________________
૯૪
કાવ્યાનુશાસન (aesthetics)–ખાસ કરીને સાહિત્યના સંદર્ભમાં સૌંદર્યશાસ્ત્ર–ની એક અનુપમ સિદ્ધિ છે, જેનાથી ભારત ગૌરવાન્વિત થયું છે. હેમચન્દ્રની અલંકાર મીમાંસા અધૂરી, અપૂર્ણ અને અપ્રતીતિકર છે. એટલું વિચારી એ અંગેનો આપણો વિમર્શ અહીં પૂરો કરીશું.
અધ્યાય ૫ અને ૬ સુધીમાં આચાર્યશ્રીએ ૧૪૩ સળંગસૂત્રો પ્રયોજ્યાં છે જેમાં અધ્યાય પના સૂત્ર ૯ અને અધ્યાય ના સૂત્ર ૩૧નો સમાવેશ થાય છે,
કાવ્યાનુશાસનના અધ્યાય ૭ અને ૮ને આચાર્યશ્રીએ વિશેષ રીતે પ્રયોજયા છે. સામાન્ય રીતે નાયક-નાયિકાવિચાર, તથા દશ રૂપક, અને ઉપરૂપકોનો વિચાર, નાટ્યશાસ્ત્રીય ગ્રંથોમાં કરવામાં આવતો હતો. “તેષાં અન્યત્ર વિતર:” આવું કહીને ભામહ, દંડી, વામન વગેરે પૂર્વાચાર્યોએ શુદ્ધ સાહિત્યમીમાંસામાંથી નાટ્યસ્વરૂપોને તથા નાટ્યમીમાંસાને બાકાત રાખ્યાં હતાં, આની પાછળ એક ચોકકસ તર્ક પણ હતો અને તે એ કે નાટ્યકળા અને સાહિત્યકળા બને એકબીજાથી નિરપેક્ષ અને સ્વતંત્ર કળાઓ છે તે વાતની સ્પષ્ટ સમજૂતી આ વિદ્વાન આલોચકોને હતી. નાટ્યકળા એ એક સંકુલ કળા છે અથવા કહો કે, કળાઓનું સંકુલ છે જેમાં ગીત, વાદ્ય, નૃત્ય, ચિત્રા, સાહિત્ય, સ્થાપત્ય અને મુખ્યત્વે અભિનયકળાઓ જોડાય છે. આમ છતાં ‘અભિનયકળા' એ એનું પોત છે. બાકીની બધી જ કળાઓ તેમાં પરિચારિકા રૂપે જોડાય છે, નાટક' પહેલું અને છેલ્લું નાટક' હોવું જરૂરી છે, તે “સાહિત્ય' હોય કે ન હોય એનું કોઈ મહત્ત્વ નથી. અલબત્ત કાલિદાસ કે શેક્સપિયર જેવા મહાન કલાકારોના હાથમાં સાહિત્ય | નાટ્યનું અદભુત સંયોજન સધાય છે તે ઈશ્વરની મોટી કૃપા છે. પણ નાટ્યને ભોગે સાહિત્ય ઉત્તમ નાટ્યકારો કયારેય પસંદ ન કરે. આથી જ નાટ્યશાસ્ત્રનો સ્વતંત્રશાસ્ત્ર રૂપે વિકાસ ભારતમાં થયો છે. એક અકસ્માત છે કે સૌંદર્યશાસ્ત્રીય ગ્રંથોમાં સહુથી પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથ તે ભારતનું નાટ્યશાસ્ત્ર છે. પણ અનુપલબ્ધ હોવાથી સાહિત્યશાસ્ત્રનો ઉદય નાટ્યશાસ્ત્રમાંથી થયો એમ માનવું એ પણ બુદ્ધિની સુંવાળપ જ છે. વાસ્તવમાં સૌંદર્યાનુભૂતિના સિદ્ધાંત રસવિચાર-aesthetic experienceકલાનુભુતિ-ના વિચારનો આરંભ કઈ કળાના સંદર્ભમાં થયો, ખાસ તો ભારતમાં, તેનો નિર્ણય થઈ શકે તેમ નથી. શ્રી ગણેશ ચંબક દેશપાંડે એમ માને છે, અને ખૂબ આલંકારિક શૈલીમાં અર્થવાદ કરતાં જણાવે છે કે, સાહિત્યશાસ્ત્રનો સ્વતંત્ર સંસાર પાછળથી વિકસ્યો. મૂળ તો ભરતે પોતાના નાટ્યશાસ્ત્રમાં (પ્રકરણ ૧૬, g.o.s. edn.) સાહિત્યશાસ્ત્રીય મદ્દાઓ-ગુણ, દોષ, લક્ષણ, અલંકારને વાચિક અભિનયના સંદર્ભમાં વિચાર્યા તેથી શ્રી દેશપાંડે એવું માની બેઠા કે સાહિત્યશાસ્ત્રને, પોતાની સ્વતંત્ર ગંગોત્રી જ નહોતી ! આવી જ રીતે ડૉ. સુશીલ કુમાર દે અને ડૉ. કાણે સાહેબે પણ રસવિચારનાં મૂળ નાટ્યકળાના સંદર્ભમાં જોયાં અને આલંકારિકોએ રસવિચારને સાહિત્યમીમાંસામાં પાછળથી આવકાર્યો એવી વાતો કરી તે પણ અશ્રદ્ધેય છે, કેમ કે, ભારતમાં પણ નાટ્યરસ'ની સાથે “કાવ્યરસના ઘણા સ્પષ્ટ ઉલ્લેખો આવે છે તથા લક્ષણ, ગુણ, દોષ, અલંકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org