________________
ભૂમિકા
વગેરેનાં લક્ષણ આચાર્ય સૂત્ર ૧૫૫-૧૫૮(સૂત્ર ૭/૧૨-૧૫)માં આપે છે. આ બધું ભરત, ધનંજય, ધનિક વગેરેમાં નિરૂપિત પરંપરા પ્રમાણે જ છે. આચાર્ય ભરત(નાટ્યશાસ્ત્ર ૨૪, ૧૮, ૧૯ G.0.s.)માંથી ઉદ્ધરણો આપીને જણાવે છે કે, દેવો ધીરોદ્ધત, (મનુષ્ય) રાજાઓ ધીરલલિત, સેનાપતિ અને અમાત્ય ધીરાદાત્ત ગણાય છે. બ્રાહ્મણો અને વણિક પાત્રો ધીરશાન્ત છે. આમ ચાર પ્રકારના નાયકો છે. અહીં એ ધ્યાનમાં રાખવાનું કે “નાયક' શબ્દ “પુરુષપાત્ર' માટે અને નાયિકા શબ્દ ‘સ્ત્રીપાત્ર માટે પણ પ્રયોજાય છે. “વિવેક'માં (પૃ. ૪૧૧ એજન) આચાર્યશ્રીએ આ નાયકભેદોને સ્પષ્ટ કરતી એક ચર્ચા ધનિકકૃત અવલોક-ટીકામાંથી સીધી ઉતારી છે એવું ડૉ.. કુલકર્ણી અને પ્રો. પરીખ નોંધે છે. તેનો સાર એ છે કે, સામાન્ય રીતે દેવો વગેરે વિશે જે ધીરોદ્ધતત્વ વગેરે સમજાવ્યું તે નિયમમાં, પરિસ્થિતિ પ્રમાણે, અહીં તહીં ફેરફાર પણ જોવા મળે છે.
આ પછી, સૂત્ર ૧૬૩(સૂત્ર ૭(૨૦)માં હેમચન્દ્ર નાયક વડે જેને જીતવાનો છે તે પ્રતિનાયક; જેવો કે રામ અને યુધિષ્ઠિર વિશે રાવણ અને દુર્યોધન–ની ચર્ચા કરે છે.
સૂત્ર ૧૬૪(સૂત્ર ૭/૨૧)માં ‘ત્રિવિધ નાયિકાનો વિચાર કરાયો છે. જે તે ગુણવાળા નાયક જોડે સ્વભાવથી ગોઠવાય તેવી = તાળાં નાયિકા, “સ્વકીયા' “પરકીયા” અને “સામાન્યાએમ ત્રણ પ્રકારની ગણાવાઈ છે. સ્વકીયા પણ મુગ્ધા, મધ્યા અને પ્રૌઢારૂપે ત્રિવિધ છે. (સૂત્ર ૭/૨૩). ઉમ્મર અને કૌશલના સંદર્ભમાં આ વિભાજન વિચારાયું છે. તેમાંય વળી (સૂત્ર ૭/૨૪, સળંગસૂત્ર ૧૬૭) મધ્યા અને પ્રૌઢા ધીરા, ધીરા ધીરા (ધીર અને અધીર) અને અધીરા એમ ત્રણ પ્રકારના સ્વભાવવાળી છે. આમ મધ્યા અને પ્રૌઢા છ પ્રકારની થઈ. તે પછી જયેષ્ઠા અને કનિષ્ઠા મળી કુલ બાર પ્રકારની સ્વસ્ત્રી પ્રાપ્ત થાય છે. પહેલી પરણેલી તે જ્યેષ્ઠા = મોટી, અને બીજી પરણેલી તે કનિષ્ઠા અર્થાત નાની (બેરી) સમજવી. સૂત્ર ૭/૨૬માં મધ્યા (બધા પ્રકારની ) કેવી રીતે ક્રોધ વ્યક્ત કરે છે તે દર્શાવ્યું છે. પ્રૌઢા ધીરા વગેરેની ક્રોધની અભિવ્યક્તિ(સૂત્ર ૭/૨૭)માં દર્શાવી છે, જે વધુ ઉગ્ર છે.
પારકાને વરેલી તે પરસ્ત્રી, (સુત્ર ૨૮) - તે અગી રસમાં ઉપકારક નથી તેથી તેનો વિસ્તારથી વિચાર આચાર્ય નથી કરતા. “કન્યા’ અપરિણીત હોવા છતાં પોતાના મા-બાપ પર આધારિત હોવાથી “પરસ્ત્રી જ ગણાય છે. સૂત્ર ૭/૨૯(સળંગ સૂત્ર ૧૭૨)માં “સામાન્યા તે ગણિકા' એવી સમજ અપાઈ છે. તે પછી સૂત્ર ૧૭૩ | સૂત્ર ૭/૩૦માં સ્વ કે પારકી સ્ત્રીની (પ્રેમના વ્યવહારના સંદર્ભમાં) આઠ અવસ્થાઓ ગણાવાઈ છે. તે છે, સ્વાધીનપતિકા, પ્રોષિતભર્તૃકા, ખંડિતા, કલહાંતરિતા, વાસકસજજા, વિરહોત્કઠિતા, વિપ્રલબ્ધા, અને અભિસારિકા. આ બધું સોદાહરણ આચાર્ય સમજાવે છે. તેઓ જણાવે છે કે, (સૂત્ર ૭/૩૧) પરસ્ત્રીઓ એટલે કે પરણેલી (પારકાને) અને કન્યા છેલ્લી ત્રણ અવસ્થાવાળી જોવા મળે છે, જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org