SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ કાવ્યાનુશાસન વિશિષ્ટ એવા વિભાવ(= પ્રિયતમ પ્રિયતમા )નો લાભ થતાં, રતિનો ભાવ સવિશેષરૂપે ફુટ થાય ત્યારે તેના ઉપવૃંહણથી (= ટેકાથી, પુષ્ટિ, સમર્થનથી) થતા દેહવિકારો તે લીલા, વિલાસ, વિચ્છિત્તિ, બિબ્લોક, વિભ્રમ, કિલિકિંચિત, મોટ્ટાયિત, કુમિત, લલિત અને વિહત, સંભોગ પ્રાપ્ત થયો હોય અને ન થયો હોય (તો પણ) આ અંગવિકારો થાય છે. આગળ જે શોભા વગેરે બીજા સાત વિકારો કહેવાશે તે સંભોગની પ્રાપ્તિના સંદર્ભમાં જ જોવા મળે છે. સૂ ૭/૩૬ પ્રમાણે વાણી, વેષ અને ચેષ્ટાથી પ્રિયજનનું અનુકરણ તે લીલા સૂ. ૭ ૩૭ – સ્થાન વગેરેની વિશેષતા તે વિલાસ છે. સ્થાન એટલે ઊર્ધ્વતા “વગેરે' દ્વારા ઉપવેશન, ગમન, તથા હાથ, ભમ્મર, નેત્ર વગેરેના કર્મનું ગ્રહણ – આ બધાની વિશેષતા તે વિલાસ છે. સૂ ૭/૩૮ – ગર્વને કારણે અલ્પ શણગાર કરવા તે થઈ ‘વિચ્છિત્તિ'. સૂ ૭/૩૯ – ઇષ્ટજન વિશે અવજ્ઞા તે થયો “ બિબ્લોક'. સૂ ૭/૪૦. વાણી, અંગ અને ભૂષણોનો વ્યત્યાસ - આડા અવળા હોવું – તે છે વિભ્રમ.” સૌભાગ્યના ગર્વથી વચનો વગેરે ખોટી રીતે પ્રયોજવાં તે થયો વિભ્રમ, વચનમાં જેમ કે, અમુક કહેવાનું હોય અને અન્યથા કહેવાય, હાથે પહેરવાનું ઘરેણું પગમાં પહેરવું, કંદોરો ગળામાં નાખવો, વગેરે વગેરે સૂત્ર ૭/૪૧ પ્રમાણે કિલિકિશ્ચિત' ત્યારે થાય જ્યારે સ્મિત, હસિત, રુદિત, ભય, રોષ, ગર્વ, દુ:ખ, શ્રમ, અભિલાષ વગેરેનો સંકર | શંભુમેળો રચાય. સૂત્ર ૭/૪૨ પ્રિયજનની વાત ચાલતી હોય ત્યારે તેના ભાવની ભાવનાથી જન્મતી ચેષ્ટા તે મોટ્ટાયિત” છે.. સૂત્ર ૭/૪૩ (સળંગ સૂત્ર ૧૮૬) – પ્રિયતમ વડે અધર, સ્તન, કેશ વગેરેના પ્રહણથી દુઃખમાં પણ હર્ષ પામવો તે છે “કુટ્ટમિત’ સૂત્ર ૭/૪૪ - કોમળ અંગ વિન્યાસ તે “લલિત' છે. સૂત્ર ૭/૪૫ કર્તવ્યવશાત્ આવી પડેલા હાથના વ્યાપારમાં જે સુંદરતા આવે તે વિલાસ' છે. સૂત્ર ૭/૮૬ મુગ્ધતા વગેરે કોઈ પણ બહાનાથી તક આવે તો પણ (પ્રિયજન સાથે) વાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy