________________
ભૂમિકા
૯૩
મંતવ્યોને સ્વીકારીને જણાવે છે. આ સાથે હેમચન્દ્રનો ‘ગુણ' વિચાર-વિમર્શ અહીં પૂરો થાય છે.
અધ્યાય ૫ અને અધ્યાય ૬માં શબ્દાલંકારો અને અર્થાલંકારોની ચર્ચા હેમચન્દ્ર કરે છે. તેમણે કાવ્યલક્ષણમાં ‘સાતવારી શબ્દાર્થી' એવું વિધેયાત્મક નિરૂપણ કર્યું હતું અને તેમાં મમ્મટના ‘અનાર્ તી પુન: વાપિ'ની સરખામણીમાં વધારે બળ હતું. આમ છતાં તેમની અલંકાર-મીમાંસા બહુ સ્તુત્ય જણાતી નથી. એ વાત બહુ સ્પષ્ટ છે કે, જેમ ચિત્રકાર રેખાના વળાંકો જેમ જેમ જુદી જુદી રીતે ઉપસાવે તેમ તેમ નવાં નવાં ચિત્રો આવિર્ભાવ પામે, એ જ રીતે કવિઓ પોતાના કલ્પના-તરંગો પ્રમાણે જે નવ-નવીન પ્રયોગો કરે, તે દરેકની વૈયક્તિકતાના સંદર્ભમાં દંડીએ એ વાત કહી હતી કે અલંકારો તો આજે પણ વધે જ જાય છે, સ્તાન્ ાત્મ્યન વક્ષ્યતિ ? અલંકારોને તેમની અખિલાઈમાં કોણ નિરૂપી શકે ? કેમ કે, વાગ્ વિકલ્પો અનંત છે. આથી જ મમ્મટ વગેરેએ પણ ઘણી મોટી સંખ્યામાં આ કવિ-કર્મ-ચમત્કારને સ્વીકારીને સમજાવવા કોશિશ કરી હતી. આનંદવર્ધને બહુ સ્પષ્ટ રીતે એ સમજાવ્યું હતું કે, રસાભિવ્યક્તિના પ્રયત્નની સાથે સાથે ‘પૃથયનિર્વર્ત્ય’જેના નિરૂપણમાં કોઈ જુદો ખાસ પ્રયત્ન કરવો પડતો નથી. અર્થાત્ જે સ્વાભાવિક રીતે રસલક્ષી કવિના ચિત્તમાં ‘અહમહમિયા’ હું પહેલો, હું પહેલો, એમ કહીને પરિસ્ફુરિત થાય છે, જેમ બાણ કે માઘ, કે કાલિદાસ વગેરે સાહિત્ય સ્વામીઓના નિરૂપણમાં તેવો અલંકાર રસભંજક મનાયો છે. તથા - “ન તેષાં વહ્િત્વ રસાભિવ્યતા' અર્થાત્ રસની અભિવ્યક્તિ(=વ્યંજના)માં તેમનું (=અલંકારોનું) ‘બહિરંગત્વ’ નથી. અલંકાર એટલો જ અંતરંગ છે, જેટલું બીજું કોઈ પણ રસભંજક તત્ત્વ. અલંકારોનો સમુચિત વિનિયોગ - સમ્યક્ વિનિવેશ રસ માટે આવકાર્ય છે એ આનંદવર્ધને સ્પષ્ટ કર્યું. સાથે તેના અતિરેકનાં ભયસ્થાનો પણ બતાવ્યાં. આથી જ હેમચન્દ્રે પણ સામાન્ય લક્ષણ આપતાં તેમને ગુણની સાથે જ રસના ઉત્કર્ષહેતુઓ ( સૂત્ર ૧/૧૨) કહ્યા છે. અધ્યાય પમાં અને ૬માં અનુક્રમે શબ્દાલંકારો અને અર્થાલંકારોની વિશેષ ચર્ચા કરી છે. આચાર્યશ્રીએ શબ્દાલંકારોની ચર્ચામાં ભરતથી રુદ્રટ અને મમ્મટ સુધી વિકસેલા જે તે અલંકારો અને ભેદોપભેદો મર્યાદિત કર્યા છે અને અધ્યાય ૬માં માત્ર ૨૯ અર્થગત અલંકારો ચર્ચ્યા છે. આ સંખ્યાનિયંત્રણ અસ્વાભાવિક છે. કવિની કલમ જે જે વળાંક લે ત્યાં ત્યાં નવો અલંકાર આવિર્ભાવ પામી શકે એ વિગતનો અનાદર કરી અલંકારોની સંખ્યા તેમણે નિયંત્રિત કરવા પ્રયત્ન કર્યો છે. જો કે તેમાં પણ, રુદ્રટ કે રુય્યકની માફક અલંકારભેદના મૂળમાં રહેલાં તત્ત્વો ઔપમ્ય, વિરોધ, શૃંખલા વગેરે ધ્યાનમાં લઈને મોટા વર્ગો પાડ્યા હોત તો કદાચ તેમનું નિરૂપણ વધુ શાસ્ત્રીય જણાત. પણ કેવળ સંખ્યાનિયંત્રણ પાછળ તો, જેમ કુંતકમાં તેમ હેમચન્દ્રમાં કોઈ વ્યવસ્થિત તર્ક કામ કરતો જણાતો નથી. આપણે જો કુંતક કે હેમચન્દ્રને તેમના અલંકારનિરૂપણની અવ્યવસ્થા સાથે સ્વીકારીએ તો આપણે ભોજ, મમ્મટ, રુયક, વિદ્યાનાથ, વિશ્વનાથ, અને ખાસ તો શોભાકરમિત્ર, અપ્પય્ય દીક્ષિત અને પંડિતરાજ જગન્નાથને વિદાય આપી દેવી પડે. વાસ્તવમાં અપ્પય્યદીક્ષિતની ચિત્રમીમાંસા અને જગન્નાથ પંડિતનું અલંકારનિરૂપણ વિશ્વભરમાં સૌંદર્યશાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org