________________
૧૦૨
કાવ્યાનુશાસન
આઠમા અધ્યાયમાં ૧૩ સૂત્રોમાં (કુલ સૂત્ર સળંગ સૂત્ર ૨૦૮) આચાર્યશ્રી કાવ્યનું સ્વરૂપલક્ષી વર્ગીકરણ પ્રસ્તુત કરે છે.
સૂત્ર ૮/૧ પ્રમાણે પ્રબન્ધાત્મક કાવ્યના બે મુખ્ય ભેદો – પ્રેક્ષ્ય અને શ્રવ્ય – સૂચવાયા છે.
કવિનું કર્મ તે “કાવ્ય', ‘દર્શન’ અને ‘વર્ણન' અર્થવાળા /વૃ ધાતુમાંથી “કવિ' શબ્દ પ્રાપ્ત થાય છે. દર્શન હોવા છતાં વર્ણનના અભાવમાં ઇતિહાસ વગેરેને ‘ાવ્ય' કહેતા નથી.
“પ્રેક્ષ્ય' એટલે અભિનય, અને “શ્રવ્ય તે અનભિનેય એવી ભૂમિકા કરીને આચાર્યશ્રી પ્રેક્ષ્યના વિભાગ (સૂત્ર ૮/૨) સૂચવતાં જણાવે છે કે, પ્રેક્ષ્ય તે “પાઠ્ય” અને “ગેય” એમ દ્વિવિધ છે.
(સળંગ સૂત્ર ૧૯૮) (સૂત્ર ૮/૩) આચાર્ય પાક્યના પ્રકારોમાં નાટક', પ્રકરણ, નાટિકા સમવકાર, ઈહામૃગ', “ડિમ', “વ્યાયોગ,” “ઉસૃષ્ટિકારક, પ્રહસન, ‘ભાણ,” “વીથી,' અને સટ્ટક' વગેરે ગણાવે છે.
નાટિકા અને “સટ્ટક” સાથે કુલ બાર પ્રેક્ષ્ય(પાક્ય, પ્રધાન રૂપકો )નો ઉલ્લેખ અહીં થયો છે. રામચન્દ્ર અને ગુણચન્દ્ર નાટ્યદર્પણમાં દસ રૂપકોમાં “નાટિકા” અને “પ્રકરણી' ઉમેરી મુખ્ય બાર રૂપકો ગણાવે છે તે આચાર્યની સરખામણીમાં વધારે સારી વ્યવસ્થા જણાય છે. કાં તો આચાર્યશ્રીએ ભરત પ્રમાણે, અને ધનંજય | ધનિક પ્રમાણે માત્ર દસ પ્રધાન રૂપકો ઉલ્લેખવા જોઈતાં હતાં, અથવા “નાટિકા'ના ઉલ્લેખ સાથે સટ્ટક'ને બદલે “પ્રકરણી'નો સમાવેશ કરવો જરૂરી હતો. નાટ્યદર્પણ તો દ્વાદશરૂપા જૈની વાફના અનુસંધાનમાં મુખ્ય રૂપકોના બાર ભેદો ગણાવે છે.
આચાર્યશ્રી એ પણ નોંધે છે કે, નાટકથી શરૂ કરીને વીથી સુધીના (કુલ ૧૧) વાકયાર્થાભિનયરૂપ છે, જેમને, ભરતમુનિએ ગણાવ્યા છે, બીજા કોઈએ “સટ્ટક'નો પણ ઉલ્લેખ કર્યો છે:
આ બધા રૂપક પ્રકારોમાં લક્ષણનિરૂપણમાં આચાર્ય ભરતમુનિમાંથી સીધા શ્લોકો આપ્યા છે ગુણવિચારમાં, કેમ કે તેઓ ભારત સાથે સંમત ન હતા તેથી તેમણે ભારતનાં વચનોનું માત્ર સારગ્રહણ કર્યું હતું. અહીં સંપૂર્ણ સંમતિ હોવાથી મૂળમાંથી અક્ષરશઃ ઉદ્ધરણ કર્યું છે,
એક મહત્ત્વની વાત એ છે કે, આચાર્યશ્રીએ સાહિત્યશાસ્ત્રના નિરૂપણમાં કાશ્મીરી પરંપરાનું જ પુન:પ્રવર્તન કર્યું છે, છતાં પોતાની રીતે રૂપકવિચાર પણ કાવ્યના પ્રકાર તરીકે તેમણે સામેલ કર્યો, તેમાં મુખ્યત્વે ભરતનું અનુસરણ છે. માલવપરંપરાના ભોજ, ધનંજય, ધનિક, શારદાતનય વગેરે આલોચકોમાં, પણ મુખ્યત્વે દેશ્ય-કાવ્ય-વિમર્શમાં ભારતનું જ અનુસરણ છે, છતાં અહીં-તહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org