________________
કાવ્યાનુશાસન આથી નાયક વગેરેનું લક્ષણ હવે કહેવાશે. સહુ પ્રથમ તેઓ જણાવે છે કે પુરુષો અને સ્ત્રીઓની ઉત્તમ, મધ્યમ અને અધમને ભેદે કરીને ત્રિરૂપ પ્રકૃતિ = સ્વભાવ જણાય છે. કેવળ ગુણો જ, ગુણોવાળો સ્વભાવ હોવો તે “ઉત્તમ”. ઓછા દોષવાળી પ્રકૃતિ તે “મધ્યમ' અને (કેવળ દોષવાળી તે અધમ પ્રકૃતિ છે.) હેમચન્દ્ર જણાવે છે કે, અધમ પ્રકૃતિના નાયક-નાયિકાના અનુચરો તે વિટ, ચેટી, વિદૂષક વગેરે હોય છે. આચાર્યશ્રી નોંધે છે કે, “મધમપ્રતો નાયયોરનુઘરી વિટટીવિદૂષાદયો મવતિ ” આ વિધાન બરાબર નથી. એટલા માટે કે ઉત્તમ પ્રકૃતિના દુષ્યન્ત વગેરે નાયકોની સાથે પણ વિદૂષક જોવા મળે છે. વિટ’ એ જેમ શૂદ્રકના “શકાર' સાથે તેમ અન્ય સારાં પાત્રો સાથે પણ હોય છે. ‘વેટી' વગેરે ઉત્તમ પ્રકૃતિની રાણીઓના સંદર્ભમાં પણ જોવા મળે છે. આથી આ વિધાન આચાર્યે કયા સંદર્ભમાં કર્યું તે સ્પષ્ટ થતું નથી.
નાયકવિચાર હાથ ધરતાં (સૂત્ર, ૧૪૪/સૂત્ર ૭/૧) આચાર્ય જણાવે છે કે ઉત્તમ, અને મધ્યમ પ્રકૃતિવાળો નાયક હોય છે. આચાર્ય જણાવે છે કે બધા જ ગુણોવાળો આખીય કથાને વ્યાપીને રહેલો નાયક હોય છે. “સમગ્રગુણ” એટલે નેતૃત્વ વગેરે ગુણવાળો, અને આગળ ભરતની પરંપરામાં જણાવ્યા મુજબ “શોભા વગેરે ગુણોથી યુક્ત નાયક હોય છે. હેમચન્દ્ર જણાવે છે કે નેતૃત્વાદિ ગુણોના બાહુલ્યને કારણે મધ્યમ પ્રકૃતિવાળા(નાયક)માં પણ બધા જ ગુણો રહેલા જાણવાના છે. નેતાના ગુણો તેઓ દશરૂપક ૨/૧, ૨ પ્રમાણે નિર્દેશ છે. એક વાત એ નોંધવાની કે કાશ્મીરી પરંપરાનું પ્રવર્તન આચાર્યે કર્યું છે, છતાં માલવ પરંપરામાંથી જે ગ્રાહ્ય જણાયું તેનો આદર પણ તેઓ જરૂર કરે છે.
કથાવ્યાપી” એ પદ સમજાવતાં આચાર્ય જણાવે છે કે, “કથા' એટલે કે પ્રબંધ, અર્થાત મોટી રચના. તેમાં વ્યાપેલો તે નાયક. “નાયક' પદની વ્યુત્પત્તિ સમજાવતાં હેમચન્દ્ર નોંધે છે કે, “નર્યાત વ્યાખ્યોતિ તિવૃત્ત નં રેતિ નાયા:" અર્થાત્ દોરી જાય છે. (= નેતૃત્વ કરે છે), વ્યાપે છે, (સમગ્ર) ઈતિવૃત્તને અને (પ્રધાન) ફળને, તે થયો “નાયક'.
સૂત્ર ૧૪૫(૭/૨)માં નાયકના આઠ સાત્ત્વિક ગુણો આચાર્ય ગણાવે છે. તે છે શોભા, વિલાસ, લલિત, માધુર્ય, ધૈર્ય ગાંભીર્ય, ઔદાર્ય અને તેજ. આ ગુણો ‘સત્ત્વના છે. અર્થાત “સત્ત્વ કહેતાં “દેહવિકાર'; તેમાંથી જન્મેલા.
આ પછી આ દરેક, શોભા વગેરે ગુણોનાં લક્ષણ અને ઉદાહરણો આચાર્ય સૂત્ર ૧૪૬થી ૧૫૩ (સૂત્ર ૭/૩-૧૦) એમ આઠ સૂત્રોમાં ચર્ચે છે. તે પછી સૂત્ર ૧૫૪માં (સૂત્ર ૭/૧૧) નાયકભેદનું નિરૂપણ કરે છે. નાયક ધીરાદાત્ત, ધીરલલિત, ધીરશાન્ત, અને ધીરોદ્ધતને ભેદે કરીને ચતુર્ધા પ્રાપ્ત થાય છે, “ધીર' શબ્દ પ્રત્યેક પ્રકાર સાથે જોડાય છે. આ દરેક પ્રકારનો નાયક (પ્રણયવ્યવહારની દૃષ્ટિએ) દક્ષિણ, ધૃષ્ટ, અનુકૂલ અને શઠ એમ પ્રત્યેક ચાર પ્રકારનો છે. ધીરોદાત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org