________________
ભૂમિકા
સૂત્ર ૧૭૭(સૂત્ર ૭/૩૪)માં ‘અંગજ' એવા ભાવ, હાવ અને હેલા નિરૂપાયા છે, જે અનુક્રમે અલ્પ, બહુ, અને ખૂબ ઘેરા વિકારરૂપ જણાય છે.
હેમચન્દ્ર ભરત(નાટ્યશાસ્ત્ર ૨૨/૬ g.o.s.)માંથી શ્લોક ટાંકીને જણાવે છે કે, ભારત પ્રમાણે સત્ત્વ' દેહાત્મક છે. “સત્ત્વ'માંથી ભાવ ઉત્પન્ન થાય છે. ભાવમાં હાવ અને હાવમાંથી હેલા જન્મ છે. આમ અનુક્રમે તેમનો (એકબીજામાંથી) હેતુભાવ જણાવાયો છે, છતાં પરંપરાથી તો અત્યંત તીવ્ર એવા “સત્ત્વ' કહેતાં “અંગ’માંથી નિષ્પન્ન થતા હોવાથી તે બધાને “અંગજ' કહેવાયા છે. જેમ કે, કુમારીના શરીરમાં પ્રૌઢતમ તેવા. કુમારીમાં રહેલ “હેલા'નું અવલોકન થતાં તેને “હાવનો ઉદ્ભવ કહેવાય છે. અને તે પહેલાં “ભાવ” જન્મેલો હોય છે. એમ ન હોય તો કેવળ “ભાવનો આવિર્ભાવ જ જણાય છે. આમ “ભાવ” જોવામાં આવે ત્યાં “હાય” અને “હેલા' પણ શક્ય છે. અથવા, “હાવ'ની અવસ્થા પહેલાં ક્યાંક “હેલો” જોવા મળે છે, ત્યારે “હેલા' માંથી “હેલો” પણ જણાય છે. આમ “હાવ'માંથી “હાય”, “હાવ'માંથી “હેલા વગેરે જાણવા. હેમચન્દ્ર ભરતના મતને સ્વીકારીને થોડી વધારે મનોવૈજ્ઞાનિક શક્યતાઓનો અહીં ઇશારો આપે છે. તેઓ નોંધે છે કે, આમ પરકીયભાવ વગેરેના શ્રવણથી, રસયુક્ત કાવ્ય વગેરેમાંથી, પણ હેલા વગેરેનો પ્રયોગ (કલાકાર વડે) થાય છે. આ થયું એકબીજામાંથી ઉત્પન્ન થવાપણું.
તે બધામાં અંગનો અલ્પ વિકાર, અંતર્ગતવાસના રૂપે રહેલા રતિનામે ભાવનું ભાવન કરાવે, સૂચન કરે તે થયો ભાવ; મોટા વિકારરૂપ, ભ્રમર, દાઢી, ગ્રીવા વગેરેનો ધર્મ, સ્વચિત્તવૃત્તિને અન્યત્ર સમર્પિત કરતી ચેષ્ટા તે “હાવતિ હોવઃ'- થયો “હાય”. આવી કન્યા જેનામાં “હાવ' જણાયો છે તે હજી પોતે રતિનો ઉદય માનતી નથી, પણ ફક્ત તેના સંસ્કારના બળથી તેવા પ્રકારના વિકારો અભિવ્યક્ત કરે છે, જે સાથે તેને જોઈને તે કન્યા તેવી (=રતિવાળી) છે તેમ (નાયક) વિચારે છે.
જયારે રતિવાસનાના પ્રબોધથી આણેલી પ્રબુદ્ધ રતિ સ્વીકારે છે, પણ સમુચિત વિભાવના ગ્રહણ વગર, વિષય ન હોવાથી તે સ્કુટ થતી નથી, ત્યારે તેવા (તીવ્ર અંદર રહેલા ) ભાવથી જન્મતા ઘેરા વિકારરૂપ તે “હેલા” છે. “હાવ'ની જોડે સંબંધ ધરાવતી ક્રિયા, –પ્રસારણ, વેગવાહિત્વ –વેગથી જતી વ્યક્તિને માટે દેત્નતિ એમ કહે છે - તેથી તે ક્રિયાને “હેલા કહે છે. આમ ઊગી ઊગીને વિશ્રામ પામે તે હાવ' છે, અને તેનો સ્વભાવ “પ્રસારણ”નો થઈ જાય તે (અવસ્થા) “હેલા” છે. જેમ કે, શુરવામાનિ (શ્લોક ૭ર૬ એજન). અહીં કેવળ અંતર્ગત રતિનો પ્રબોધમાત્ર કહેવાયો છે, નહિ કે અભિલાષ શૃંગાર. આ દશા, સ્ત્રીઓ વિશે જેમ બ્રાહ્મણ માટે ઉપનયન તેમ ભવિષ્યમાં થનાર પુરુષાર્થની પીઠિકા ઉપર રહેલી વિગત છે.
સૂત્ર ૧૭૮(સૂત્ર ૭/૩૫)માં આચાર્ય લીલા વગેરે દસ સ્વાભાવિક અલંકારો ચર્ચે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org