________________
ભૂમિકા
૯૧
બાકીના બધા જ વર્ગ(“ક” વર્ગ, “ચ” વર્ગ, ‘ત વર્ગ અને 'પ' વર્ગ)ના તમામ વર્ગો જેના ઉપર જે તે વર્ગનો છેલ્લો વર્ણ સવાર થયેલો છે તેવા, હ્રસ્વ સ્વરથી વ્યવહિત રેફ અને ‘ણ' કાર - આટલા વર્ષો, સમાસ વગરની રચના, અથવા નાના સમાસોવાળી રચના, તથા મૃદુ રચના છે.
હેમચન્દ્ર વિવેકમાં એક નોંધ એ ઉમેરે છે કે, દ્રુતિના હેતુ બનવું એ માધુર્યનું લક્ષણ છે, નહિ કે શ્રવ્યત્વ'. કેમ કે ઓજસ્ અને પ્રસાદમાં પણ શ્રવ્યત્વ તો છે જ. તેથી ભામહે ( ૨/૩) માધુર્યના લક્ષણમાં ‘શ્રવ્યત્વ' ગણાવ્યું છે તે બરાબર નથી. એક બીજી વિગત એ પણ તેઓ નોંધે છે કે, હાસ્ય, અદ્ભુત વગેરે ચિત્તના વિકાસના હેતુ હોવાથી તે રસોમાં ઓજોગુણ પણ છે છતાં શૃંગારના અંગરૂપે તેમનામાં માધુર્ય જ વધારે પ્રમાણમાં પ્રતીત થાય છે એવો અર્થ સમજવાનો છે.
ઓજોગુણનું લક્ષણ તેઓ સૂત્ર ૯૯ = સૂત્ર ૪/પમાં આપે છે. તે પ્રમાણે ઓજોગુણ દીપ્તિ'નો હેતુ છે, અને અનુક્રમે વીર, બીભત્સ, અને રૌદ્રમાં અધિક માત્રામાં જણાય છે. દીપ્તિ એટલે ‘ચિત્તનો વિસ્તાર'. ક્રમથી અધિક એટલે વીરથી બીભત્સમાં, તથા બીભત્સથી અભુતમાં અતિશય માત્રામાં ઓજોગુણ રહેલો છે.
વિવેકમાં તેઓ એક વાત એ પણ નોંધે છે કે, પcો વગેરે (શ્લોક ૪૨૬, મૂળમાં, એજન)માં શૃંગારને પ્રતિકૂળ “વર્ણો છે. અહીં “વર્ણોને સમાસ અને રચના માટે ઉપલક્ષણરૂપે જાણવા. આથી માધુર્ય, ઓજસુ અને પ્રસાદના, વ્યંજક વર્ષો જ્યારે કહેવાઈ ગયા ત્યારે “વૃત્તિઓ અને “રીતિઓ પણ કહેવાઈ ગયેલી જાણવી. કેમ કે, તેમનું (= વૃત્તિ, રીતિનું) સ્વરૂપ તેમનાથી (= સમાસોની સ્થિતિરૂપ વૃત્તિ, અને વર્ણરચના રૂપ રીતિ) હોવાથી મૂળે વર્ષોથી અવ્યતિરિક્ત છે. હેમચન્દ્ર વૃત્તિ | રીતિ વિચારને આ રીતે મમ્મટને અનુસરીને લગભગ કાઢી નાખે છે. લોચનમાં પણ વૃત્તિઓને અનુપ્રાસના પ્રકારો કહીને તેમના સ્વતંત્ર સ્થાનને અવગણવામાં જ આવ્યું હતું કેમ કે, ઉભટ વગેરેએ એ જ રૂપે વૃત્તિઓ ઓળખાવી હતી.
સૂત્ર ૧૦૦(=સૂત્ર ૪/૬)માં હેમચન્દ્ર ઓજોગુણના વ્યંજક વર્ણો ગણાવે છે. તે પ્રમાણે - (ક, ચ, ત અને ૫ વર્ગના) દરેકના પ્રથમ વર્ણ સાથે જે તે વર્ગના બીજા વર્ણ, અને દરેક વર્ગના તૃતીય વર્ણ સાથે જે તે વર્ગના ચતુર્થ વર્ણનું જોડાણ, તથા કોઈ પણ સાથે ઉપર કે નીચે રેફનું જોડાણ, તુલ્ય વર્ણોનો યોગ (-૨, ચ, ત્ત, વ.), “ટ” વર્ગ “” સિવાયનો, શ અને ૫; (આટલા વર્ણો), દીર્ઘ સમાસ અને કઠોર રચના – ઓજો ગુણની વ્યંજક મનાય છે.
સૂત્ર ૧૦૧ (સૂત્ર ૭) જણાવે છે કે, ચેતોવિકાસનો હેતુ “પ્રસાદ” ગુણ છે જે બધા જ રસ, ભાવ, રચનાઓ વિશે સર્વસાધારણ છે. હેમચન્દ્ર સમજાવે છે કે “વિકાસ” એટલે જેમ સૂકા બળતણને અગ્નિ વ્યાપી વળે, સ્વચ્છ જળ (જેમ કોરા કપડાને) વ્યાપી વળે એ રીતે ચિત્તને વ્યાપી વળવાની ક્ષમતા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org