ નોંધવું જરૂરી છે કે, તેમણે મુખ્યત્વે કાવ્યાનુશાસનીય ગ્રંથ આપ્યો છે તથા તેથી નાટ્યશાસ્ત્રીય વિગતોનો તેમાં સંકોચ હોય તે સ્વાભાવિક લાગે છે.
‘વિવેક'માં પોતાને અભિપ્રેત વિચાર-વિસ્તાર સાધતાં હેમચન્દ્ર નોંધે છે કે, નાટકને પ્રખ્યાતવસ્તુવિષયવાળું' કહ્યું છે તેમાં પ્રખ્યાત” એટલે “ઇતિહાસ - આખ્યાન - આદિથી (યુક્ત) વસ્તુ ! વિષય' એમ સમજવાનું છે. હેમચન્દ્ર જણાવે છે કે, નાટ્યકાર આવી ઇતિહાસાદિ પ્રસિદ્ધ વિગતો એટલા માટે વણે છે, કેમ કે, કથાપરિચયને કારણે પ્રેક્ષક | ભાવક | સામાજિકને તેને વિશે આદરાતિશય પ્રગટે છે. અથવા “પ્રખ્યાત'માંનો “પ્ર’ - વિશેષરૂપે, ખ્યાત – પ્રસિદ્ધ વસ્તુ, એટલે કે ચેષ્ટા - એવા પ્રકારનો વિષય = પ્રદેશ માલવ, પંચાલ વગેરે – જેમાં છે, તેવું-મૂળ વિવેકમાં (પૃ. ૪૩૩) શબ્દો આ પ્રમાણે છે : “સત્ વી પ્રર્પણ ધ્યાત વસ્તુ વૈછિત, તથા વિષયો માનવપશ્ચિાત્તાવિર્યસ્મિન્ !” પછી નોંધે છે કે, વર્ઝવર્તનોfપ રિ વત્સરાનસ્થ ૌશામ્બીતિરિવતે વિષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org