________________
૧૦૦
કાવ્યાનુશાસન
વિશિષ્ટ એવા વિભાવ(= પ્રિયતમ પ્રિયતમા )નો લાભ થતાં, રતિનો ભાવ સવિશેષરૂપે ફુટ થાય ત્યારે તેના ઉપવૃંહણથી (= ટેકાથી, પુષ્ટિ, સમર્થનથી) થતા દેહવિકારો તે લીલા, વિલાસ, વિચ્છિત્તિ, બિબ્લોક, વિભ્રમ, કિલિકિંચિત, મોટ્ટાયિત, કુમિત, લલિત અને વિહત, સંભોગ પ્રાપ્ત થયો હોય અને ન થયો હોય (તો પણ) આ અંગવિકારો થાય છે. આગળ જે શોભા વગેરે બીજા સાત વિકારો કહેવાશે તે સંભોગની પ્રાપ્તિના સંદર્ભમાં જ જોવા મળે છે.
સૂ ૭/૩૬ પ્રમાણે વાણી, વેષ અને ચેષ્ટાથી પ્રિયજનનું અનુકરણ તે લીલા
સૂ. ૭ ૩૭ – સ્થાન વગેરેની વિશેષતા તે વિલાસ છે. સ્થાન એટલે ઊર્ધ્વતા “વગેરે' દ્વારા ઉપવેશન, ગમન, તથા હાથ, ભમ્મર, નેત્ર વગેરેના કર્મનું ગ્રહણ – આ બધાની વિશેષતા તે વિલાસ છે.
સૂ ૭/૩૮ – ગર્વને કારણે અલ્પ શણગાર કરવા તે થઈ ‘વિચ્છિત્તિ'. સૂ ૭/૩૯ – ઇષ્ટજન વિશે અવજ્ઞા તે થયો “
બિબ્લોક'. સૂ ૭/૪૦. વાણી, અંગ અને ભૂષણોનો વ્યત્યાસ - આડા અવળા હોવું – તે છે વિભ્રમ.”
સૌભાગ્યના ગર્વથી વચનો વગેરે ખોટી રીતે પ્રયોજવાં તે થયો વિભ્રમ, વચનમાં જેમ કે, અમુક કહેવાનું હોય અને અન્યથા કહેવાય, હાથે પહેરવાનું ઘરેણું પગમાં પહેરવું, કંદોરો ગળામાં નાખવો, વગેરે વગેરે
સૂત્ર ૭/૪૧ પ્રમાણે કિલિકિશ્ચિત' ત્યારે થાય જ્યારે સ્મિત, હસિત, રુદિત, ભય, રોષ, ગર્વ, દુ:ખ, શ્રમ, અભિલાષ વગેરેનો સંકર | શંભુમેળો રચાય.
સૂત્ર ૭/૪૨ પ્રિયજનની વાત ચાલતી હોય ત્યારે તેના ભાવની ભાવનાથી જન્મતી ચેષ્ટા તે મોટ્ટાયિત” છે..
સૂત્ર ૭/૪૩ (સળંગ સૂત્ર ૧૮૬) – પ્રિયતમ વડે અધર, સ્તન, કેશ વગેરેના પ્રહણથી દુઃખમાં પણ હર્ષ પામવો તે છે “કુટ્ટમિત’
સૂત્ર ૭/૪૪ - કોમળ અંગ વિન્યાસ તે “લલિત' છે.
સૂત્ર ૭/૪૫ કર્તવ્યવશાત્ આવી પડેલા હાથના વ્યાપારમાં જે સુંદરતા આવે તે વિલાસ' છે.
સૂત્ર ૭/૮૬ મુગ્ધતા વગેરે કોઈ પણ બહાનાથી તક આવે તો પણ (પ્રિયજન સાથે) વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org