________________
૯૦
કાવ્યાનુશાસન
બાજOL
બીજા કેટલાકને મતે ગુણસંપત્તિ છંદોવિશેષ દ્વારા નિર્ધારિત થાય છે. જેમ કે, સ્રગ્ધરા વગેરેમાં ઓજોગુણ, ઈન્દ્રવજા અને ઉપેન્દ્રવજામાં પ્રસાદ, મંદાક્રાન્તા વગેરેમાં માધુર્ય, શાર્દૂલ, વગેરેમાં સમતા, વિષમવૃત્તોમાં ઔદાર્ય વગેરે જોવા મળે છે. આ બધાનાં ઉદાહરણો વિવેકમાં અપાયાં છે. હેમચન્દ્ર જણાવે છે કે, જેમણે કવિઓના પ્રયોગોમાં (ઊંડું) અવગાહન નથી કર્યું તેમને માટે આવો (છંદોના અનુસંધાનમાં ગુણોના) વિભાજનનો ક્રમ જોવા મળે છે. વાસ્તવમાં, ગ્નગ્ધરા'માં અનોજોમયી રચના પણ થઈ શકે, જેમ કે, શંભો શ્રેયં સ્થિતી તે શિરસિ ? વગેરે(શ્લોક ૪૫૦, વિવેક એજન)માં. ઇન્દ્રવજામાં પ્રસાદનો અભાવ પણ હોય, મંદાક્રાન્તામાં અને માધુર્ય પણ જોવા મળે, શાર્દૂલમાં અ-સામ્ય પણ તથા વિષમવૃત્તોમાં, અનૌદર્યમયી રચનાના પ્રયોગો પણ કવિઓએ કર્યા છે. આ બધાંનાં સુંદર ઉદાહરણ આચાર્યશ્રી આપે છે. આમ, “છંદોના સંદર્ભમાં ગુણ-વિભાગ' એ વાત ટકતી નથી.
વિવેકમાં નિર્ણય તારવતાં (પૃ. ૨૮૯, એજન) આચાર્ય જણાવે છે કે, તેથી જેવું બીજાઓએ ગુણોનું લક્ષણ બાંધ્યું છે તે કહેવું નથી, કેમકે, આવાં બીજાઓનાં બાંધેલાં લક્ષણોમાં જે તે સ્થાને લક્ષણનો વ્યભિચાર, (અમને) અભિપ્રેત ગુણોમાં અંતર્ભાવ, અથવા દોષપરિહારરૂપ જણાવાથી તે બીજાં લક્ષણો | ગુણો અગ્રાહ્ય છે.
ત્રણ ગુણો :- આથી આચાર્ય આનંદવર્ધન–અભિનવગુપ્ત–મમ્મટની પરંપરા પ્રમાણે (સળંગ સૂત્ર ૯૬, અને સૂત્ર ૪૨) “માધુર્ય ને ચિત્ત દ્રુતિના હેતુરૂપ ગણાવે છે. અને તેનું ખાસ સ્થાન શૃંગાર રસ વિશે નિયત કરે છે. દ્રુતિ એટલે આદ્રતા, જાણે ચિત્તનું પીગળવું. શૃંગારમાં એટલે ખાસ તો સંભોગ-શૃંગારમાં અને શૃંગારના જે અંગભૂત એવા હાસ્ય, અદ્ભુત આદિ રસો છે, તેમનો પણ માધુર્યગુણ નિયત થાય છે.
(સૂત્ર ૯૭) સૂત્ર ૪૩ જણાવે છે કે, માધુર્યનો અતિશય શાન્ત, કરુણ અને વિપ્રલંભશૃંગાર વિશે જણાય છે કેમ કે, તે અત્યંતદ્રુતિ –ચિત્તના ખૂબ પીગળવામાં – હેતુ બને છે.
એક વાત એ નોંધવાની કે આચાર્ય હેમચન્દ્ર મમ્મટની માફક ગુણોને જે તે ચિત્તાવસ્થાના કારણ - હેતુ - માને છે. જ્યારે વિશ્વનાથમાં જે પરંપરા છે તેમાં ચિત્તદ્રવ રૂપી પરિણામ તે જ ગુણ' રૂપે ગ્રહણ થાય છે. અર્થાત્ સાનુભૂતિના પરિણામે જે ચિત્તાવસ્થા પ્રાપ્ત થાય તે જ “ગુણ’ પદથી વાચ્ય બને છે. આથી તેમનું રસધર્મત્વ વધારે સચોટ રૂપે બહાર આવે છે. જયારે દ્રુતિ વગેરેના કારણરૂપે, ગુણોને લેતાં જાણે અજાણે ગુણોના શબ્દાર્થધર્મત્વ – એટલે કે ગુણો, જેમ પંડિતરાજ કહી જ બેસે છે તેમ, શબ્દ અને અર્થના જ મુખ્ય રૂપે ધર્મ બની જાય છે, અને નહિ કે ઉપચારથી. જે હોય તે.
હેમચન્દ્ર (સૂત્ર ૯૮, સૂત્ર ૪(૪) જણાવે છે કે માધુર્યના વ્યંજક વર્ણો તે “ટ” વર્ગોને છોડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org