________________
ભૂમિકા
૧૦૧ ન કરવી તે વિહત છે.
(સૂત્ર ૧૯૦) (સૂત્ર ૭૪૭) – આચાર્ય શોભા વગેરે સાત, જેમ કે, શોભા, કાન્તિ, દીપ્તિ, માધુર્ય, ધૈર્ય, ઔદાર્ય અને પ્રાગભ્ય નામે સાત અયત્નજ = સાહજિક અલંકારો ગણાવે છે. આગળ આચાર્યે કહ્યું હતું કે, આ અલંકારો નાયિકામાં સંભોગ પ્રાપ્ત થયા પછી જ પ્રગટે છે. જેમ કે, સ્ત્રીનાં એનાં એ રૂપ વગેરે, પુરુષ વડે ભોગવાતાં, નવી જ શોભા પ્રાપ્ત કરે છે. આ (અનેરી) છાયા અથવા શોભા સંભોગથી અનુક્રમે મન્દ, મધ્ય અને તીવ્ર માત્રાથી ધારણ કરે ત્યારે “શોભા,” “કાન્તિ અને ‘દીપ્તિ' કહેવાય છે. (સૂત્ર ૭/૪૮).
સૂત્ર ૭૪૯ - ચેષ્ટાની કોમળતા તે થયું “માધુર્ય'. લલિત એવા બ્રીડા વગેરેમાં ચેષ્ટાની જેમ કોમળતા છે, તેમ દીપ્ત સંદર્ભો, જેમ કે, ક્રોધ વગેરેમાં પણ જે મસૃણતા છે, તે “માધુર્ય' છે.
| (સૂત્ર ૧૯૩) સૂત્ર ૭/પ૦ ચાપલ(ચંચળતા)થી મુક્ત રહેવું તથા પોતાના ગુણો ન ગાવા, તે થયું ધેર્ય'
સૂત્ર ૭/૫૧ - નમ્રતા | આદર તે “ઔદાર્ય છે. અમર્ષ, ઈર્ષા, ક્રોધ વગેરે (યુક્ત) અવસ્થાઓમાં પણ નમ્રતા ધરવી તે “ઔદાર્ય ' છે.
સૂત્ર ૭/પર, ચોસઠ કામકલા વગેરેમાં ગભરાટનો અભાવ તે થયું પ્રાગભ્ય.
આચાર્યશ્રી નોંધે છે કે, શોભા, કાન્તિ અને દીપ્તિ બાહ્ય રૂપ સાથે સંકળાયેલ વિશેષ વિગતો છે. આવેગ, ચાપલ, અમર્ષ અને ત્રાસનો તો અભાવ જ જાણવો. માધુર્ય વગેરે ધર્મો ચિત્તવૃત્તિરૂપ નથી તેથી તેમને “ભાવ” માનવા નહિ. હેમચન્દ્ર જણાવે છે કે, શાકટાચાર્ય, રાહુલ વગેરે તો મૌધ્ધ, મદ, ભાવવિકૃત, પરિતપન વગેરેને પણ અલંકારો કહે છે. તેની અમે ભારતના મતને અનુસરનારા ઉપેક્ષા કરીએ છીએ.
આ અધ્યાયમાં નાયક ! નાયિકાવિચાર આચાર્યશ્રીએ કર્યો છે, પણ ‘નાયક’ નીચે બીજા પુરુષ પાત્રો તથા ‘નાયિકા' નીચે અન્ય સ્ત્રીપાત્રો આવે તેનો તેમણે સમાવેશ નથી કર્યો. આપણે આગળ જોયું તેમ વિશ્વનાથે ‘વિભાવ” રૂપે આ પાત્ર-વિચારણા આવરી લીધી છે. તે વધારે યોગ્ય પદ્ધતિ જણાય છે. વિશ્વનાથે નાયકવિચાર વિસ્તારથી કર્યો છે અને કુલ ૪૮ ભેદો ગણાવ્યા છે. તે પછી નાયકનો સહાયક ( પીઠમર્દ), વિટ, વિદૂષક, મંત્રી, વામન (= બટકો) વગેરે અંતઃપુરના સહાયકો, દષ્ઠસહાયકો, (સુહૃત, કુમાર, આટવિક, સામત્ત, સૈનિકો), ધર્મસહાયકો (ઋત્વિજ, પુરોધસ, બહ્મવિદ્, તાપસ વગેરે) દૂત અને તેના ભેદો ચર્ચા છે. “આચાર્યે આ બધી ચર્ચા છોડી દીધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org